છેવટે ભોલેનાથે કેમ લીધો હતો હનુમાનજીનો અવતાર, જાણો તેનો રોચક પ્રસંગ.

ભગવાન શિવેજીને બધા દેવતાઓમાં સૌથી ઝડપથી ખુશ થવા વાળા દેવતા માનવામાં આવે છે, તમે લોકોએ ભગવાન શિવજી સાથે જોડાયેલી ઘણી કથાઓ સાંભળી હશે, એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા ઘણા જ સરળ છે. જે ભક્ત પોતાના સાચા મનથી તેમનું સ્મરણ કરે છે, તેનો અવાજ ભોળેનાથ જરૂર સાંભળે છે અને પોતાના ભક્તોની સહાય માટે જરૂર આવે છે, એવી અસંખ્ય માન્યતાઓ છે. જે ભગવાન શિવજી સાથે જોડાયેલી છે.

તમે લોકોએ દરેક જગ્યાએ ભગવાન શિવજીની ઘણી બધી વાતોની ચર્ચા સાંભળી હશે, પણ આજે અમે તમને એક એવો ભગવાન શિવ સાથે જોડાયેલા પ્રસંગ વિષે જણાવવાના છીએ. જે મહાબલી હનુમાનજીના જન્મ સાથે જોડાયેલી છે. જેમ કે તમે જાણો છો કે ભગવાન શિવેજીને કુલ 12 રુદ્ર અવતાર લીધા હતા અને આ બધા અવતારમાં શ્રેષ્ઠ અવતાર મહાબલિ હનુમાનજીનો અવતાર માનવામાં આવે છે,

આમ તો મહાબલિ હનુમાનજીના જન્મને લઇને ઘણી વાર્તાઓ જાણીતી છે. જે શાસ્ત્રો મુજબ જોવામાં આવે તો, મહાબલિ હનુમાનજીનાં જન્મથી લઈને બે તિથિઓ દર્શાવવામાં આવી છે, પહેલીમાં મહાબલિ હનુમાનજીને ભગવાન શિવજીનો અવતાર માનવામાં આવે છે, તે અનુસાર હનુમાનજીની માતા અંજનીએ શિવજીની ઘોર તપસ્યા કરી હતી ત્યારે મહાબલી હનુમાનજીએ પુત્ર સ્વરૂપમાં જન્મ લીધો હતો.

જો આપણે શાસ્ત્રો મુજબ જોઈએ, તો તેમાં એક બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન શિવજીએ પવન દેવના રૂપમાં પોતાની રુદ્ર શક્તિનો અંશ યજ્ઞ કુંડમાં અર્પણ કર્યું હતું, આ શક્તિ અંજનીના ગર્ભમાં પ્રવેશ થયો હતો તેથી ચિત્ર શુક્લ પક્ષની પુનમે મહાબલિ હનુમાનજીનો જન્મ થયો હતો,

આ વાર્તા ખૂબ જ પ્રચલિત છે અને મોટાભાગના લોકો એવા છે તે આ વાત ઉપર વિશ્વાસ કરે છે, તેના આધારે ભગવાન શિવજી પણ પ્રસન્ન થઇ જાય છે, એવું જણાવવામાં આવે છે કે રાવણનો અંત કરવા માટે ભગવાન વિષ્ણુજીએ રામજીનો અવતાર લીધો હતો.

જેમ કે ભગવાન શ્રી રામજીની સેવા કરવા માટે બધા દેવતાઓએ અનેક પ્રકારના અવતાર લીધા હતા, ત્યારે ભગવાન શિવેજીએ પણ પોતાનો રૂદ્ર અવતાર લીધો હતો, શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ મળે છે કે ભગવાન વિષ્ણુજીને સેવકનું વરદાન પ્રાપ્ત થયું હતું ભગવાન શિવજી હનુમાન અવતારમાં તેમના સેવક બનીને આવ્યા હતા અને રામ રાવણના યુદ્ધમાં હનુમાનજીએ શ્રીરામજીની મદદ કરી હતી.

વર્તમાન સમયમાં મહાબલિ હનુમાનજીને અઝર અમર દેવતા માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે, જે ભક્તો પોતાના સાચી શ્રદ્ધા સાથે મહાબલિ હનુમાનજીની પૂજા અર્ચના કરે છે, તેમની ઉપર હંમેશાં મહાબલિ હનુમાનજીનુંની કૃપા દ્રષ્ટિ જળવાઈ રહે છે. મહાબલી હનુમાનજીના ભક્તોની સંકટ દૂર કરવા વાળા માનવામાં આવે છે, હનુમાનજી પોતાના ભક્તોની પૂજા અર્ચના નથી જોતા પરંતુ તેમની સાચા મનને જુવે છે

જે લોકોનું મન ચોખ્ખું હોય છે. તેમની ઉપર મહાબલી હનુમાનજીની કૃપા દ્રષ્ટિ હંમેશા જળવાયેલી રહે છે અને દરેક સંકટમાં મહાબલી હનુમાનજી પોતાના ભક્તોનું રક્ષણ કરે છે, આજકાલના સમયમાં પણ સૌથી વધુ લોકો એવા છે. જે રામ ભક્ત હનુમાનજી ઉપર સૌથી વધુ વિશ્વાસ કરે છે અને સંકટ સમયમાં તેનું સ્મરણ કરે છે.