૧૫ ગજબ ટીપ્સ નો આ પહેલો ભાગ છે આવા ઘણા ભાગ આવશે, દાદીમાના ૧૫ નુસ્ખા ભાગ – ૧

૧૫ ગજબ ટીપ્સ નો આ પહેલો ભાગ છે આપણે આ ભાગ ખુબ આગળ સુધી લઇ જવાના છીએ ઘણા આવા ભાગ આવશે. સૌથી લાભદાયક વાત એ છે કે આની કોઈ જ સાઈડ ઈફેક્ટ થતી નથી.

૧. બળી ગયેલા દૂધની વાસ દુર કરવા માટે તેમાં પાન નાં બે પત્તા નાખીને થોડી મિનીટ સુધી ઉકાળો.

૨. કરમાઈ ગયેલી કે વાસી શક્ભાજીને ફરીથી તાજી કરવા માટે ઠંડા પાણીમાં લીંબુ નીચોવીને તેમાં શકભાજી પલાળી દો.

૩. જો થાળીમાં લોટ ચોટવાથી પરેશાન છો તો ગૂંથતા પહેલા થાળીમાં થોડું મીઠું લગાડી દો, લોટ ચોટશે નહી.

૪. જો બજારમાંથી લાવેલ દેશી ઘીમાંથી ખરાબ વાસ આવે છે તો તેને ખુબ ગરમ કરીલો. હવે તેમાં થોડું મીઠું છાંટી દો. આમ કરવાથી ઘી ની વાસ એકદમ દુર થઇ જશે.

૫. જો તમે પાપડ કડક રાખવા માગો છો તો પાપડના ડબ્બા માં થોડા મેથીના દાણા મૂકી દો. અને ઘી ચોપડી ને શેક શો તો ઘી માં તળ્યા હોય એવા થશે.

૬. ફ્રિજને ક્યારેય ખાલી ચાલુ ન રાખો, જોતેમાં કઈ જ નથી તો તેમાં થોડી બોટલ પાણીની મૂકી દો.

૭. બટેટા ઉકળતી વખતે તેની ઉપર થોડું મીઠું છાંટી દો,આવું કરવાથી બટેટા ફાટશે નહિ અને છોલવામાં પણ સરળતા રહેશે.

૮. ફ્રીજની અંદર સાફ કરેલો ફુદી ના નાં જુમખા રાખવાથી ફ્રીજની અંદરની હવા માં સુગંધ નહી આવે.
જો સુગંધિત ચા કે કોફી બનાવવા માગો છો તો પાણીમાં સંતરા ના સુકા ફોતરા નાખીને ઉકાળી લો. હવે આ પાણીથી ચા કે કોફી બનાવો.

૧૦. જો દીવાલ ઉપર થોડા સમય માટે પોસ્ટર ચોટાડવા છે તો તેને ટુથ પેસ્ટ થી ચોટાડો. તેનાથી દીવાલ ઉપર નિશાન પણ નહિ પડે અને ખુબ જ સરળતાથી ઉતરી પણ જશે.

૧૧.જો આંખોમાં કોઈ ઉતેજક કે તીખી વસ્તુ પડી ગઈ છે તો આંખોને ધોઈને તેમાં એક બે ટીપા મધ નાખો, તરત જ આરામ મલી જશે.

૧૨.ટામેટા નો સૂપ બનાવતી વખતે તેમાં થોડો ફુદીનો નાખી દો. તેનાથી સૂપ લચકદાર થશે.

૧૩. ચોપડીઓને ઉધઈ થી બચાવવા માટે ચોપડીયો વાળા કબાટમાં તમાકુ ની થોડી પત્તિ મૂકી દો.

૧૪. ગળાના કળા લીટા મટાડવા માટે સિંધવ મીઠું અને લીંબુનો રસ ભેળવીને લગાદો.

૧૫. દૂધ વગરની ચા પીવાથી પેટનો દુઃખાવો મટે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.