ક્રિકેટ વિશ્વ કપની સૌથી મોંઘી ટિમ છે ભારત, 194 કરોડ રૂપિયા છે કિંમત

મિત્રો ક્રિકેટ પ્રેમીઓ ઘણી આતુરતાથી ક્રિકેટ વિશ્વ કપની રાહ જોઈ રહ્યા છે. અને દરેક દેશની ટીમ જાહેર થઈ ગઈ છે. ભારતે પણ ક્રિકેટ વિશ્વ કપ માટે ટીમ જાહેર કરી દીધી છે. અને ટૂંક સમયમાં જ તેઓ ક્રિકેટ વિશ્વ જીતવાના કરોડો લોકોના સ્વપ્નને લઈને ઇંગ્લેન્ડ જવા રવાના થશે. આ વખતે મોટા ભાગના ક્રિકેટ પ્રેમીઓની નજર ભારતની ક્રિકેટ ટીમ પર રહેલી છે. કારણ કે આપણી ટીમનું પર્ફોમન્સ સૌથી ઉત્તમ કક્ષાનું છે, અને તે વિશ્વ કપ જીતવા માટે સક્ષમ પણ છે.

સાથે સાથે એ પણ જણાવી દઈએ કે, ઇંગ્લેન્ડમાં યોજાનારા આઈસીસીના એક દિવસીય વિશ્વ કપ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમ લગભગ 194 કરોડ રૂપિયાની છે, જે મેગા ટુર્નામેન્ટમાં ભાગ લેવા વાળી સૌથી મોંઘી ટીમ હશે. રાષ્ટ્રીય પસંદગીકારોએ બેધડક કહ્યું હતું કે, વિશ્વ કપ માટેની ટીમ પસંદ કરતી વખતે આઈપીએલ પ્રદર્શન કોઈ મહત્વ નથી રાખતું. પરંતુ ટીમમાં પસંદ કરવામાં આવેલા તમામ ખેલાડી આઈપીએલની આઠ ટીમો માંથી સાત ટીમોનો ભાગ છે. માત્ર રાજસ્થાન રોયલ્સ જ માત્ર એવી ટીમ છે, જેમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓ માંથી કોઈ પણ વિશ્વ કપની ટીમમાં સામેલ નથી.

વિજય શંકર કેન્દ્રીય કરારમાં સામેલ ન થવા વાળા એકમાત્ર ખેલાડી :

વિશ્વ કપ ટીમના ભારતીય ખેલાડીઓને બીસીસીઆઈ તરફથી મળતા કેન્દ્રીય કરાર અને આઈપીએલ હરાજીની કિંમતને જોવામાં આવે તો ૧૫ ખેલાડીઓની કુલ કિંમત ૧૯૩.૭ કરોડ રૂપિયા થાય છે. આ ૧૫ ખેલાડીઓમાં ઓલરાઉન્ડર વિજય શંકર જ એવા ખેલાડી છે, જેની પાસે કોઈ કેન્દ્રીય કરાર નથી. ભારતીય કેપ્ટન કોહલી, વાઈસ કેપ્ટન રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ પાસે ૭-૭ કરોડ રૂપિયાનો કેન્દ્રીય કરાર સામેલ છે.

કેદાર જાધવ અને કાર્તિક ૧ કરોડના ગ્રેડમાં સામેલ :

મહેન્દ્ર સિંહ ધોની, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ ૫-૫ કરોડ રૂપિયાના ગ્રેડમાં છે. કેદાર જાદવ અને દિનેશ કાર્તિક ૧-૧ કરોડના ગ્રેડમાં છે. આ ખેલાડીઓના ગ્રેડને જોવામાં આવે તો તેમના વાર્ષિક કરારની કિંમત કુલ ૬૨ કરોડ રૂપિયા થાય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેયર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે, અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેયર કરવાંથી એ જો કોઈ એક વ્યક્તિના જીવન માં ઉપયોગ માં આવી જાય, તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.