દરેક ભારતીય જાણી લો 8 અધિકાર? આ જાણ્યા પછી તમે પોલીસથી ડરશો નહિ તેની ગેરેંટી.

કોઈપણ સમયે પોલીસ તમારી ધરપકડ કરી લે છે, બે ચાર દિવસ જેલમાં રાખીને છોડી છે, તો તેનું કારણ શું છે? તેનું કારણ તમે પોતે જ છો? કેમ કે તમને તેના વિષે કાંઈ જાણકારી નથી હોતી કે ધરપકડમાં તમારા શું અધિકાર હોય છે? તેની જાણકારી ન હોવાનું છે.

કોઈપણ વ્યક્તિને પોલીસ જ્યારે ધરપકડ કરવા આવે છે, તો તેની પહેલી ફરજ હોય છે કે તે જાણે કે પોલીસ તેની ધરપકડ શા માટે કરવા આવી છે? તો પહેલા તો તમે જાતે નક્કી કરો કે તમે કોઈ ગુનો કર્યો છે કે નહિ? જો નથી કર્યો તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. અને તમે ગુનો નથી કર્યો તો તમને અધિકાર છે, પૂછવાનો અને ગુનો કર્યો છે તો પણ અધિકાર છે, પૂછવાનો અને પોલીસને બતાવવાની પોલીસની જવાબદારી છે.

મને શા માટે પકડવામાં આવી રહ્યો છે? કોઈ ગંભીર ગુનો કર્યો હોય તો તેમાં પોલીસ વગર વોરંટ પણ ધરપકડ કરી શકે છે, કોઈ ખૂન કરી દીધું કે રેપ પ્રકારના ગુના કર્યા હોય તો ધરપકડ કરી શકે છે. મોટા ભાગના કેસમાં તેની ધરપકડ સ્થળ ઉપરથી જ કરી લેવામાં આવતી હોય છે. પણ આહિયા શું છે એરેસ્ટ મેમો બનાવે છે, આ એરેસ્ટ મેમો શું વસ્તુ છે? એરેસ્ટ મેમો એક કાગળ છે, જેની ઉપર લખવામાં આવ્યું હોય છે કે હું આ એની ધરપકડ કરું છું,

અને તેમાં સ્થળ, તારીખ, સમય, કોની સામે ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિની સહી, કોને ધરપકડ કરી છે? તેની સહી, જે પોલીસ વાળા છે તેનો હોદ્દો શું છે? તે સુપ્રીમ કોર્ટની સુચના છે તે જરૂરી છે, અને તેની ધરપકડ કરતી વખતે તેમણે પણ યુનિફોર્મમાં રહેવું જરૂરી છે, પરંતુ ચાલે છે ઇન્ડિયા છે, અને તમારે જાણવાનો અધિકાર છે કે તમને કેમ પકડી રહ્યા છે, સ્થળ ઉપર મેમો પણ બનાવરાવવાનો અધિકાર છે. મેમો નથી બનાવતી તો કોઈ વાંધો નહિ પણ

મારવાનો અધિકાર નથી તમને, અને જો કે તમારા એવા પ્રશ્નોથી જ તે સમજી જશે કે તમને કાયદા વિષે જાણકારી છે. અને ધરપકડ કરવામાં આવે છે, તો સ્થળ ઉપર જ એરેસ્ટ મેમો બનાવો કે મને ક્યા ગુનામાં પકડવામાં આવે છે. અને જો તમને જ્ઞાન નથી તો તે તમને પકડીને લઇ જશે, અને મારશે પણ, કોર્ટમાં પણ મારશે, પણ જો તમને જ્ઞાન હશે તો તે તમારાથી ડરશે, કેમ કે જ્ઞાનથી ડરે છે બધા.

અને તે જાણે છે કે આ વ્યક્તિ બધું જાણે છે અને પોતાની નોકરી જશે, જો કાંઈ ખોટું કર્યું તો, બીજો અધિકાર છે પોલીસ સ્ટેશનમાં તમારી સાથે પુછપરછ કરવામાં આવે, તો તમે કહી શકો છો કે મારી પુછપરછ કરતા પહેલા મને મારા વકીલને તો મળવા દો, ૪૧ સીઆરપીસી હેઠળ તમને ૪૧ સીઆરપીસી સેક્સનમાં જણાવવામાં આવ્યું છે તમને તમારા વકીલને મળવા દેવા, પોલીસ ધરપકડ પછી ૧૨ કલાકની અદંર તમારા પરિવાર વાળાને જાણ કરે કે મેં તમારા પુત્રની ધરપકડ કરી છે.

