કોરોના પછી હવે ચીનમાં પૂરથી વિનાશ, 1961 પછી પહેલી વાર અધધધ ભયંકર વરસાદ.

ચીનમાં કોરોના પછી પૂરનો પ્રકોપ, અહીં 1961 પછી પહેલી વાર થયો આટલો ખતરનાક વરસાદ

કોરોના પછી હવે ચીનમાં પુરથી પરિસ્થિતિ ખરાબ છે. 1961 પછી પહેલીવાર ચીનમાં આટલા મોટા પાયે વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે અબજો રૂપિયાનું નુકસાન થયું છે.

બેજિંગ, રોયટર્સ. વિશ્વવ્યાપી કોરોનાવાયરસનો ચેપ ફેલાવ્યા પછી હવે ચીન પૂરથી પરેશાન છે. છેલ્લા 6 દાયકામાં ચીને આટલો વધુ વરસાદ પહેલા ક્યારેય જોયો ન હતો, જેના કારણે અહીંયાના તમામ શહેરો જાણે પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

સ્થિતિ એ ઉભી થઇ ગઈ છે કે અહીંયા લોકો રોડ ઉપર હોડી લઈને નીકળી રહ્યા છે. રોડ ઉપર પાર્ક કરેલી કારો સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગયેલી જોવા મળે છે. વુહાન, હુબેઈ જેવા રાજ્યોમાં ચારે બાજુ પાણી જ જોવા મળે છે. પાણીને રોકવા માટે માટીની હંગામી દિવાલો બનાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ પૂરને કારણે ચીનને અત્યાર સુધીમાં 8 અબજ ડોલરથી વધુનું નુકસાન થઇ ગયું છે. ચીનના તમામ શહેરોમાં ઘણા મોટા પર્યટક સ્થળો પણ આ પૂરને કારણે પ્રભાવિત થયા છે.

જૂન મહિનાથી વરસાદ પડી રહ્યો છે

આ વર્ષે જૂન મહિનાથી જ ચીનમાં વરસાદ પડી રહ્યો છે, જે હજી પણ ચાલુ છે. ભારે વરસાદને કારણે ચીનની સૌથી લાંબી નદી યાંગત્સેમાં પુર આવી ગયું. વર્ષ 1961 પછી ચીન વરસાદનો રેકોર્ડ રાખી રહ્યું છે. આ રેકોર્ડ મુજબ 1961થી અત્યાર સુધી આ પ્રકારનો વરસાદ અગાઉ નોંધાયો ન હતો. તેમજ તેમના રેકોર્ડમાં આ પ્રકારનો વરસાદ અગાઉ ક્યારે પણ નોંધવામાં આવ્યો નથી. વરસાદને કારણે અત્યાર સુધીમાં અહિયાં 140 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે અને ઘણા લોકો ગુમ છે.

પહેલા કોરોના હવે પૂર

કોરોના રોગચાળાને કારણે ચીનની અર્થવ્યવસ્થા પહેલેથી જ બરબાદ થઈ ગઈ છે. હવે ચીન સામે પૂરમાંથી બહાર આવવું એક અલગ પડકાર બની ગયો છે. 6 દાયકામાં આવેલા આ મોટા પૂરને કારણે ચીનના કેટલાક મોટા શહેરોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

વુહાનમાં પૂર

યાંગત્સે નદી હુબેઈ રાજ્યમાંથી પસાર થાય છે. વુહાન આ રાજ્યનું પાટનગર છે. વુહાનથી કોરોના રોગચાળાની શરૂઆત પણ થઈ હતી. અહેવાલો અનુસાર પૂરની સૌથી વધુ અસર હુબેઇ રાજ્ય ઉપર પડી છે. અહીંયા કરોડો રૂપિયાનું નુકસાન થઇ ગયું છે.

ચીનમાં આવેલા પૂરને કારણે અબજોનું નુકસાન

અત્યાર સુધીમાં પૂરને કારણે ચીનને આઠ અબજ ડોલરથી વધુનું નુકસાન થઇ ચુક્યું છે. કોરોનાને કારણે અહીંયાની સૌથી મોટી માંસ બજાર પહેલાથી જ બંધ થઈ ગયું છે, ઉપરાંત ઘણા મોટા પર્યટક સ્થળો પણ પૂરથી પ્રભાવિત થયા છે. અર્થવ્યવસ્થા સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

યાંગત્સે સૌથી લાંબી નદી

યાંગત્સે ન માત્ર ચીનની પરંતુ એશિયાની સૌથી લાંબી નદી છે. યાંગત્સે સિવાય ચીનની પીલી નદી, ઝુંજિયાંગ અને તાઇહૂ તળાવ પણ પાણીના જોખમના ચિન્હથી ઉપર છે. આ નદીઓ જે જે વિસ્તારોની આસપાસથી પસાર થઈ રહી છે ત્યાં ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.

નવો રેકોર્ડ, ૩૩ નદીઓ પોતાના સૌથી ઊંચા સ્તર ઉપર

સખત વરસાદ પછી ચીનમાં 33 નદીઓ પોતાના સૌથી ઊંચા સ્તર ઉપર પહોંચી ગઈ છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં આખુ અઠવાડિયુ વરસાદના બંધ થવાની કોઈ સંભાવના નથી. આવી સ્થિતિમાં એવું અનુમાન કરવામાં આવી શકે છે કે હવે અહિયાં પૂરના કારણે કેટલું નુકશાન થશે.

433 નદીઓ અને તળાવો લાલ લાઇનથી ઉપર

ચીનના જળ વિભાગનું કહેવું છે કે દેશમાં 433 નદીઓ અને મોટા તળાવો છે, હાલમાં તે તમામમાં પાણીનું સ્તર લાલ લાઇન (ચેતવણીનું સ્તર) ની ઉપર પહોંચી ગયું છે. જૂનની શરૂઆતથી જ ચીનમાં સતત વરસાદ પડી રહ્યો છે. હાલમાં આ અઠવાડિયામાં પણ તે બંધ થવાની કોઈ સંભાવના નથી.

લાપતા છે લોકો

ચીનના ઇમરજન્સી મંત્રાલય અનુસાર અત્યાર સુધી 141 લોકો ગુમ થયા છે અથવા તો તેઓ જીવ ગુમાવી ચૂક્યા છે. આ ઉપરાંત પૂરને કારણે લગભગ 28,000 ઘરોને નુકસાન પહોંચ્યું છે. જે લોકો ગુમ થયા છે તે લોકોની શોધ કરવામાં આવી રહી છે પરંતુ કોઈ ભાળ મળી હોવાનું જાણવા મળ્યું નથી.

ઘણા ભાગોમાં રેડ એલર્ટ જાહેર કરાયું

ચીનના ઘણા વિસ્તારો પૂરનો સામનો કરી રહ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ યાંગત્સે નદી અને તાઈ તળાવની છે. યાંગત્સે ખીણની આસપાસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે લોકો સજાગ બની જાય. પૂરથી બચવા માટે પોતે જ કોઈ વ્યવસ્થા કરી લે અથવા સલામત સ્થળે પહોચી જાય.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.