વીજળીનો કરંટ લાગવાથી જો થઇ જાય મૃત્યુ તો આ ઉપાય પાંચ મીનીટમાં બચાવી શકે છે વ્યક્તિનો જીવ

આમ તો જીવન અને મૃત્યુ ઉપરવાળા ના હાથમાં હોય છે પણ ક્યારેક ક્યારેક માણસ પણ પોતાની સમજણથી બીજાનો જીવ બચાવી શકે છે. હવે જેમ કે ભેજવાળી ઋતુમાં હંમેશા ભેજનું પ્રમાણ વધી જાય છે જેને કારણે ખુલ્લા પડેલા વીજળીના તારમાં કરંટ આવી શકે છે. તેવામાં જો કોઈ વ્યક્તિને કરંટ લાગવાથી મૃત્યુ થઇ જાય તો પણ તમારી પાસે તેને બચાવવાની તક હોય છે જેના થી તમે તેને મરવાથી બચાવી શકો છો.

હવે તમે વિચારી રહ્યા હશો કે આવું કેવી રીતે બની શકે છે તો જો તમને અમારી ઉપર વિશ્વાસ ન આવે તો ડોક્ટર ની વાત પણ સાંભળી લો અને જાણીએ કે છેવટે આવી સ્થતિમાં શું કરી શકાય છે? ગુજ્જુ ફેન ક્લબ માં આજે અમે તમને જણાવિસુ

તેના વિષે હાર્ટ કેયર ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પદ્મશ્રી ડૉ. કે.કે. અગ્રવાલ એટલે જે હ્રદયના ડોક્ટર છે તેમણે જણાવેલ કે જો કરંટ લાગવાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ પણ થઇ જાય તો પીડિતને કાર્ડિયોપ્લમનરી રીસસીટેશન (સીપીઆર) ની જુની ટેકનીક ૧૦ ફોર્મ્યુલા પ્રયોગ કરીને ૧૦ મિનીટમાં ભાનમાં લાવી શકાય છે અને આ ટેકનીકમાં પીડિતનું હ્રદય ઓછામાં ઓછું પ્રતિ મિનીટ ૧૦૦ વખત દબાવવામાં આવે છે. આમ તો આ રીત હોસ્પીટલો માં પણ ઉપયોગ કરવામાં આવે છે પણ ત્યાં હાથથી હ્રદયને દબાવવાને બદલે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.

આવી રીતે આપણે વીજળીના કરંટ લાગ્યા પછી પીડિતને તેનાથી બચાવી શકીએ છીએ. આમ તો તમને વીજળીના તાર વિષે પણ ખબર હશે તો તેનાથી પણ તમને ઘણી મદદ મળશે. તો આવો અમે તમને જણાવીએ કે ક્યા તારને ક્યા તાર સાથે જોડવામાં આવે છે અને કોને નહી.

અર્થિંગનો તાર :-

હવે એ તો ખબર હશે કે સોકેટમાં ત્રણ પીન વાળા કાણા હોય છે અને સોકેટની ઉપર વાળા કાણામાં લાગેલા જાડા તારને અર્થિંગ કહેવામાં આવે છે. આ સોકેટમાં આ અર્થિંગનો તાર લીલા રંગનો અને ન્યુટલ તાર કાળા રંગનો હોય છે જયારે લાલ રંગનો તાર હોય છે. આવી રીતે તમે તેને તેના રંગ મુજબન સરળતાથી ઓળખી શકો છો. અર્થિંગ તારનો રંગ શરૂઆત થી જ લીલો રાખવામાં આવે છે.

હવે સામાન્ય રીતે જોવામાં આવે તો જયારે કરંટ વાળા તારને ન્યુટલ તાર સાથે જોડવામાં આવે છે. ત્યારે વીજળી પ્રવાહિત થશે એટલે આર પાર જવાનું શરુ થઇ જાય છે. પણ જો કરંટ વાળા તાર ને અર્થિંગ મળી જાય તો તેનાથી પણ વીજળી પ્રવાહિત થાય જ છે પણ અર્થિંગ તારને ન્યુટલ સાથે જોડ્યા પછી વીજળી પ્રવાહિત થતી નથી.

તે સમજવું થોડું મુશ્કેલ જરૂર છે પણ જો તમે તેને એક વખત સમજી લો તો ત્યાર પછી તમે ઘણા લોકોને કરંટ લાગવાના મુશ્કેલ સમયમાં બચાવી શકો છો. હવે તમને જણાવી આપીએ કે જેવી રીતે લીલો રંગ સુરક્ષાનો રંગ માનવામાં આવે છે તેવી જ રીતે અર્થિંગને પણ સુરક્ષા માટે જ લગાવવામાં આવે છે જે લિક વાળી વીજળીને નુકશાન પહોચાડ્યા વગર સીધો જમીનમાં મોકલી આપે છે અને આવી રીતે અકસ્માત થતો અટકી જાય છે.

