છાણ માંથી બનાવ્યો ગેસ, હવે બાટલામા ભરીને વેચીને કમાઈ શકાશે હજારો રૂપિયા.

હરેન્દ્ર પ્રતાપ સિંહ. નોકરી માટે ગલી ગલી ભટક્યા પછી સ્વરોજગાર તરફ ધ્યાન આપ્યું અને સફળતા પ્રાપ્ત કરી. હવે બીજા માટે પ્રેરણારૂપ પણ બન્યા. પહેલા પશુપાલન કરી દૂધનો ધંધો કર્યો. ગોબર ગેસ પ્લાન્ટ લગાવી ઘરેલું ઉપયોગ માટે ઇંધણની વ્યવસ્થા કરી. હવે તેને નાના સિલેંડરોમાં ભરીને વેચવાની તૈયારી કરી છે.

આ કહાની ઉપ્રના ઓરયા જીલ્લામાં આવેલા કટીધરા બ્રહમનાન ગામના ખેડૂત કવીન્દ્ર સિંહની. કવીન્દ્રને જયારે નોકરી ન મળી તો તેણે પરિવારના ભરણપોષણ માટે શહેરમાં જતા રહેવાનું ન વિચાર્યું. પશુપાલન કરી પહેલા દૂધ ઉત્પાદનથી આવક વધારી.

હવે પશુઓના છાણ માંથી ગેસ બનાવીને તેને સિલેંડરોમાં ભરીને વેચવાની તૈયારીમાં લાગ્યા છે. તેનાથી તેની આવક પણ વધશે. હાલમાં જરૂરિયાત વાળાને નાના સિલેંડરમાં ગેસ ભરીને મફતમાં આપી રહ્યા છે.

કવીન્દ્ર એ ત્રણ વર્ષ પહેલા ૯ નવેમ્બર ૨૦૧૪ ના રોજ ખેતીમાં ઉત્પન્ન થયેલા અનાજ વેચીને એકઠા કરેલા એક લાખ રૂપિયા માંથી ત્રણ પશુ ખરીદ્યા. દૂધ વેચીને તેણે પશુઓની સંખ્યા વધારી લીધી. હવે તેની પાસે ૮ ભેંસો અને ૧૦ ગાય છે. તેનું દૂધ વેચીને તે દર મહીને ૩૦ હજારની બચત કરે છે.

છાણનો સદઉપયોગ કરવા માટે તેણે ત્રણ ટનનો ગોબર ગેસ પ્લાન્ટ બનાવ્યો. તેમાંથી રોજના લગભગ ૩૦ કીલોગ્રામ ગોબર ગેસ મળે છે. તેનો ઉપયોગ તે ઘરમાં ખાવાનું બનાવવા માટે કરે છે.

જરૂરિયાત વાળા લોકોને નાના સિલેંડરમાં કમ્પ્રેશરથી ગેસ ભરીને મફતમાં આપે છે, પરંતુ હવે આ મફતમાં ગેસ નહિ વહેચે. તેમણે ગેસના સિલેંડરોમાં ભરીને વેચવાની તૈયારી કરી લીધી છે. તેના માટે ૧૦ ટનનો ગોબર ગેસ પ્લાન્ટ બનાવવાની પણ તૈયારી છે.

તેનાથી રોજના લગભગ ૨૦૦ કિલોગ્રામ ગેસનું ઉત્પાદન થશે. જેનાથી ૧૪ મોટા એલપીજી સિલેંડર ભરી શકાશે. તે એક સિલેંડર માત્ર ૪૦૦ રૂપિયામાં ભરશે. તેના માટે તેમણે કમ્પ્રેશર મશીન ખરીદી લીધું છે.

૨૫ કિલોગ્રામ ગેસ માંથી ચાર કલાક ચાલે છે નળકૂપ :-

કવીન્દ્ર ગોબર ગેસ માંથી જ પંપસેટ પણ ચાલે છે. ૨૫ કિલોગ્રામ ગેસ માંથી તેનો દસ હોર્સપાવરનું એન્જીન ચાર કલાક ચાલે છે. તેનાથી તે પોતાના ખેતરની સિંચાઈ કરી લે છે. એન્જીનને ચાલુ કરતી વખતે તેને થોડો ડીઝલ ખર્ચ કરવો પડે છે.

કેવી રીતે ભરે છે સિલેંડરમાં ગેસ :-

ગોબર ગેસ પ્લાન્ટ માંથી નીકળતા ગેસના પાઈપને તે કમ્પ્રેશર મશીન સાથે જોડી દે છે. કમ્પ્રેશર મશીનના બીજા ભાગ માંથી નીકળતા પાઈપને સિલેંડર સાથે જોડી દે છે. ત્યાર પછી મશીનને વીજળી કે બેટરીથી ચાલુ કરી દે છે. થોડી જ વારમાં ગેસ સિલેંડર ભરાઈ જાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.