દેવદાસ ફિલ્મમાં આટલા કિલોનો લહેંગો પહેરીને માધુરીએ કર્યો હતો ડાંસ, રસપ્રદ છે આ કિસ્સો.

માધુરી દીક્ષિતે દેવદાસ ફિલ્મમાં ભારે ભરખમ લહેંગો પહેરીને કર્યો હતો ડાન્સ, જાણો તે કિસ્સા વિષે

લેખક અને નવલકથાકાર શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયના પુસ્તકો ઉપર બોલિવૂડ સહિત બંગાળી સિનેમામાં ઘણી બધી ફિલ્મો બની છે. પરંતુ આમાંથી જે ફિલ્મ ઘણી વખત બની હતી અને જે સૌથી વધુ ચર્ચામાં પણ રહી છે તે ફિલ્મ છે દેવદાસ. કેએલ સેહગલ, દિલીપકુમાર પછી કલર સિનેમામાં ઘણા સમય પછી 2002 માં સંજયલીલા ભંસાલીએ શાહરૂખ ખાનને લઈને દેવદાસ બનાવી. ત્યાર પછી અનુરાગ કશ્યપે ફિલ્મને નવું રૂપ આપીને વર્ષ 2009 માં ફિલ્મ દેવ-ડી બનાવી.

આ તમામ ફિલ્મોએ ઘણી ખ્યાતી મેળવી અને સફળ રહી. પરંતુ સૌથી વધુ પ્રસિદ્ધ થઇ શાહરૂખની દેવદાસ.

શાહરૂખ ખાનની દેવદાસે રિલીઝના 18 વર્ષ પૂરા કરી લીધા છે. ફિલ્મમાં તેની સામે પારોની ભૂમિકામાં એશ્વર્યા રાય બચ્ચન અને ચંદ્રમુખીની ભૂમિકામાં માધુરી દીક્ષિત હતી. ચાલો આપણે આ પ્રસંગ વિષે જાણીએ ફિલ્મ સાથે જોડાયેલી થોડી રસપ્રદ વાતો.

ફિલ્મના કાસ્ટિંગ વિશે ઘણા કિસ્સા પ્રસિદ્ધ છે. ફિલ્મમાં અગાઉ દેવદાસની ભૂમિકા માટે સલમાન ખાનને પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ વાત આગળ ન ચાલી તો રોલ માટે શાહરૂખ ખાનને લેવામાં આવ્યો. દેવદાસમાં લેવામાં આવેલા શાહરુખની કારકિર્દીની સૌથી ઉત્તમ ભૂમિકાઓ માંથી એક છે.

ફિલ્મના ગીત કાહે છેડા મોહે માટે માધુરી દીક્ષિતનું આઉટફીટનું વજન 30 કિલો હતું. તેની સાથે તેના માટે નૃત્ય કરવું સરળ ન હતું. આ સિવાય તેમનું નૃત્ય નિર્દેશન કરવું પણ મુશ્કેલ કામ હતું.

ડોલા રે ડોલા રે ગીત દરમિયાન ભારે ઇયરિંગ્સ પહેરવાને કારણે એશ્વર્યા રાયના કાન છોલાઈ ગયા હતા અને તેના કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું. પરંતુ તેમણે ડાન્સ કરવાનું ચાલુ રાખ્યું અને તે અંગે ત્યાં સુધી ન જણાવ્યું જ્યાં સુધી શુટિંગ પૂરું ન કરી લેવામાં આવ્યું. ફિલ્મમાં શાહરૂખ ખાનના દારુડીયા સ્વભાવને અને તેની શૈલીને ખૂબ પસંદ કરવામાં આવી. ખરેખર શૂટિંગ દરમિયાન શાહરૂખે હકીકતમાં દારૂ પીધો હતો. આને કારણે તેને ઘણી વખત રિટેક પણ કરવો પડ્યો હતો….

જ્યારે દેવદાસ રિલીઝ કરવામાં આવી હતી, તે સમય સુધીની સૌથી વિસ્તૃત બજેટ વાળી ફિલ્મ હતી. ફિલ્મ 50 કરોડના બજેટમાં બનીને તૈયાર થઇ હતી.

ફિલ્મમાં ચુન્ની બાબુની ભૂમિકા અભિનેતા જેકી શ્રોફે ભજવી હતી. પરંતુ તે પહેલાં આ ભૂમિકા મનોજ બાજપેયીને ઓફર કરવામાં આવી હતી. તે સમયે મનોજ બાજપેયીએ કહ્યું હતું કે તેઓ જેટલી પણ ફિલ્મો કરી રહ્યા છે, તેમાં મુખ્ય ભૂમિકા જ કરી રહ્યા છે, તેથી તેઓ કોઈ સહાયકની ભૂમિકા કરવા માંગતા નથી.

બોલીવુડમાં હાલના સમયમાં સૌથી પ્રિય ગાયક શ્રેયા ઘોષાલે દેવદાસ ફિલ્મથી જ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આગળ જતા તેમણે સંગીતની દુનિયામાં એક મોટું સ્થાન પ્રાપ્ત કર્યું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.