સૂર્યએ કર્યું રાશિ પરિવર્તન, રાશિઓ પર પડશે તેની આવી અસર, જાણો તમારું રાશિફળ

સૂર્ય રાશી પરિવર્તન ૨૦૨૦ : સૂર્યના પ્રકાશથી દુનિયામાં પ્રકાશ રહે છે અને સૂર્યના પ્રકાશથી જીવન ચાલે છે. એટલા માટે સૂર્યદેવની આરાધનાની જોગવાઈ શાસ્ત્રોમાં કરવામાં આવે છે. સૂર્યના પ્રકાશથી માનવ જીવનમાં રંગ ભરાય છે અને તેનું સ્વરૂપ નિખરે છે. તમામ ગ્રહ સમય સમયે રાશી પરિવર્તન કરે છે. સૂર્ય એક રાશી ઉપર એક મહિના સુધી રહે છે. સૂર્યના આ રાશી પરિવર્તનનું જુદી જુદી રાશીઓ ઉપર અલગ અલગ અસર થાય છે. સૂર્ય ૧૩ ફેબ્રુઆરીથી મકર રાશી માંથી કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે.

મેષ :-

સૂર્યના આ ભ્રમણથી આ રાશી વાળાને શુભ પરિણામ આપશે. માન સન્માનમાં વધારો થશે અને આર્થિક લાભ થશે. કુટુંબમાં આનંદ આવશે. વિદ્યાર્થીઓ મારે આ સમય ઉત્તમ ફળ આપશે.

વૃષભ :-

નોકરીધંધા વાળા લોકો માટે સૂર્યનું આ ગ્રહ ભ્રમણ શુભ રહેશે. જવાબદારીઓમાં વધારો થશે અને સહયોગીઓનો સહકાર મળશે. તે દરમિયાન પ્રમોશનની શક્યતા છે અને પગારમાં પણ વધારો થઇ શકે છે.

મિથુન :-

સૂર્યના આ રાશી પરિવર્તનથી કાર્યક્ષેત્રમાં સફળતા સાથે આત્મવિશ્વાસમાં વધારો થશે. કોઈ જરૂરી કામમાં સફળતાના યોગ જોવા મળી રહ્યા છે. ધનલાભ થશે અને સન્માન મળશે.

કર્ક :-

તે દરમિયાન આરોગ્યનું ખાસ ધ્યાન રાખો. તમારા રહસ્ય ખુલ્લા ન કરો. પિતૃક સંપત્તિથી લાભ થઇ શકે છે. રોકાણ કરવાથી ફાયદો થવાની આશા છે. પિતાના આરોગ્યનું ધ્યાન રાખો.

સિંહ :-

સૂર્યના આ ભ્રમણના લાભ તમને દાંપત્ય જીવનમાં મળશે. જો આરોગ્યને લઈને કોઈ સમસ્યા છે, તો તેમાંથી છુટકારો મળી શકે છે. કારકિર્દીમાં સફળતા મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે.

કન્યા :-

સૂર્યના આ રાશી પરિવર્તનમાં આરોગ્યને લઈને વિશેષ સતર્કતા રાખવાની જરૂર છે. આર્થિક રીતે આ ભ્રમણ સારું ફળ આપશે. ખર્ચા ઉપર નિયંત્રણ આવશે અને વિરોધીઓ ઉપર સફળતા મળશે.

તુલા :-

અટકેલા કાર્યો થવાની શક્યતા છે. પ્રેમ સંબંધ માટે આ સમય ઠીક નથી. પાર્ટનર સાથે વિવાદ થવાની શક્યતા છે. નીકરી ધંધા વાળા લોકોને ટ્રાન્સફરની શક્યતા ઉભી થઇ શકે છે, જે ઘણું ફલદાયક રહેશે.

વૃશ્ચિક :-

સૂર્યના આ ભ્રમણ દરમિયાન તમારા વર્તન ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. કુટુંબીજનો સાથે તનાવ થઇ શકે છે. અહમનો ત્યાગ કરવાથી ફાયદો થશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે.

ધનું :-

સૂર્યનું આ રાશી પરિવર્તન પ્રેમ સંબંધોમાં સાવચેતી રાખવાના સંકેત આપી રહ્યા છે, પરંતુ અટકેલા કામોમાં સફળતા મળશે અને નસીબનો સાથ મળશે. સમાજમાં માન સન્માન મળવાના યોગ છે.

મકર :-

સૂર્યનું આ રાશી પરિવર્તન ધન પ્રાપ્તિના યોગ ઉભા કરી રહ્યું છે. ક્યાયથી આર્થિક મદદ મળવાના યોગ છે. આરોગ્યને લઈને સતર્કતા રાખવાની જરૂર છે. રોકાણ સમજી વિચારીને કરવાથી ફાયદો થશે.

કુંભ :-

સૂર્યનું આ રાશી પરિવર્તન કુંભ રાશીમાં થઇ રહ્યું છે, એટલા માટે આ રાશી વાળાના જીવનમાં મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે. દાંપત્ય જીવનમાં તકલીફ રહેશે અને વિવાદ થવાની શક્યતા છે. સંબંધોમાં તનાવ વધી શકે છે.

મીન :-

તમામ કામમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. વિવાદોથી દુર રહેવાથી જ ફાયદો થશે. વિરોધીઓથી સતર્ક રહો અને સૂર્યના આ ગોચર દરમિયાન વિદેશ યાત્રા ઉપર જવા વાળાને સફળતા મળી શકે છે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.