ચીને પણ માની ભારતની પ્રભુતા, આ વસ્તુ ખરીદવા માટે આપણી સામે લંબાવો પડ્યો ડ્રેગન હાથ.

ચીનને પણ હવે ભારતનું મહત્વ સમજાયું, ખરીદવી પડી હજારો ટન આ વસ્તુ આપણી પાસેથી.

ચીન દુનિયાને વસ્તુઓની નિકાસ કરવા માટે ઓળખાય છે, પણ તેના પર કોરોનાની એવી માર પડી છે કે, તેણે આયાત કરવા માટે ભારત તરફ વળવું પડ્યું છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉપક્રમ ભીલાઈ સ્ટીલ પ્લાન્ટ (બીએસપી) માં ઉત્પાદિત થયેલા લોખંડની ગુણવત્તાની શ્રેષ્ઠતા ચીને સ્વીકાર કરી લીધી છે.

ચીને બીએસપીને 60 હજાર ટન બિલેટ (ઠોસ લોખંડના બીમ) ના પુરવઠાનો ઓર્ડર આપ્યો છે. બીએસપીએ લોકડાઉન દરમિયાન બનાવેલા 50 હજાર ટન બિલેટની સપ્લાઈ એપ્રિલ અને મે ની વચ્ચે કરી છે. તેમાં 10 હજાર ટનનું પાર્સલ ગુરુવારે વિશાખાપટ્ટનમ માટે રવાના કરવામાં આવ્યું.

ચીનમાં શરૂ નથી થઈ રહી સ્ટીલની ફેક્ટરીઓ :

બીએસપીના અધિકારીઓએ જણાવ્યું કે, કોરોના સંકટને કારણે ચીનની મોટી સ્ટીલ ફેક્ટરીઓ ચાલું નથી થઈ રહી. આ કારણે સેકન્ડરી સ્ટીલ ઉત્પાદક કારખાનાની જરૂરિયાતો ભીલાઈ સ્ટીલ પ્લાન્ટ પૂરું કરી રહ્યું છે. એપ્રિલથી અત્યાર સુધી 50 હજાર ટન બિલેટનો પુરવઠો ચીનને પૂરો પાડવામાં આવ્યો છે.

ચીનમાં આ લોખંડને રોલ કરીને સળિયા વગેરે બનાવવામાં આવશે. ચીનથી મળેલા ઓર્ડરને બીએસપી જવા દેવા માગતું નહતું. એટલે સ્ટીલ મેલ્ટિંગ શોપ-3 અને બિલેટ યાર્ડમાં નાઈટ શિફ્ટમાં પણ કામ ચાલી રહ્યું છે, જેથી ચીનનો ઓર્ડર પૂરો કરવામાં આવી શકે.

આ કારણે વધી બીએસપીની સાખ :

સ્ટીલ એક્ઝિક્યુટિવ ફેડરેશન ઓફ ઈંડિયા (સેફી) ના ચેયરમેન નરેંદ્ર કુમાર બંછોરનું કહેવું છે કે, બીએસપીની સાખ વધતી જઈ રહી છે. ગુણવત્તાની બાબતમાં ભારત દુનિયાનો બીજો સ્ટીલ ઉત્પાદક દેશ છે. આજ કારણ છે કે ચીનથી સીધો ઓર્ડર મળી રહ્યો હતો. હવે ત્યાંની એજન્સીઓ દ્વારા ઓર્ડર મળવા શુભ સંકેત માનવામાં આવી રહ્યા છે. એસએમએસ-3 દ્વારા છેલ્લા નાણાકીય વર્ષમાં 8100 ટન કાસ્ટ બિલેટ્સની નિકાસ ફિલિપિન્સ અને લગભગ 800 ટન કાસ્ટ બિલેટ્સની નિકાસ નેપાલને કરવામાં આવી હતી.

વગર લક્ષણો વાળા કેસથી પરેશાન છે ડ્રેગન :

ચીનમાં કોરોના સંક્રમણના કેસ મળવાનો સિલસિલો અટકી નથી રહ્યો. ખાસ કરીને વગર લક્ષણો વાળા દર્દીઓએ ચીનની મુશ્કેલી વધારી દીધી છે. ચીનમાં વુહાનથી કોરોના સંક્રમણના 39 નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી 35 દર્દીઓમાં સંક્રમણના લક્ષણ દેખાઈ નથી રહ્યા. ચીન સંક્રમણના બીજા તબક્કાને રોકવા માટે વુહાન શહેરના એક કરોડ બાર લાખ લોકોની તપાસ કરી રહ્યું છે. જણાવી દઈએ કે, વુહાનમાં લક્ષણ વગરના 284 લોકોને કોરેન્ટાઈન કેંદ્રમાં રાખવામાં આવ્યા છે.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.