ચોમાસામાં પાચન શક્તિ બદલાવાથી શરીરમાં શક્તિની અછત થાય છે, એટલા માટે ખાન-પાનમાં આ સાવચેતી જરૂર રાખવી.

ચોમાસામાં પાચનતંત્રમાં ફેરફાર થવાથી શરીરમાં જણાય છે શક્તિની ઉણપ, પણ ખાન-પાનમાં આ સાવચેતી રાખીને તેનાથી બચી શકો છો

ચોમાસામાં કઈ વસ્તુ ખાવી જોઈએ

એકદમ પાકી (ચડી) ગયેલો ખોરાક ખાવ

આદુનો વધુ ઉપયોગ કરો

હિંગ, લવિંગ, તજ પણ ખાવ

ખાવામાં મીઠા લીમડાનો ઉપયોગ કરો

સલાડ અથવા પાણીમાં જીરું પાવડર નાખો

નિષ્ણાતોની સલાહ – આવા ખોરાક અને પીણાં ખાવા પીવાથી તે સરળતાથી પચી જાય છે, જેથી શરીરને એનર્જા મળે

વરસાદ અને શ્રાવણ માસમાં જે લોકો પાચન તરફ ધ્યાન આપતા નથી, તેમને ફંગલ અને ગેસ્ટ્રોના ચેપનું જોખમ વધી જાય છે.

શ્રાવણ માસ આવી ગયો છે. પરંતુ આ વખતે શ્રાવણ મહિનો કોરોનાની વચ્ચે આવી ગયો છે. આ મહિનો તહેવારો અને મેળાઓનો તહેવાર છે. વરસાદ અને વાનગીની સીઝન, ખેતી અને ખેડુતોની સીઝન પણ છે.

પરંતુ ચોમાસા આવતાની સાથે પહેલાથી જ લોકો વધુ સજાગ પણ થઈ જાય છે. ખાસ કરીને ખાવા પીવા, આરોગ્યને લઈને અને આવવા જવા ઉપર.

રાયપુરમાં ડાયટિશિયન ડો. નિધિ પાંડેય કહે છે કે ચોમાસાની શરૂઆત થતા જ આપણી પાચન શક્તિ થોડી બદલાય જાય છે. તેનાથી શરીરની શક્તિમાં ઘટાડો આવી જાય છે અને કામ કરવાની ક્ષમતા પણ ઓછી થઇ જાય છે. શરીરને પોષક તત્વોની જરૂર પડે છે. આ સિવાય વરસાદના સમયમાં શરીરને વિટામિન ડી પણ મળતું નથી. તેનાથી પણ શરીરમાં નબળાઇ આવે છે.

આ કારણોને લીધે ચોમાસા દરમિયાન અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં ખોરાક પચતો નથી, તેથી એવું ભોજન કરો, જે સરળતાથી પચી જાય અને તે ખાવાથી શરીરને શક્તિ મળે.

ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એમ્સ) માં રુમેટોલોજી વિભાગના એચઓડી ડો. ઉમા કુમાર કહે છે કે વરસાદ અને શ્રાવણ મહિનામાં જે લોકો પાચન તરફ ધ્યાન આપતા નથી તેઓને ફંગલ અને ગેસ્ટ્રો-ઇન્ફેક્શનનું થવાનું જોખમ વધી જાય છે. જો કે, ઉપવાસ રહેવાથી ખૂબ વધુ અસર નથી પડતી. આ વખતે કોરોના પણ છે, તેથી લોકોને વધુ કાળજી લેવાની જરૂર છે, કારણ કે લોકો સામે ફ્લૂ અને કોરોના વચ્ચેનો તફાવત સમજવામાં પણ મુશ્કેલી ઉભી થઇ શકે છે.

ચોમાસામાં કઈ વસ્તુ પીવી જોઈએ

ઉકાળો

બનાવવાની રીત

બે કપ પાણી

10-12 મીઠા લીમડાના પાન

પાણી ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લો

પછી ગાળીને પીઈ લો

કઈ વસ્તુ પીવી

ગ્રીન ટી

બ્લેક ટી

બ્લેક કોફી લો તે વજન ઘટાડવામાં, સ્કીન કોષોમાં પણ મદદ કરે છે

આદુનો ઉપયોગ વધુ કરો –

ડોક્ટર ફીડમાં ખાવામાં વધુમાં વધુ આદુના સેવનની ભલામણ કરે છે. એવું કહેવામાં આવે છે કે આદુ શરીરને ડી-ટોક્સ કરે છે. તેનાથી પાચન સિસ્ટમ સારી રહે છે. બ્લડ પ્રેશરની સમસ્યા પણ થતી નથી. તેથી શ્રાવણ મહિનામાં આદુની ચા સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ હોય છે. તેનાથી શરદી, ખાંસી અને તાવ થવાની પણ શક્યતા ઘણી ઓછી થઇ જાય છે. અને જો હોય પણ છે તો પણ આપણે જલ્દી સ્વસ્થ થઈ જઈશું.

સ્પ્રાઉટસમાં સીડ્સ ખાવ

પંપકિન સીઈસ

સન-ફ્લાવર સીઇસ

સેસમિ સીઇસ

હેમ્પ સીઇસ

ફલેકસીડ

આ કુદરતી વસ્તુ છે. તે ખાવાથી શરીરને શક્તિ મળે છે અને ભૂખ પણ લાગે છે. તળવા શેકવાની પણ જરૂર નથી. બસ પલાળીને ખાવ. પાચન પણ સારું રહે છે.

