ફક્ત ખાંસી કે છીંકથી નથી ફેલાતો કોરોના, સ્વસ્થય વ્યક્તિ પણ ફેલાવી શકે છે સંક્રમણ

જાણો કેવી રીતે સ્વસ્થ્ય વ્યક્તિ પણ ફેલાવી શકે છે કોરોનાનો ચેપ, જાણવા ક્લિક કરો

કોરોના વાયરસ વિશે રોજ નવી નવી માહિતી બહાર આવી રહી છે. જેમ કે તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે, આ વાયરસ એવા લોકોથી પણ ફેલાય છે જે સ્વસ્થ લાગતા હોય અને જેમાં રોગના કોઈ લક્ષણ ન હોય. તેનો અર્થ એ કે ખાંસી અને છીંક્યા વિના પણ વાયરસ ફેલાઈ શકે છે.

કોવિડ -19 ની શરૂઆતમાં, એવું માનવામાં આવતું હતું કે કોરોના પોઝિટિવ દર્દીઓના ખાંસી અથવા છીંક લેવાથી તેમના શ્વાસ દ્વારા હવામાં ફેલાયેલા વાયરસ ચેપ ફેલાવે છે. પરંતુ નવો અભ્યાસ તે વાતની વિરુદ્ધ છે. તેના પરિણામો દર્શાવે છે કે, આ વાયરસ ખાંસી અથવા છીંક્યા વિના પણ એક બીજામાં ફેલાય શકે છે. સિંગાપોરના વૈજ્ઞાનિકો તેમના અભ્યાસ દરમિયાન એક ચોંકાવનારી હકીકતથી માહિતગાર થયા.

અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, લગભગ 10% ના ચેપનું કારણ તે લોકો છે જેમાં કોરોના વાયરસના કોઈ જ લક્ષણો જોવા મળતા નથી. તેઓ સ્વસ્થ લાગે છે અને આ કારણોસર તેઓ તપાસને પણ ટાળે છે. પરંતુ જ્યારે આ લોકો અન્ય લોકોની વચ્ચે જાય છે, ત્યારે તેઓ અજાણતાં જ રોગનું કારણ બની જાય છે.

આ સંશોધનનાં પરિણામો ઉપરાંત, અન્ય ઘણા સંશોધન પણ તેની તરફ નિર્દેશ કરે છે. લક્ષણો વગર પણ બીમાર પડેલા અને બીમારી ફેલાવી રહેલા દર્દીઓનું એક સારું ઉદાહરણ ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ શિપ પણ છે. તે જાપાનમાં અઠવાડિયાઓ સુધી ક્વોરન્ટાઇન (સંસર્ગનિષેધ) માં રહી કારણ કે, તેના તમામ 712 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, જેમાંથી 334 લોકો તેવા હતા જેમાં રોગના કોઈ પણ લક્ષણો જોવા મળ્યા ન હતા.

આને ધ્યાનમાં રાખીને Centers for Disease Control and Prevention (CDC) એ કોવિડ-19 ના ચેપ ફેલાવા ઉપર નવી પદ્ધતિથી કામ શરૂ કર્યું છે. આના અંતર્ગત એવા લોકોને શામેલ કરવામાં આવી રહ્યા છે, જેમનામાં કોરોનાનાં કોઈ લક્ષણ નથી પરંતુ જે કોરોનાના ચેપી કે દર્દીના સંપર્કમાં આવી ચુક્યા હોય.

સિંગાપોરમાં થયેલ આ અભ્યાસ સીડીસીમાં પ્રકાશિત થયો. સિંગાપોરમાં જાન્યુઆરીના મધ્યથી માર્ચના મધ્યભાગ સુધીમાં કોરોનાના 243 કેસ હતા. તેમાં 157 લોકો એવા પણ શામેલ હતા જેમની મુસાફરીનો કોઈ ઇતિહાસ નથી. વૈજ્ઞાનિકોએ આ બધાને અધ્યયનમાં શામેલ કર્યા. તેમાં જાણવા મળ્યું છે કે, કહેવાતા પૂર્વ-લક્ષણવાદી લોકોએ 7 જુદા જુદા જૂથોમાં ચેપ ફેલાવ્યો હતો. આમાંનો એક કેસ તદ્દન અલગ હતો.