અને ક્યા પોલીસ સ્ટેશન હેઠળ ધરપકડ કરવામાં આવી તે, અમે જાણકારી પોલીસ વાળા તમને આપશે, ફેમીલી મેમ્બર એ એક્ટીવ રહેવું પડશે તરત આવવાનું છે, અને તમારે કહેવાનું છે કે મારે મારા વકીલને મળવું છે અને ત્યાર પછી જ હું તમને આગળના જવાબ આપી શકીશ, તે પહેલા હું તમને જવાબ નહિ આપું, વકીલ સાથે મુલાકાત કરાવો, તો વકીલ સાથે મુલાકાત કરાવવાની જવાબદારી કોની થઇ જશે, પોલીસની, અને તે તમારા ફેમેલી મેમ્બરને જાણ કરશે અને તે વકીલને લઇને આવી જશે.

અને બીજો નિયમ છે કે ૨૪ કલાકની અંદર ધરપકડ કરનારને રજુ કરવો પડશે કોર્ટમાં અને ઘણા કહે છે કે મને તો ૩ દિવસ જેલમાં રાખ્યો હતો, ૪૮ કલાક જેલમાં રાખ્યો હતો, રાખે જ ને તમને તમારા અધિકારની જ ખબર નથી તો, અને જો તમે તમારા સગા કે મિત્ર એસપી પાસે જઈને રજૂઆત કરશે કે મારા માણસને પોલીસે આટલી કલાક કે દિવસથી બેસાડી રાખ્યા છે.

તો તે પણ તે ચોકીમાં જાણ કરશે કે કેમ આવી રીતે આ માણસને તમે બેસાડી રાખ્યા છે, તેના સગા અહિયાં આવીને ફરિયાદ કરી રહ્યા છે, અને પોલીસને સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે કે તેની ધરપકડ કરી લે તો તનો અર્થ એવો થોડો છે કે કોઈએ ફરિયાદ કરી અને તેની ધરપકડ કરી લેવી, તેની ધરપકડ કરવા માટે કોઈ ચોક્કસ રીઝન હોવું જરૂરી છે.

બીજું મેડીકલ રીપોર્ટ જરૂરી છે, જયારે પણ તમને કોર્ટમાં રજુ કરવામાં આવે છે. તો તમારે પહેલા મેડીકલ રીપોર્ટ જરૂર કરાવવો, જેથી ત્યાર પછી જો પોલીસ વાળા તમારી સાથે મારઝુડ કરે છે. તો ફરી વખત જયારે તમને કોર્ટમાં રજુ કરવામાં આવે છે. તો તમારા શરીર ઉપર ઈજાના નિશાન જોવા મળે છે. તો કોર્ટ પણ તેમને કહી શકે છે કે આ વ્યક્તિ સાથે તમે મારઝુડ કરી છે અને તમને એવો કોઈ અધિકાર નથી કે તમે તેને મારઝુડ કરી શકો.

અને મહિલા વ્યક્તિ છે તો તેની ધરપકડ મહિલા પોલીસ જ કરી શકે છે, અને સુર્યાસ્થ પછી તેની ધરપકડ નથી કરી શકતી. અને જો કરે છે તો તેની સ્પેશ્યલ મંજુરી લેવી પડે છે. અને તે મેજીસ્ટ્રેટ પાસે થી મળે છે. અને મેજીસ્ટ્રેટ ને એવું જણાય કે આ મહિલા ભાગી શકે છે, અને કોઈ ગુના કરી શકે છે તેવી પોલીસ દ્વારા રજૂઆત કરવામાં આવે છે તો તે મંજુરી આપી શકે છે, અને તે પણ ધરપકડ તો મહિલા જ કરશે. અને કોઈ નાની ઉંમર નું બાળક છે અને તેની ધરપકડ કરવાની છે તો સાદા ડ્રેસ માં પણ કરી શકે છે અને કોર્ટમાં પણ સાદા ડ્રેસ માં જ રજુ કરી શકે છે અને બાળક સાથે શાંતિ થી વર્તન કરવાનું હોય છે જેથી તે ડરે નહિ,