આ ઈલાજ થી ચપટી વગાડતા જ અમુક સેકંડ માં થશે શરદી છુમંતર જાણી લો ઘરેલું ઈલાજ

શરદી ગમે તેવી હોય, આ એવો પ્રયોગ છે કે જેને કરતા જ એવી અસર થશે જેવી કે જાણે કોઈ જાદુ થયો. અને જો તમને વારંવાર શરદી – ઝુકામ રહેતો હોય અને તમે ઝુકામની દવા ખાઈ ખાઈને પરેશાન થઇ ગયા હોય ત્યારે તો તમારા માટે આ જાણકારી ખુબ જ મહત્વપૂર્ણ છે.

તમે આ ઘરગથ્થું ઉપચાર થી ચપટી વગાડતા જ શરદી થી આરામ મેળવી શકો છો.

આવો જાણીએ આના વિષે.

શરદી ને દુર ભગાડવાની ચમત્કારી ઔસધી તમારા રસોડામાં જ આવેલી છે. આ છે દરરોજ ભોજન માં ઉપયોગ થતો એક નાનો મસાલો – જીરું. જી હા જીરું.

આ નાના એવા જીરામાં માત્ર શરદી ઝુકામ અને માથાનો દુખાવો દુર કરવાના જ ગુણ નથી પરંતુ સાથે આ ફંગસ અને બેક્ટેરિયા થી પણ લડે છે – જીરું ઇન્ફેક્સનથી પણ બચાવે છે અને આનાથી તમારી ઈમ્યુન સિસ્ટમ પણ સ્ટ્રોંગ રહે છે.
જીરામાં વિટામીન એ અને વિટામીન સી પણ છે, જે આપણ ને શરદી – ઝુકામથી બચાવે છે.

જાણો શરદી ઝુકામ થાય ત્યારે કેવીરીતે જીરાનો ઉપયોગ કરવો

શરદી થાય ત્યારે તમે એક ચમચી જીરું કાચું જ ધીમે ધીમે ચાવી ચાવીને ખાઓ.

તમને તરત જ આરામ મળી જશે. ઝુકામ થાય ત્યારે દિવસમાં ૩-૪ વખત ખાઈ શકો છો.

તેની સાથે તમે જીરાની ચા પણ પી શકો છો.

જીરાની ચા

બે કપ પાણીમાં એક ચમચી જીરું નાખીને ઉકાળો – જયારે પાણી ઉકળી જાય તો તેમાં વાટેલુ આદુ અડધી પોણી ચમચી અને તુલસીના ૮-૧૦ પાંદડા નાખીને ફરીથી ઉકાળો. આ પાણીને ગાળી ને પછી આને ધીમે-ધીમે પીઓ.

જીરું નાખીને પાણીની ગરમ સ્ટીમ પણ લઇ શકાય છે

જીરા સ્ટીમ (વરાળ):

પાણીમાં જીરું ઉકાળીને સ્ટીમ પણ લઇ શકાય છે – આમાં થોડા લવિંગ પણ ભેળવી લો ! આનાથી તમારું બંધ નાક ખુલી જશે અને ઝુકામથી રાહત મળશે.

ધ્યાન રાખો કે સ્ટીમ લીધા બાદ થોડી વાર તમારું માથું અને છાતી ચાદરથી ઢાંકી લો.

જો સ્ટીમ લીધા બાદ બહાર ગયા અને ઠંડી લાગી ગઈ – તો ચેસ્ટ ક્ન્જેકસનના ચાન્સીસ રહે છે.

જો તમને ઝુકામ ની સાથે ઠંડી પણ લાગી રહી હોય – તો રાત્રે ગરમ દુધમાં થોડું હળદર નાખીને પીઓ.
આનાથી તમને ઝુકામની સાથે-સાથે ખાંસીમાં પણ રાહત મળશે.

હળદરની વધારે જાણકારી માટે તમે અમારી આ પોસ્ટ વાંચી શકો છો એના માટે ક્લિક કરો >>> હળદરવાળું દૂધ પીવાથી દુર થાય છે આ 13 ભયંકર રોગો નો નાશ કરે છે જેના કારણે ગોલ્ડન મિલ્ક પણ કહે છે