છેવટે હોટેલના રૂમના બેડ પર શા માટે પાથરેલી હોય છે? સફેદ ચાદર, બુકિંગ કરાવતા પહેલાં જરૂર જાણી લો આ કારણ.

હોટેલ મોટી હોય કે નાની ત્યાં પથારીમાં પાથરવામાં આવતી ચાદરનો રંગ સફેદ જ હોય છે. પરંતુ શું તમે તેની પાછળના કારણને જાણો છો? આમ કરવા પાછળ જે 5 કારણ હોય છે તે ખૂબ જ રસપ્રદ છે. આવો જાણીએ ખરેખર શું છે તે ખાસ કારણ.

શાંતિ :-

માનવામાં આવે છે કે સફેદ રંગ આંખોને શાંતિ આપે છે. જેટલું સારું સફેદ રંગ જોઈને મળે છે તેટલી શાંતિ કોઈ બીજા રંગ જોઈને નથી મળતી. આ જ કારણ છે કે તે પવિત્ર અને સ્વચ્છ પણ માનવામાં આવે છે.

ગંદુ :-

ચાદરનો રંગ સફેદ હોવાનું કારણ તેની ગંદકી જ હોય છે, આ હોટલ કર્મચારીઓની નજરમાં પણ ઝડપથી આવે છે. જેનાથી તેઓ તેને બદલવામાં સરળતા રહે છે.

ધોવું સરળ :-

સફેદ ચાદર ઉપર ભૂલથી જો કોઈ ડાઘ પણ લાગે છે તો તેને ધોવું સરળ રહે છે. હોટેલમાં સફેદ ચાદરને સાફ કરવા માટે ઘણીવાર બ્લીચનો ઉપયોગ કરવામાં આવે છે. આમ કરવાથી કપડાં પર રહેલા બધા જંતુઓ પણ નાશ પામે છે.

સ્ટ્રેસને દૂર રાખે છે :-

ઘણીવાર લોકો રજાઓમાં પોતાના સ્ટ્રેસને દુર કરવા માટે ફરવા જાય છે. એવામાં હોટેલના રૂમમાં પાથરવામાં આવેલી સફેદ બેડશીટ તેમને પોતાની તરફ આકર્ષિત કરે છે. મનોચિકિત્સકો મુજબ હોટલનો રૂમ જેટલો સ્વચ્છ હશે ગેસ્ટ એટલુ જ સારું અનુભવશે.

ખાસ કારણ :-

1990 ના દાયકા પહેલા, હોટેલમાં રંગીન ચાદરોનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમની જાળવણી કરવી સરળ હતી કેમ કે તેમા પડેલા ડાઘ છુપાઈ જતા હતા. ત્યાર પછી, વેસ્ટિનના હોટેલ ડિઝાઇનરોએ એક સંશોધન કર્યું, જેમાં કહેવામાં આવ્યું કે ગેસ્ટ માટે એક લક્ઝરી બેડનો અર્થ શું થાય છે? ત્યાર પછી ગેસ્ટની હાઇજીનને ધ્યાનમાં રાખીને સફેદ બેડશીટનું ટ્રેંડ ચાલ્યો.

આ સિવાય પણ બીજા ફાયદા અમારા ધ્યાનમાં ના હોય અને આપને ખબર હોય તો અવશ્ય કોમેન્ટ બોક્ષમાં લખશો. જેથી બીજાને પણ ખ્યાલ આવે સાથે સાથે અમે પણ એ જાણીને આમાં ઉમેરો કરી શકીએ. બ્રેન સ્ટોર્મિંગ કરવાથી બ્રેન પાવરમાં ઘણો વધારો થાય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.