અર્થિંગની તપાસ દર છ મહિના પછી જરૂર કરાવો :-

ધ્યાન રાખશો કે અર્થિંગની તપાસ દર છ મહિના પછી જરૂર કરાવો. કેમ કે સમય અને ઋતુ સાથે તે પણ ઘસાતો રહે છે, ખાસ કરીને વરસાદના દિવસોમાં એટલા માટે અર્થિંગને ક્યારે પણ હળવાશથી ન લેશો અને તેને સુરક્ષા તાર સમજીને ક્યારે પણ ધ્યાન બહાર ન કરો, નહી તો અકસ્માત થઇ શકે છે. આમ તો તમે પોતે પણ તેની તપાસ સરળતાથી કરી શકો છો. જેમ કે ટેસ્ટ લેપ નો પ્રયોગ કરીને પણ અર્થિંગની તપાસ થઇ શકે છે. જો કરંટ અને અર્થિંગ વાળા તાર થી બલ્બ સળગાવીને જોવામાં આવે અને આ બે તારને જોડવાથી બલ્બ ન સળગે તો સમજી લેવું કે અર્થિંગમાં જરૂર કોઈ ખરાબી છે.

અમે જોયું છે કે તારની સાચી જાણકારી ન હોવાને કારણે લોકો હંમેશા અર્થિંગને હળવાશમાં લઇ લે છે અને તેનો ખોટો ઉપયોગ કરે છે. તે કરંટ વાળા અને અર્થિંગના તારને હંમેશા કાયમી રીતે એક સાથે જોડી દેવાય છે અને તેમને લાગે છે કે તેનાથી તેમની વીજળીની તકલીફ દૂર થઇ જશે પણ તે ખતરનાક પણ બની શકે છે. તેથી વીજળીના તારને હંમેશા જોઈ વિચારીને જ ઉપયોગ કરો.

વીજળીના ઝટકાથી બચવા માટે હંમેશા આ વાતનું ખાસ ધ્યાન રાખો. :-

સૌથી પહેલા ઘરમાં અર્થિંગના તારની યોગ્ય વ્યવસ્થાનું ધ્યાન રાખો અને તે સિવાય ક્યારે પણ વીજળીના સાધનોનો ઉપયોગ ન કરો. ખાસ કરીને ત્યારે જ્યારે તેનો ઉપયોગ પાણીના કોઈ ઉપયોગ માટે કરવામાં આવી રહેલ હોય કેમ કે પાણી કરંટના પ્રવાહની ગતી વધારી દે છે.

તેથી ભેજ વાળી જગ્યામાં વધુ ધ્યાન રાખવું. સાથે જ એ પણ ધ્યાન રાખો કે કામ ચલાવવાની ગણતરીએ ક્યારે પણ બે પીન વાળા અર્થિંગના સાધનોનો ઉપયોગ ન કરો. આમ તો તેની ઉપર પ્રતિબંધ પણ લાગવો જોઈએ જેથી કોઈ અકસ્માત ન બની શકે. સાથે જ ત્રણ પીન વાળા પ્લગનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખો કે ત્રણે તાર સારી રીતે જોડાયેલ હોય અને પીન પણ ખરાબ ન હોય.

માચીસની સળીઓનો ઉપયોગ ક્યારે પણ ન કરવો :-

સૌથી મહત્વની વાત એ કે તારને સોકેટમાં નાખવા માટે માચીસની સળીનો ઉપયોગ ક્યારે પણ ન કરવો અને કોઈપણ તારને ત્યાં સુધી ન અડો, જ્યાં સુધી વીજળી બંધ ન કરી દેવામાં આવેલ હોય. નહી તો કરંટ લાગવાનો ભય રહે છે. અર્થિંગના તારને ન્યુટલ ના વિકલ્પ તરીકે ઉપયોગ ન કરો અને બધા સાંધા ઉપર વીજળી વાળી ટેપ જ લગાવો, નહી કે સેલોટેપ.

બેંડેડગીઝરના પાણીનો ઉપયોગ કરતા પહેલા ગીઝરને જરૂર બંધ કરી દો અને હીટર પ્લેટનો ઉપયોગ પણ ખુલ્લા તાર સાથે ન કરવો. નહી તો જે તારના પ્લગ ન હોય તે ક્યારે પણ ઉપયોગ ન કરવો.