એક 52 વર્ષીય મહિલા કોરોનાના ચેપથી સંક્રમિત થઈ ગઈ કારણ કે, તે ચર્ચની તે બેઠક(સીટ) ઉપર બેઠી હતી, જેના ઉપર પહેલા બે પ્રવાસી બેઠા હતા. આ પ્રવાસીઓ તે સમયે ઠીક હતા, પણ પછી તેઓ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. ચર્ચમાં લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા આ વાત સામે આવી. આ અગાઉ પણ ચીનમાં હાથ ધરાયેલા એક અધ્યયનમાં પણ આવા જ પરિણામો જોવા મળ્યા હતા.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે આ અંગે નિષ્ણાંતો સાથેની કરેલી વાતના આધારે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. તે મુજબ, કોવિડ -19 ચેપગ્રસ્ત લોકોમાં ત્રીજા ભાગના લોકો એવા છે, જે કોરોના પોઝિટિવ હોય છે પરંતુ તેમ છતાં પણ તેઓમાં ક્યાં તો લક્ષણ નથી દેખાતા અથવા તો ખૂબ ઓછા લક્ષણો ધરાવે છે.

આ રહસ્યમય વાયરસનો આ ગુણ તેને એટલી ઝડપથી આખા વિશ્વમાં ફેલાવી ચુક્યો છે. એવું જોવા મળ્યું હતું કે 10% કરતા પણ વધારે કેસોમાં વાયરસ ફેલાવવા માટે તે લોકો જવાબદાર રહ્યા, જેમાં બીમારીના કોઈ લક્ષણ ન હતા. સ્વસ્થ દેખાવાને કારણે તેમણે સતત વાહક તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું

સીડીસી જણાવે છે કે, તેઓ એસિમ્પ્ટોમેટિક (જેમાં કોઈ લક્ષણો નથી) અને લક્ષણો દેખાતા પહેલાં બંને પ્રકારના દર્દીઓ પર કામ કરી રહ્યા છે, પરંતુ હજી પરિણામ આવવાના બાકી છે. આ સંદર્ભે સીડીસીના ડિરેક્ટર ડો. રોબર્ટ રેડફિલ્ડનું માનવું છે કે, કોરોના ચેપથી આશરે 25% લોકોમાં કોઈ લક્ષણ નથી જોવા મળતા. આસ્ટિનમાં યુનિવર્સિટી ઓફ ટેક્સાસના સંશોધનકર્તા લરેન એન્સેલ મેયર્સના જણાવ્યા અનુસાર, લોકોએ કોઈ એવા સાથે મળતી વખતે ખૂબ સભાન રહેવું પડશે. જે સ્વસ્થ દેખાય છે.

આ અભ્યાસના પરિણામ આવવા ઉપર ડબ્લ્યુએચઓના માસ્ક સંબંધી માર્ગદર્શન ઉપર પણ અસર પડી શકે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તંદુરસ્ત લોકોને માસ્ક પહેરવાની જરૂર નથી. જો સ્વસ્થ દેખાતા લોકો પણ કોરોના પોઝિટિવ નીકળી રહ્યા છે, તો પછી તેઓ ખરેખર અજાણતાં જ આ રોગ ફેલાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, દરેકે માસ્ક પહેરવું જોઈએ ભલે તે પોતાને બીમાર અનુભવે કે નહિ.

University of Washington ના બાયોલોજીસ્ટ કાર્લ બર્ગસ્ટ્રોમ આનાથી સંમત છે. તેઓ કહે છે કે, જો તમે બીમાર છો અને તમને એ ખબર જ નથી તો પણ તમારા માસ્ક પહેરવાથી ઓછામાં ઓછા અન્ય લોકોનો બચાવ પણ થઇ શકશે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.