ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ, બધા કહેશે પ્લીઝ બીજું એક આપો ને…

આ રીતે બનાવો મિઠાઇવાળા કરતા પણ સ્વાદિષ્ટ ગુલાબજાંબુ, લોકો તમારા વખાણ કરતા નહિ થાકે

ગુલાબ જાંબુ રેસીપી : આજે જાણો ગુલાબ જાંબુ બનાવવાની રીત.

ગુલાબ જાંબુ રેસીપી : જ્યારે લોકડાઉનમાં ઘરમાં બંધ રહીએ ત્યારે ઘણી વાર મીઠાઈ ખાવાનું મન થાય છે. મીઠાઇમાં ભારતીય મીઠાઈ ગુલાબ જાંબુને ખૂબ પસંદ કરવામાં આવે છે. તે ખૂબ જ નરમ હોય છે અને મોઢામાં પ્રવેશતાની સાથે જ આખો રસ મોમાં ભળી જાય છે. શું તમને પમ ગુલાબ જાંબુ ગમે છે? શું તમે પણ ગુલાબ જાંબુ ખાવાની ઈચ્છા થઈ છે? તો ચાલો આજે જાણીએ આ રસોઈ ટિપ્સ દ્વારા ઘરે ગુલાબ જાંબુ બનાવવાની રીત.

ગુલાબ જાંબુ માટે જરૂરી સામગ્રી :

ઇન્સ્ટન્ટ ગુલાબ જામુન મિક્સ પાવડર – 1 પેકેટ

મેંદો (રિફાઈન્ડ ફ્લોર) – 20 – 30 ગ્રામ (2-3 ચમચી)

ખાંડ – 600 ગ્રામ (3 કપ)

ઘી – ગુલાબ જાંબુ તળવા માટે

ગુલાબ જાંબુ બનાવવાની રીત :

ઇન્સ્ટન્ટ ગુલાબ જામુન મિક્સ પાવડરને એક મોટા પહોળા વાસણમાં નાંખો અને ત્યાં સુધી મસળો જ્યાં સુધી તે નરમ, ચીકણા ગુથેલાં લોટ જેવો ના બની જાય. ગુલાબ જાંબુ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે.

હવે ગુલાબ જાંબુને તળતા પહેલાં ચાસણી તૈયાર કરો.

ખાંડની ચાસણી બનાવવા માટે, મોટી તપેલીમાં ખાંડમાં 300 ગ્રામ પાણી (પાણી ખાંડની માત્રા થી અડધુ હશે) નાખો. અને ગેસ પર મૂકો અને ચાસણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો. એક ચમચીથી ચાસણી હલાવી જુઓ કે ખાંડ સંપૂર્ણપણે ઓગળી ગઈ છે કે નહીં અને તેને 3 મિનિટ માટે ગરમ કરો. તમારી ખાંડની ચાસણી તૈયાર છે.

ગુલાબ જાંબુ બનાવવા માટે :

ગુલાબ જાંબુનું મિશ્રણ લો, તેને બંને હથેળી વચ્ચે રાખો અને તેને ગોળાકાર આકાર આપો અને પ્લેટ પર રાખો.

હવે તપેલીમાં ઘી નાખો અને ગેસ પર ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે તેમાં ગુલાબ જામુનની ગોળીઓ નાખો. તમે એક સાથે 4 થી 5 ગોળીઓ ફ્રાય કરી શકો છો. તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બંને બાજુ ફ્રાય કરો. જ્યારે ગોળીઓ તળાઈ જાય પછી તેને પ્લેટમાં બહાર કાઢો અને ઠંડુ થવા દો.

આ પછી, આ ગોળીઓને ખાંડની ચાસણીમાં ડુબાળો. આવી જ રીતે, બધા ગોળ ગોળ માવા ગુલાબ જાંબુ બનાવો, તેને ફ્રાય કરો અને તેને ખાંડની ચાસણીમાં નાખો. તેને ખાંડની ચાસણીમાં ડૂબાવી દો. લગભગ એક કલાક પછી, તેને બહાર કાઢો અને તેને ફ્રિજમાં રાખો.

લો તમારા ગુલાબ જાંબુ તૈયાર છે. સર્વિંગ બાઉલમાં કાઢીને ખાઓ.

જુઓ વિડિયોમાં :