એકવાર ફરી નક્કી થઇ “મહાપ્રલય”ની તારીખ, આ વખતે કોઈ પંડિતે નહિ પરંતુ વૈજ્ઞાનિકોએ કર્યો દાવો.

વર્ષ ૨૦૦૦ માં ચારે બાજુ હલ્લો થયો હતો કે દુનિયા નાશ થવાની અણીએ છે. છતાં કાંઇ ના થયું. એ દાવા પછી ફરી એકવાર સૃષ્ટિના નાશ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અને આ વખતે આ દાવો કેટલાક શોધ કરતા દ્વારા કરવામાં આવી રહ્યો છે. એમણે દુનિયાના વિનાશની પૂરી આશંકા વ્યક્ત કરી છે.

એમની શોધ પ્રમાણે લગભગ ૨૬ કરોડ વર્ષ પહેલા ધરતી પર પહેલી વખત મહાપ્રલય આવ્યો હતો. એના પછી ૬ વખત ધરતી ઉપરથી બધા જીવ જંતુ નામ શેષ થઇ ગયા હતા. અમેરિકાની ન્યુયોર્ક યુનિવર્સીટીના પ્રોફેસર મિશેલ રેમ્પિનોએ એક શોધ રજુ કરતા કહ્યું કે, એવું ફરી એક વાર થઇ શકે છે.

પ્રોફેસર મિશેલ રેમ્પનોએ એ દરેક રીતનો અભ્યાસ કર્યો, કે જે ધરતીને વિનાશ તરફ લઇ જઈ રહ્યા છે. પોતાના સંશોધનને રજુ કરતા સમયે એમણે જણાવ્યું કે, વિનાશનું કારણ પર્યાવરણ સાથે કરવામાં આવતી રમત છે. એના પછી ધરતી ઉપર પુર, મહાપ્રલય અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી ઘટનાઓ થઇ હતી. જ્વાળામુખી વિસ્ફોટ પછી આખી ધરતી ઉપર કેટલાય કિલોમીટર સુધી લાવા રસ ફેલાઈ ગયો હતો. કેટલાય જીવ જંતુ અને માનવ પ્રજાતિનો વિનાશ થઇ ગયો હતો.

શોધ પ્રમાણે, જે રીતે ધરતીનું તાપમાન વધી રહ્યું છે, એ જોતા મહાપ્રલય આવી શકે છે. પ્રોફેસર મિશેલ રેમ્પિનો પ્રમાણે આવું જ ચાલતું રહ્યું, તો ૭ મી વખત ધરતીનો વિનાશ થતા કોઈ રોકી નહિ શકે. એવી રીતે ભૂવિજ્ઞાનીઓએ પણ મહાપ્રલયને લઈને એક થીયરી રજુ કરી છે.

પાંચ વખત મહાપ્રલય આવી ગયો છે, ક્રમ પ્રમાણે જોવા જઈએ તો પહેલો એટલે કે ઓર્ડોવિશિયન (૪૪.૩ કરોડ વર્ષ પહેલા), લેડ ડેવોનિયન (૩૭ કરોડ વર્ષ પહેલા), પર્મિયન (૨૫.૨ કરોડ વર્ષ પહેલા), ટ્રાયસિક (૨૦.૧ કરોડ વર્ષ પહેલા) અને ક્રેટેશિયન (૬.૬ કરોડ વર્ષ પહેલા) થયા હતા. ભૂવૈજ્ઞાનિકો પ્રમાણે, ૨૭.૭ કરોડ થી લઈને ૨૬ કરોડ વર્ષ પછી મહાપ્રલય આવે છે અને હવે એ સમય પૂરો થવા આવ્યો છે.

જણાવી દઈએ કે, આ પહેલા પણ પૃથ્વીના વિનાશના દાવા કરવામાં આવ્યા છે. જે સાચા સાબિત નથી થયા. હવે જોઈએ કે પ્રોફેસર મિશેલ રેમ્પિનોની વાત કેટલી હદે સાચી પડે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.