અમદાવાદી મહિલાએ બનાવ્યું ચોકલેટનું રામ મંદિર, PM મોદીને આપવા માંગે છે ભેટ

અમદાવાદી એક મહિલાએ ચોકલેટમાંથી બનાવ્યું રામ મંદિર, પીએમ મોદીને ભેટ આપવા માંગે છે

અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનની તૈયારીઓ પુરી થઈ ગઈ છે. 5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂમિ પૂજનમાં ભાગ લેવાના છે. એવામાં અમદાવાદમાં ભગવાન રામનું ચોકલેટનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર રામ ભક્ત શિલ્પા ભટ્ટે બનાવ્યું છે. શિલ્પા ભટ્ટ વ્યવસાયથી એક ચોકલેટ મેકર છે. શિલ્પાએ 15 કિલો ચોકલેટમાંથી ભગવાન રામના મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી છે.

દેખાવમાં તે એકદમ અયોધ્યાના રામ મંદિર જેવું છે. 15 કિલો ચોકલેટના આ મંદિરને બનાવવામાં શિલ્પાને 12 કલાક લાગ્યા છે. તેમાં ચોકલેટના પિલર્સ અને ગર્ભગૃહ બનાવવામાં આવ્યા છે. તેની સાથે રામ મંદિરની જેમ એક આખો માળ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

શિલ્પા છેલ્લા 4 વર્ષથી ચોકલેટની વસ્તુઓ બનાવી રહી છે :

શિલ્પા ભટ્ટનું કહેવું છે કે, તે આ મંદિર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટના રૂપમાં આપવા માંગે છે. જો પ્રધાનમંત્રી સુધી આ ચોકલેટ મોડલ નહિ પહોંચાડી શકી તો તેને નાના-નાના બાળકોમાં ભગવાન રામના પ્રસાદના રૂપમાં વહેંચી દેશે. શિલ્પા ભટ્ટ સતત આ પ્રકારે ચોકલેટમાંથી અલગ-અલગ પ્રતિકૃતિ બનાવતી આવી રહી છે. છેલ્લા 4 વર્ષથી તે ચોકલેટની વસ્તુઓ બનાવી રહી છે.

જુઓ ફોટા :

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.