ફાટેલી નોટોને મફતમાં બદલી રહી છે ભારતીય સ્ટેટ બેંક, જાણો કઈ નોટોને એક્સચેંજ કરી શકો છો?

શું તમારી પાસે કોઈ ફાટેલી નોટ છે, જેને લઈને તમે પરેશાન છો? જો એવું છે તો પછી દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ તમારી ચિંતાને દૂર કરી દીધી છે. જો તમે એસબીઆઈના ગ્રાહક છો, તો ફાટેલી નોટ મફતમાં બદલાવી શકો છો. એક ગ્રાહક 20 નોટ મફતમાં એક્સચેન્જ કરી શકે છે, પણ આ નોટોની કિંમત 5,000 રૂપિયાથી વધારે નહિ હોવી જોઈએ.

જૂની નોટોને બદલવા માટે એસબીઆઈના ચાર્જની જાણકારી તમને તેમની વેબસાઈટ પર પણ સરળતાથી મળી શકે છે. જો તમે 20 થી વધારે નોટ બદલો છો, તો પ્રતિ નોટ તમારે 2 રૂપિયા, કે પછી 1000 રૂપિયાના મૂલ્યની નોટો પર 5 રૂપિયાની ફી લાગશે. તેના સિવાય જીએસટી પણ લાગશે.

કોઈ બીજા પાસેથી નોટ લઈને બદલાવાથી બચો :

અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખો કે, જો બેંકને એવું લાગે છે કે કોઈ પણ રીતની છેતરપિંડી માટે બેંકો સાથે છેડછાડ કરવામાં આવી છે, તો પછી એવી નોટોને બદલવામાં નહિ આવે. એવામાં તમે ધ્યાન રાખો કે કોઈ અન્ય વ્યક્તિ પાસેથી ફાટેલી નોટ લઈને બેંકમાં ન જાવ.

કઈ નોટોને ખરાબ માને છે બેંક?

જો કોઈ નોટ લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાને કારણે વધારે ખરાબ થઈ ગઈ છે, અથવા કોઈ ભાગ નબળો થઈ ગયો છે, તો તેને ખરાબ નોટ માનવામાં આવે છે. તેના સિવાય બેંકમાં તમે એ નોટોને પણ બદલાવી શકો છો, જેના બે અથવા વધારે ટુકડા થઈ ગયા હોય, પણ તમારી પાસે દરેક ટુકડા સુરક્ષિત હોવા જોઈએ. જો નોટનો કોઈ પણ ભાગ ગાયબ હોય તો તેને બેંક તરફથી બદલવામાં નહિ આવે.

આવી નોટ પણ નહિ બદલાય :

જો તમે એવી કોઈ નોટને બદલવા માટે બેંકમાં જાવ છો, જેની પર કોઈ રાજનૈતિક સંદેશ લખ્યો છે, તો બેંક તેને નહિ બદલે. એટલું જ નહિ તે નોટની માન્યતાને પણ સમાપ્ત કરી દેવામાં આવી શકે છે. તેમજ નોટમાં લખેલા નંબર સાથે કોઈ છેડછાડ થઈ છે, તો તેને પણ બદલવામાં નહિ આવે. તેના સિવાય જો બેંકને એવું લાગે છે કે, નોટને જાણીજોઈને કાપવામાં આવી છે કે ફાડવામાં આવી છે, તો તેને પણ લેવાની ના પાડવામાં આવી શકે છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.