આ રીતે ઘરે જ બનાવો ઉત્તર ભારતના ફેમસ અને ટેસ્ટી ‘દાળ ફરા’, જાણો સરળ રીત.

સવારના નાસ્તામાં કંઈક અલગ અને ટેસ્ટી ખાવાનું મન થાય છે, તો ઘરે બનાવો ટેસ્ટી ‘દાળ ફરા’. જયારે વાત સવારના નાસ્તાની આવે છે, તો દરેક હાઉસવાઈફ માટે રોજ ઘરવાળાને નવી વાનગી પીરસવાનો પડકાર ઉભો થાય છે. આમ તો વાનગીનું જયારે નવું હોવા સાથે ટેસ્ટી હોવું પણ જરૂરી હોય તો તેની પસંદગી ઘણી વધુ મુશ્કેલ બની જાય છે. આમ તો ઘણી બધી વાનગી છે, જેને તમે ઘરે ટ્રાઈ કરી શકો છો. પરંતુ થોડુ અલગ ખાવાનું મન થઇ રહ્યું હોય તો તમે ‘દાળ ફરા’ બનાવીને તમારી અલગ ખાવાની ઈચ્છાને શાંત કરી શકો છો.

ઉત્તર ભારતમાં ‘દાળ ફરા’ને ભકોસા પણ કહેવામાં આવે છે. આ વાનગી ખાસ કરીને તહેવારો કે કરવા ચોથના તહેવાર ઉપર બનાવવામાં આવે છે. તે બનાવવી ઘણી જ સરળ છે અને તે ઘણી જ ટેસ્ટી થાય છે. તો આવો આજે અમે તમને ઘરે ‘દાળ ફરા’ બનાવવાની સરળ રીત જણાવીએ.

ઘરે આ સરળ સ્ટેપ્સને ફોલો કરી બનાવો ‘દાળ ફરા’.

સામગ્રી

1½ કપ ચણાની દાળ

2 લીલા મરચા ઝીણા કાપેલા

2 કપ ચોખાનો લોટ

1 ½ કપ પાણી

3-4 લસણની કળીઓ

1 નાની ચમચી અજમો

1 નાની ચમચી હળદર

1 નાની ચમચી જીરું

2 મોટી ચમચી તેલ

1 ચમચી કોથમીર ઝીણી કાપેલી

મીઠું સ્વાદમુજબ

બનવાની રીત :

સ્ટેપ 1 : ‘દાળ ફરા’ બનાવવા માટે તમારે સૌથી પહેલા ચોખાને પીસીને તેનો લોટ તૈયાર કરી લેવો જોઈએ. તમે ધારો તો બજાર માંથી તૈયાર ચોખાનો લોટ પણ લાવી શકો છો.

સ્ટેપ 2 : ચોખાના લોટ સાથે સાથે દાળના ફરા બનાવવા માટે ઘણું જરૂરી છે કે તમે ચણાની દાળને લગભગ 4-5 કલાક માટે પલાળીને રાખી દો. તમે ધારો તો આખી રાત પણ દાળને પલાળીને રાખી શકો છો. બીજા દિવસે સાવાર સુધી દાળ સારી રીતે ફૂલી જશે.

સ્ટેપ 3 : પછી તમે સારી રીતે ફૂલી ગયેલી દાળને મિક્સીમાં પીસી લો. એ વાત નું ધ્યાન રાખો કે દાળને વધુ પાતળી ન પીસો. તેના માટે દાળને પીસતી વખતે ઓછામાં ઓછું જ પાણી નાખો.

સ્ટેપ 4 : હવે પીસેલી દાળમાં લીલા મરચા, લસણ, જીરું, કોથમીરના પાંદડા, હળદર અને મીઠું નાખી લો. આ મિશ્રણને સારી રીતે ભેળવો અને સ્ટફિંગ માટે અલગ મૂકી દો.

સ્ટેપ 5 : હવે તમારે ફરે બનાવવા માટે ચોખાના લોટને ગુંદવો પડશે. તેની નાની નાની લુઈઓ બનાવો અને તેમાં દાળનું સ્ટફિંગ ભરી દો અને તેને ભજીયાનો શેપ આપી દો.

સ્ટેપ 6 : હવે એક કડાઈમાં પાણી ગરમ કરો. આ પાણીમાં અજમો અને મીઠું નાખો. હવે થોડી વાર માટે ધીમા તાપ ઉપર ફરાને પાણીમાં નાખીએ ઉકાળો ત્યાર પછી આ ફરાને સ્ટીમ કરવા માટે 8 થી 10 મિનીટ માટે મૂકી દો. જો તમારા ઘરમાં સ્ટીમર નથી તો તમે ઈડલીના સાધનનો ઉપયોગ પણ કરી શકો છો.

સ્ટેપ 7 : જો તમે ધારો તો પાકી ગયા પછી ફરાને નાના નાના શેપમાં કાપી લો અને તેને તેલમાં ફ્રાઈ કરી લો. તમે ફરાને સ્ટીમ કર્યા પછી લીલી ચટણી સાથે ફ્રાય કર્યા વગર પણ પીરસી શકો છો. આ રેસીપી તમને પસંદ આવી હોય તો તેને શેર અને લાઈક જરુર કર અને આવા પ્રકારની બીજી પણ સરળ રેસીપીજ વાચવા માટે જોડાયેલા રહો ગુજ્જુ ફન ક્લબ સાથે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.