એક ઘરેલું નુસખા એ પણ છે કે ઘરમાં સુકા, પાણીથી પલળેલા ન હોય તેવા રબરના ચપ્પલ પહેરો. ઘરે મીની સર્કટબ્રેકર અને અર્થ લિક સર્કટબ્રેકરનો હંમેશા ઉપયોગ કરો જે સમય આવ્યે વીજળીના પ્લગો ને કોઈ નુકશાન ન પહોચાડી શકે.

ફ્રીજના હેન્ડલ ઉપર કપડું બાંધીને રાખો :-

મેટલીક વીજળીના સાધનો એટલે મેટલની વસ્તુ ક્યારે પણ નળ પાસે ન રાખો. મેટ અને રબરના સ્ટેંડ વાળા કુલર સ્ટેંડ વીજળીના સાધનોને સુરક્ષિત રાખી શકે છે. માત્ર સુરક્ષિત તારો અને ફ્યુજનો જ ઉપયોગ કરો. આમ તો તમે કોઈપણ સામાન્ય ટેસ્ટર થી કરંટના લિક થવાનું જાણી શકો છો.

ફ્રીજના હેન્ડલ ઉપર પણ કપડું બાંધીને રાખો. હંમેશા તે વાતનું ધ્યાન રાખો કે દરેક વીજળીના સાધનો સાથે જે સુચના જણાવવામાં આવે છે તે જરૂર વાચો.

યુએસ માં ઉપયોગમાં લેવાય છે ૧૧૦ વોલ્ટની સરખામણીએ ભારતમાં ૨૨૦ વોલ્ટનો ઉપયોગ હોવાને કારણે અહિયાં કરંટથી મૃત્યુની દુર્ઘટના વધુ થાય છે અને ડીસીની સરખામણીમાં આવા કરંટ વધુ ખતરનાક છે અને તમને જાણીને નવાઈ લાગશે કે ૧૦ એમએ થી વધુને આવા કરંટ એટલી વધુ મજબુતી થી હાથ પકડી લે છે કે હાથ દુર કરવો અશક્ય બની જાય છે. તેથી પોતાની સુરક્ષાનું હંમેશા ધ્યાન રાખો.

કરંટ લાગ્યા પછી પાંચ મીનીટની અંદર જ કરો આ ખાસ ઉપાય તો બચી શકે છે જીવ :-

જો તમને કરંટ લાગી પણ જાય તો કરંટ લાગવાની આ સ્થિતિમાં યોગ્ય રીતે જ ઈલાજ કરવો ઘણો જરૂરી હોય છે. તેથી સૌથી પહેલા મેઈન સ્વીચ બંધ કરી દો કે તાર લાકડીથી તે વ્યક્તિ પાસેથી દુર કરી દો પણ તે વ્યક્તિને વીજળીથી બચાવવા માટે તમારા હાથનો ઉપયોગ ન કરવો તેનાથી તમને પણ ઝટકો લાગી શકે છે.

કાર્ડિયો પ્લમનરી શ્વાસ લેવાની પ્રક્રિયા તરત જ શરુ કરી દે છે. કલીનીક તરીકે એટલે ડોક્ટર તરીકે એક મૃત વ્યક્તિની છાતી માં એક ફૂટ ના અંતરે થી જ એક જોરદાર ધક્કો લગાવી તેને ભાનમાં લાવી શકાય છે. ડૉ. અગ્રવાલ પણ જણાવે છે કે એકદમ તેજ કરંટ લાગવાથી કલીનીકલ મૃત્યુ ૪ થી ૫ મિનીટની અંદર જ થઇ જાય છે.

તેથી કોઈપણ ઉપાય કરવા માટે સમય ઘણો ઓછો હોય છે. તેવામાં દર્દીને હોસ્પિટલ લઇ જવાનો સમય નથી હોતો તેથી ત્યાં જ તે સમયે તે ઉપાયનો ઉપયોગ કરો અને તે વ્યક્તિના હ્રદયને સારી રીતે દબાવીને છાતી થી ધક્કો આપો જેથી તમારી આ આશા ભરેલ પ્રયત્નથી કોઈનો જીવ બચી શકે.
આમ તો મરવું કોઈને ગમતું નથી પણ મૃત્યુ ઉપર કોઈનો કંટ્રોલ નથી. તેવામાં જો તમે કોઈને જીવન આપીને આનંદ આપી શકો તો તેનાથી તમારું પણ ભલું જ થશે. તો આ ટેકનીક ને સમજો અને સુરક્ષાનું હંમેશા ધ્યાન રાખો.

બને તો આ ગુજ્જુ ફેન કલબની ટેકનીકને વધુમાં વધુ શેર અને લાઇક કરો તમારી લાઇક જોઇને કોઈ આ ટેકનીક સમજી લેશે તો આ ટેકનીકથી કોઈનો જીવ બચવાનું પુણ્ય કમાશો તમે. આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે તમને.