આ બાબતો ઉપર વધુ ધ્યાન આપો –

ડો. ઉમા કહે છે કે વ્યક્તિગત પાચન તરફ ધ્યાન ન આપવાના કારણે પેટ ખરાબ થવાનો ભય પણ વધારે રહે છે, ખાસ કરીને શેરી વિક્રેતાઓ પાસેથી ખાવાનું લઈને ખાવાથી.

વરસાદની ઋતુમાં ઘણી જગ્યાએ અતિશય ભેજ હોવાને કારણે પણ પાચનમાં સમસ્યા વધી જાય છે. તેથી સ્વયંની સ્વચ્છતા ઉપર પણ ઘણું ધ્યાન આપવાની જરૂર છે.

ચોમાસામાં શું ન ખાવું જોઈએ

જો પાચન અને ગેસની સમસ્યા છે તો

દૂધ ન પીવો

ખાસ કરીને મલાઈ વાળું દૂધ બિલકુલ ન ઉપયોગ કરો

દૂધ વાળી ચા પીવાથી દુર રહો

દહીં ખાવાથી દુર રહો

પનીર ખાવાથી દુર રહો

પ્રોટીનની ચિંતા છે તો સોયાબીનની બરી ખાવ. છાશ પી શકો છો, પરંતુ હિંગ અને જીરા સાથે.

ચોમાસામાં કઈ વસ્તુ ખાવાથી દુર રહેવું

કાચી વસ્તુ

ઘણું વધુ તળેલું શકેલું

વધુ ગ્રેવી અને કેલેરી વાળી વસ્તુ

લસણ-ડુંગળી તમે નક્કી કરો ખાવી છે કે નહિ

લીલા પાંદડા વાળા શાકભાજી

ઠંડી વસ્તુ ખાવાથી દુર રહો

સુર્યસ્થ થયા પછી ખાવાનું ટાળો

આ વસ્તુ જાતે નક્કી કરો કે ખાવી કે નહીં

ડો. નિધિ કહે છે કે ડુંગળી-લસણને ખાવું કે ન ખાવું તે તમે જાતે નક્કી કરો. જો તે ખાવામાં કોઈ તકલીફ થતી હોય તો ન ખાવું, જો કોઈ તકલીફ ન થતી હોય તો તે ખાવ. પરંતુ જો તમે તેને ચટણી તરીકે ખાવ છો, તો તે વધુ સારું રહેશે.

લીલા પાંદડાવાળા શાકભાજીઓને પણ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે ચોમાસામાં દરમિયાન તેમાં વધુ બેક્ટેરિયા હોય છે અને પાંદડામાં સડો પણ હોય છે.

ચોમાસામાં સવાર-સાંજ હુંફાળું પાણી જરૂર પીવો. ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળો, કારણ કે આ વસ્તુઓ તમારી રોગ પ્રતિકારક શક્તિને પડકારી શકે છે. ખાસ કરીને, ત્યારે જ્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે. મોટા ભાગના રોગો રોગપ્રતિકારક શક્તિ નબળી થવાને કારણે જ થાય છે.

ચોમાસામાં કઈ બીમારીઓ થાય છે

ડાયરિયા

ઉલટી-ઝાડા

ફંગલ ઇન્ફેકશન

ફૂડ પોયઝ્નીંગ

વાયરલ ઇન્ફેકશન

ગળું ખરાબ થવું

તાવ-ઉધરશ

ચોમાસામાં બીમારીઓ સામે કેવી રીતે રક્ષણ મેળવવું

પર્સનલ પાચન ઉપર ધ્યાન આપો

બહારનું ખાવાનું ન ખાવ

વાસી વસ્તુ ન ખાવ

વરસાદમાં પલળવાથી દુર રહો

ચોમાસામાં આ વસ્તુઓથી દુર રહો

ડો.ઉમા કુમાર કહે છે કે વરસાદની ઋતુ છે, ભેજ વધારે છે, વારંવાર હવામાન પણ બદલાતું રહે છે. આ કારણોને લીધે સ્વાસ્થ્ય બગડવાની દહેશત વધારે રહે છે. કોરોના વાયરસ પણ છે, તેથી અમુક વસ્તુઓ ટાળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બનારસ, અયોધ્યા, હરિદ્વાર સહિત દેશના ઘણા શહેરો અને સ્થળો ઉપર શ્રાવણ માસ દરમિયાન મેળા પણ યોજવામાં આવે છે. પરંતુ, આ સમયે કોરોના ફેલાયેલો છે, તેવામાં મેળાઓનું આયોજન કરવું તો શક્ય જ નથી. તેમ છતાં પણ ક્યાય પણ જો નાના મોટા મેળા ક્યાંક યોજવામાં આવે છે, તો ત્યાં જવાનું ટાળો.

કાવડ યાત્રાઓમાં પણ મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે, પરંતુ આ વખતે કોરોના છે, તેથી પહેલા તો પ્રયત્ન કરો કે આ વસ્તુથી દુર રહીએ. જો તમે જાવ તો પણ દુર દૂર ચાલો. બહારનું જમવાનું ટાળો.

વરસાદમાં સાપ પણ વધુ નીકળે છે, ખાસ કરીને ગામડાઓમાં તેથી તમે બહાર નીકળો છો, તો ખાસ કાળજી લો, જમીન તરફ જોઇને જ ચાલો. ઘાસવાળા વિસ્તારોમાં જવાનું ટાળો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.