ધમકીઓ પછી પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ ડિલીટ કરી ટાઈમ્સ સ્કવેર પર શ્રીરામના ફોટા વાળી ટ્વીટ

ટાઈમ્સ સ્કવેર પર શ્રીરામના ફોટા વાળી ટ્વીટ કરવા પર પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાને મળી ધમકીઓ, ડીલીટ કરી ટ્વીટ

અયોધ્યામાં બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું. રામ મંદિર ભૂમિ પૂજન પછી ન્યુયોર્કના ટાઈમ્સ સ્કવેરની વિશાળ સ્ક્રીન પર ભગવાન રામનો ફોટો અને રામ મંદિરનું મોડલ દેખાડવામાં આવ્યું હતું. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ પોતાના ટિવટર એકાઉન્ટ પર આ ફોટો શેયર કર્યો, પણ થોડા સમય પછી જ ઇસ્લામી સંગઠનો સાથે જોડાયેલા લોકો દ્વારા મળી રહેલી ધમકીને કારણે તેણે પોતાની ટ્વીટને ડિલીટ કરી દીધી.

દાનિશ કનેરિયાએ ટાઈમ્સ સ્કવેરના રામ મંદિરના મોડલવાળો ફોટો શેયર કરતા લખ્યું હતું – જય શ્રી રામ. તેમણે તેના સિવાય લખ્યું હતું – આખી દુનિયાના હિંદુઓ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. ભગવાન રામ આપણા આદર્શ છે. આ ટ્વીટ પછી દાનિશ કનેરિયાને ઇસ્લામિક સંગઠનો સાથે જોડાયેલા લોકો દ્વારા ધમકી મળવાનું શરૂ થઈ ગયું, અને તેમણે આ ટ્વીટને ડિલીટ કરી દીધી.

દાનિશ કનેરિયાએ ભગવાન રામનો એક ફોટો શેયર કરતા બીજી ટ્વીટ કરી. તેમણે તેને કેપ્શન આપ્યું, ભગવાન રામની સુંદરતા તેમના ચરિત્રમાં છે, ન કે તેમના નામમાં. તે અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક છે. આજે આખી દુનિયામાં ખુશીની લહેર છે, તે મોટા સંતોષની ક્ષણ છે.

ઘણા મુસ્લિમ સંગઠનના વિરોધને કારણે, ન્યુયોર્કના ટાઈમ્સ સ્કવેરની સ્ક્રીનને સંભાળવાવાળી એડ કંપનીએ પહેલા તો રામ મંદિર ભૂમિ પૂજનના કાર્યક્રમને સ્ક્રીન પર જગ્યા આપવાની ના પાડી, પણ પછી તે રાજી થઈ ગઈ.

જયારે દાનિશ કનેરિયાએ રામ મંદિર અને ભગવાન રામ સાથે જોડાયેલી ટ્વીટ કરી, તો ઘણા યુઝર્સને તેમની ચિંતા થઈ અને તેમણે દાનિશને સતર્ક રહેવાની સલાહ આપી. એક યુઝરે લખ્યું, ‘ભાઈ એ લોકો તને ત્યાં રહેવા નહિ દે, અહીં આવી જા.’ એક યુઝરે લખ્યું, ‘પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજે.’

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.