રસોડામાં મુકેલા મસાલા સૂંઘવાથી જ ખબર પડી જશે તમને કોરોના છે કે ફલૂ? વૈજ્ઞાનિકોએ બનાવી લિસ્ટ

તમને કોરોના છે કે ફ્લુ તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ બનાવી લિસ્ટ, તમારે ફક્ત રસોડામાં જઈને સુંઘવા પડશે મસાલા

ભારતમાં કોરોના વાયરસ એક ઘાતક મહામારી બનીને પ્રવેશ કરી ચુક્યો છે. અત્યાર સુધી દેશમાં તેનાથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા 8400 થઈ ગઈ છે, જયારે 273 લોકો આ વાયરસથી જીવ પણ ગુમાવી ચુક્યા છે. કોરોના વાયરસ અને સામાન્ય ફલૂના લક્ષણ ઘણા કેસોમાં એક જેવા દેખાય છે.

એવામાં તે સમજવું મુશ્કેલ થઇ જાય છે કે, તમને કોરોના વાયરસનું સંક્રમણ છે કે પછી સામાન્ય શરદી-ખાંસી. જોકે હવે તમે જલ્દી જ ઘરે બેઠા કોરોનાના લક્ષણોની સાચી ઓળખ કરી શકશો. રસોડામાં રાખેલા મસાલાથી કોરોના અને ફલૂમાં સરળતાથી ફરક ખબર પડી શકે છે.

રિપોર્ટ અનુસાર, 38 દેશોના 500 થી વધારે વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસને લઈને કુલ સવાલોની યાદી તૈયાર કરી છે. તેનાથી સરળતાથી જાણી શકાય છે કે, કોઈ વ્યક્તિને કોવિડ-19 છે કે પછી સામાન્ય શરદી ખાંસી, અને શું તેણે કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ? હાલમાં તેને ભારતમાં લાગુ કરવા માટે નૈતિક મંજૂરી મળવાની રાહ જોવી પડશે. મંજૂરી મળ્યા પછી આ પ્રશ્નાવલીના અથવા એપને ભારત સરકારના આરોગ્ય સેતુ સાથે જોડવામાં આવશે.

કયા મસાલા ચાખવા પડશે?

આ એક પ્રકારનો સર્વે છે, જેમાં તમારે રસોડામાં ઉપલબ્ધ મસાલા અને બુટીઓને ચાખીને જવાબ આપવો પડશે. તેના આધાર પર રિઝલ્ટ ખબર પડશે. રસોડામાં રાખેલા મસાલા જેવા કે, હળદર, જીરું, તજ, વરિયાળી, મરી, જેઠીમધ, સરસવ, લવિંગ ચાખીને અથવા સૂંઘીને તમને ખબર પડી શકે છે કે, તમને સામાન્ય શરદી-ખાંસી છે કે પછી કોરોનાનું સંક્રમણ.

જણાવી દઈએ કે, ભારતના સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઓર્ગેનાઇઝેશન (સીએસઆઈઓ) ના ડો. રિતેશ કુમાર, ડો. અમોલ પી. ભોંડેકર અને ડો. રિશમજીત સિંહ પણ આ સમૂહમાં કામ કરી રહ્યા છે. તેમજ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, નેશનલ સેંટર ફોર બાયોલોજીકલ સાયંસીસ અને આઈઆઈટી દિલ્લીના વૈજ્ઞાનિક પણ આનો ભાગ છે, જે શ્વાસની બીમારી થવા પર સુંઘવા અને સ્વાદ આવવાની શક્તિ ઓછી થવાની થિયરી પર કામ કરી રહ્યા છે.

શું છે કોરોના વાયરસ?

કોરોના વાયરસનો સંબંધ વાયરસના એવા પરિવાર સાથે છે, જેના સંક્રમણથી ખાંસીથી લઈને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા થઈ શકે છે. આ વાયરસને પહેલા ક્યારેય જોવામાં નથી આવ્યો. આ વાયરસનું સંક્રમણ ડિસેમ્બરમાં ચીનના વુહાનમાં શરૂ થયું હતું. ડબ્લ્યુએચઓ અનુસાર તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ તેના લક્ષણ છે. અત્યાર સુધી આ વાયરસને ફેલાવાથી રોકવાવાળી કોઈ રસી બની નથી.

શું છે આ બીમારીના લક્ષણ?

તેના લક્ષણ ફલૂને મળતા આવે છે. સંક્રમણના ફળ સ્વરૂપ તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, નાક વહેવું અને ગળું છોલાવવું જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે. આ વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. એટલા માટે તેને લઈને ઘણી સાવધાની વર્તવામાં આવી રહી છે. અમુક કેસોમાં કોરોના વાયરસ ઘાતક પણ હોઈ શકે છે. ખાસ કરીને વધારે ઉંમરના લોકો અને જેને પહેલાથી અસ્થમા, ડાયાબિટીસ અને હૃદયની બીમારી છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.