ફક્ત 5 મિનિટની મહેનત અને ચમકી જશે તમારું રસોડું, જાણો કઈ રીતે.

આ ટિપ્સ તમને રસોડું ચમકાવવામાં કરશે મદદ, ઓછા સમયમાં પૂરું થઇ જશે તમારું સફાઈકામ. ઘરમાં સૌથી વધારે સાફ રાખવામાં આવતી કોઈ જગ્યા હોય તો તે છે રસોડું. રસોડામાં ખાવાનું બને છે અને એટલા માટે તે જરૂરી છે કે ખાવાનું બનાવવાની જગ્યાને હંમેશા સાફ રાખવામાં આવે. રસોડાનો ઉપયોગ કર્યા પછી આપણે રસોડાની મહત્વની જગ્યાઓ જેવી કે સિંક, રસોડાનું પ્લેટફોર્મ અને વાસણ તો રોજ સાફ કરીએ જ છીએ.

પણ રસોડાનો અમુક ભાગ અથવા સામાન એવો પણ હોય છે જે આપણે દરરોજ સાફ નથી કરી શકતા, અને તે શક્ય પણ નથી. કારણ કે તે કામનો બોજ વધારી દે છે. પણ આજે અમે તમને અમુક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે 5-10 મિનિટમાં તમારા ઘરના રસોડાને ચમકાવી શકો છો.

ટિપ્સ : રસોડાની સાફ-સફાઈ માટે ઉત્તમ રહેશે કે તમે એક કેલેન્ડર બનાવી લો. તેમાં એ લખી દો કે કઈ-કઈ વસ્તુઓની સફાઈ ક્યારે અને કેટલા દિવસો પછી કરવાની છે. એવું કરવાથી કામ સરળ થઈ જશે અને સાફ-સફાઈ બોજ પણ નહિ લાગે.

kitchen cleaning tips
kitchen cleaning tips

અઠવાડિયામાં એક વાર કરવાવાળા કામ :

રસોડામાં રહેલો અમુક સામાન એવો હોય છે, જેને અઠવાડિયામાં એક વાર સાફ કરવો જરૂરી છે. તેમાં વાસણ ધોવા વાળા સ્ક્રબર, સ્પંજ વગેરેને ધોયા પછી તડકામાં અથવા હવાદાર જગ્યા પર મૂકી દેવા જોઈએ.

રસોડાનો સામાન સાફ કરતા સમયે રસોડાના બારી-દરવાજા ખોલી દો. જેથી જામેલી ધૂળ-માટી સાફ-સફાઈ કરવા પર બહાર નીકળી જાય અને રસોડામાં તાજી હવા આવે.

અઠવાડિયામાં એક વાર ફ્રીઝમાં રહેલા સામાનને તપાસી લો. જુના અથવા ખરાબ સામાનને કાઢીને અલગ કરી દો. જો કોઈ ખાવાનો સામાન 3-4 દિવસથી રાખ્યો હોય તો તેને બહાર કાઢી લો.

અઠવાડિયામાં એક વાર રસોડામાં બધા રેક્સ, ઓવન, મિક્સર, ટોસ્ટર અને ગેસ બર્નર સાફ કરી લેવા જોઈએ.

રસોડામાં ઉપયોગમાં લેવાતા ડસ્ટર એટલે કે રસોડાના કપડાંને સાફ કરો.

kitchen cleaning tips
tips for kitchen cleaning

મહિનામાં એક વાર સાફ કરવા વાળા સામાન :

જયારે આપણે તળેલી વસ્તુઓ બનાવીએ છીએ, ત્યારે ગેસ સ્ટવની આસપાસની દીવાલો પર તેલ જામી જાય છે. તેને મહિનામાં એક વાર સાફ કરી લેવી જોઈએ. જો ચીમની હોય તો તેમાં પણ ઘણું બધું તેલ જામી જાય છે, એટલે તેને પણ સાફ કરી લેવી જોઈએ.

ફ્રીઝની સફાઈ ઘણી જરૂરી છે. મહિનામાં એકવાર ફ્રીઝની સફાઈ જરૂર કરવી જોઈએ. ફ્રીઝમાં રહેલો સામાન બહાર કાઢો અને ફ્રિઝની અંદરના ભાગને ભીના કપડાંથી સાફ કરી દો. બધા રેક્સ અને ટ્રે ને કાઢીને પાણીથી સાફ કરો.

રસોડામાં રહેલા મસાલાના ડબ્બા સાફ કરી લો. ધ્યાન રહે કે ડબ્બાના ઢાંકણ સારી રીતે લગાવેલા હોય જેથી સાફ કરતા સમયે પાણી અંદર ના જાય.

આ માહિતી પકવાન ગલી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.