દીપિકા પાદુકોણે સલમાન ખાનને પૂછ્યું – બાળક ક્યારે કરશો? એક્ટરે આપ્યો મજેદાર જવાબ

બિગ બોસમાં ગયા વિકેન્ડના વાર એપિસોડમાં દીપિકા પાદુકોણ અને વિક્રાંત મૈસીએ પોતાની ફિલ્મ છપાકનું પ્રમોશન કર્યું હતું. બિગ બોસમાં રિયલ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ પણ આવી હતી. બિગ બોસના સેટ પર સલમાન ખાન અને દીપિકા પાદુકોણે ખુબ મસ્તી કરી. જ્યાં દીપિકા પાદુકોણે સલમાનને એક મજેદાર સવાલ પૂછી લીધો.

દીપિકા એ જણાવ્યું : લગ્ન કરી લો.

સલમાન ખાને લક્ષ્મી અગ્રવાલ સાથે વાત કરતા દીપિકાને છેડતા કહ્યું કે, મારી ગેરેન્ટી છે કે એક લક્ષ્મી દીપિકા પોતે ઘરમાં લઈને આવશે, અને બીજી લક્ષ્મી તમે દીપિકાના ઘરમાં આપીને જશો. આટલા છપાકથી અમને આશા છે કે, ઝપાકથી એક આયત, અહીલ કે સલમાન પણ આવશે. સલમાનની મસ્તીનો જવાબ આપતા દીપિકાએ જણાવ્યું કે, સલમાન તેમે તો પહેલા લગ્ન કરી લો.

તેના જવાબમાં સલમાને જણાવ્યું કે, બાળકોનું લગ્ન સાથે શું લેવાનું-દેવાનું મેડમ. પછી દીપિકાએ જણાવ્યું : તો લગ્ન ન કરો, તમે તો બાળક પૈદા કરી લો પહેલા. આનો સલમાન ખાને મજેદાર જવાબ આપતા જણાવ્યું : પહેલા હું જુવાન તો થઇ જઉં તેના પછી બાળકોને જોઇશ. મારા હજુ રમત-ગમતના દિવસ છે. બિગ બોસના સેટ પર સલમાન ખાન અને દીપિકા પાદુકોણે ફ્રૂટ સલાડ કાપીને ઓડિયન્સને ખવડાવ્યું.

વાત કરીએ બિગ બોસની તો ઘરની અંદર જઈને દીપિકા-વિક્રાંત અને લક્ષ્મી ઘરવાળાઓ સાથે ગેમ રમે છે. એક ટાસ્કમાં કન્ટેસ્ટન્ટે એકબીજાની નકલ કરીને એપિક સીન્સને રીક્રીએટ કારવાનું હતું. આ ટાસ્કમાં જીતવાવાળી ટિમને મોટુ સરપ્રાઈઝ મળ્યું. બીગ બોસે વિજેતા બનેલા શહનાઝ, શેફાલી, આરતી, મધુરિમા અને વિશાલને દીપિકા સાથે થોડા સમય માટે ઘરની બહાર રાઈડ માટે મોકલ્યા હતા.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.