આ કારણથી માને ઘર માંથી કાઢવા માંગતી હતી દીપિકા પાદુકોણ, પિતા અને બહેન પણ થઇ ગયા હેરાન પરેશાન.

એક ઈન્ટરવ્યુંમાં ખુલાસો થયો છે કે દીપિકા પોતાની બહેન અને પિતા સાથે મળીને માતાને ઘર માંથી બહાર કાઢવા માંગતી હતી.

દિપીકા પદુકોણ બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રીઓમાંની એક છે. દિપીકાએ પોતાના ફિલ્મી કરિયરમાં એકથી વધીને એક હિટ ફિલ્મો આપી છે. તાજેતરમાં દિપેકાએ બોલિવૂડના જાણીતા અભિનેતા રણવીર સિંહની સાથે લગ્ન કર્યાં છે. લગ્ન પછી રણવીર સિંહની ધમાકેદાર સેકન્ડ ઇનિંગ પછી હવે દીપિકાનો વારો છે. આ દિવસોમાં દિપીકા પાદુકોણ પોતાની અપકમિંગ ફિલ્મ ‘છપાક’ ને લઈને બિઝી છે.

આ ફિલ્મ એસીડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની બાયોપિક છે. કહેવાઈ રહ્યું છે કે આ ફિલ્મ દિપિકાની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ હશે. તેની વચ્ચે જ ફિલ્મનું એક પોસ્ટર બહાર પડ્યું છે. જેમાં દીપિકાનું ફર્સ્ટ લુક પણ સામે આવ્યું છે. દીપિકાના આ લુકને જોઇને ફેંસ પણ આ જ કહી રહ્યા છે કે આ ફિલ્મ દીપિકાના કરિયરની સૌથી બેસ્ટ ફિલ્મ હશે.

દીપિકા તેના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે. ઘણી વખત એવોર્ડ શોમાં તેના પરિવારનો આભાર માનતા તે રોઈ પણ ચુકી છે. દીપિકા તેના પરિવારના દરેક સભ્યના ખૂબ જ નજીક છે. પરંતુ તેમની માતાથી તેમનું ખાસ જોડાણ છે. તે ઘણી વાર ઇન્ટરવ્યુમાં પોતાના કુટુંબ સાથે જોડાયેલી વાતો કરે છે. પરંતુ આ વખતે દીપિકાએ નહી પણ તેમની માતાએ એક આશ્ચર્યચકિત રાઝ ખોલ્યો છે.

દિપીકાના પરિવારમાં તેમની માતા, પિતા અને નાની બહેન અનિશા છે. દીપીકાના પિતા પ્રકાશ પાદુકોણ એક ફેમસ બેડમિન્ટન પ્લેયર રહી ચુક્યા છે અને માતા ઉજ્જ્લા હાઉસવાઇફ છે. હાલમાં જ દીપિકાનીમાં ઉજ્જ્લાથી ઈન્ટરવ્યું દરમિયાન તેમણે એક મજેદાર કિસ્સો શેયર કર્યો. તેમણે જણાવ્યું કે કઈ રીતે તેમની બંને છોકરીઓ તેમને ઘરથી બહાર કાઢવા માંગતી હતી.

કહ્યું – ઘરથી બહાર કાઢવાનું આયોજન કરી રહી હતી છોકરીઓ :-

દિપીકાની માતા ઉજજલાએ કહ્યું કે, “મારા પિતા બ્રિટીશ બોર્ડિંગ સ્કૂલથી ભણેલા છે. તેના જ ચાલતાં તે ખૂબ જ શિસ્તથી જીવતા હતા અને ઘરમાં પણ ડિસપ્લીનનું વાતાવરણ હતું. આ કારણે મારામાં પણ તે આદત આવી ગઈ. હું સ્ટ્રિકટ રૂલ્સ સાથે જન્મી અને ઘરમાં પણ ખૂબ જ સ્ટ્રિકટ રહેતી હતી.”

કદાચ આ જ કારણ છે કે મારા પતિ અને બંને દીકરીઓ મને ઘર માંથી બહાર કાઢવાની યોજના બનાવી રહ્યા હતા. તે મારી વર્તણૂંકોથી એટલા હેરાન થઇ ગયા હતા કે મને ઘરથી બહાર કાઢવા માંગતા હતા.”

એસીડ એટેક સર્વાઇવરની ભૂમિકા ભજવી રહી છે દીપીકા :-

‘છપાક’નું ફર્સ્ટ લુક સામે આવતા જ દીપિકાએ એક વાર ફરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને દર્શકોના દિલોમાં પોતાની જગ્યા બનાવી લીધી. લોકો દિપીકાના આ લુકની પ્રશંસા કરતા થાકી નથી રહ્યા. આ પોસ્ટરમાં દિપીકા એકદમ લક્ષ્મી અગ્રવાલની જેમ દેખાય છે.

મેઘના ગુલઝારના નિર્દેશન હેઠળ બની રહેલી આ ફિલ્મનું સૌથી બેસબ્રીથી રાહ છે. આ ફિલ્મમાં અભિનેતા વિક્રાંત મેસી પણ મુખ્ય ભૂમિકામાં છે. 10 જાન્યુઆરી 2020 સુધી આ ફિલ્મની આવવાની શક્યતા છે. ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં શરૂ થઇ ગયું છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ, અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.