ધન રાશી ૨૦૧૯ : વૈદિક જ્યોતિષ ઉપર આધારિત ધન રાશીફળ જાણો ધન રાશી માટે કેવું રહેશે ૨૦૧૯

ધન રાશી ૨૦૧૯ રાશિફળ. રાશિચક્રમાં ધન રાશી નવમાં નંબર ઉપર આવે છે અને આ રાશીનું નિશાન છે ધનુષ્યધારી અને સ્વામી બૃહસ્પતી છે. આ રાશીના લોકો ખુલ્લા વિચારોના હોય છે, અને દરેકની ભાવનાઓને સારી રીતે સમજે છે. ધન રાશીના લોકો સિદ્ધાંતવાદી હોવાની સાથે-સાથે ઘણા નીડર અને આત્મવિશ્વાસી પણ હોય છે. આ રાશીની છોકરીઓ ગૃહિણી બનવાને બદલે સફળ કેરિયર બનાવવાની ઈચ્છા ધરાવે છે. તે બીજાની બાબતમાં દખલ નથી કરતા પોતાના કામથી કામ રાખે છે. તેને ઈમાનદાર લોકો વધુ પસંદ આવે છે.

ધન રાશી હેઠળ ‘યે, યો, ભા, ભી, ભૂ, ધા, ફા, ઢા, ભે,’ અક્ષરથી શરુ થતા નામ વાળા આવે છે. જો તમારી રાશી ધન છે અને તમારા મનમાં એ પ્રશ્ન ફરી રહ્યો છે કે વર્ષ ૨૦૧૯માં તમારુ આર્થિક, પારિવારિક, આરોગ્ય, કેરિયર અને પ્રેમ જીવન કેવું રહેશે? તો ચિંતા ન કરશો. વૈદિક જ્યોતિષ ઉપર આધારિત ‘ધન રાશી ૨૦૧૯ રાશિફળ’ તમને તમારા તમામ પ્રશ્નોના જવાબ આપશે. તો વાંચો ધન રાશી ૨૦૧૯ રાશિફળ.

ધન રાશી ૨૦૧૯ રાશિફળ :

ધન રાશી ૨૦૧૯ રાશિફળ આર્થિક સ્થિતિ :

આ વર્ષે વેપારમાં ભાગીદારી સાથે તમને નફો થશે. મે અને જુન મહિનામાં વેપારમાં કોઈ નવો પ્રયોગ ન કરો, નહી તો નુકશાની થઇ શકે છે. વર્ષના અંત સુધી તમારી આવકની નવી તક પ્રાપ્ત થશે. શેર ટ્રેડીંગમાં લાભ થશે. આ વર્ષ પરિસ્થિતિઓ વધુ સકારાત્મક રહેશે. સપ્ટેમ્બરમાં કોઈ સારા સમાચાર તમને પ્રફુલ્લિત કરી દેશે. કોઈ લાભદાયક યોજનાથી ઘણા બધા પૈસા બનશે. વિરોધીઓની ઈર્ષાને કારણે તમારું કોઈ જરૂરી કાર્ય અધૂરું રહી શકે છે, જેથી ધનનું નુકશાન થવું શક્ય છે.

ધન રાશી ૨૦૧૯ આરોગ્ય રાશિફળ :

આ વર્ષે તમારા આરોગ્યમાં ઉતાર ચડાવ જોવા મળશે. આમ તો આ વર્ષે કોઈ ગંભીર બીમારી થવાના યોગ નથી, તેમછતાં પણ તમારે આરોગ્ય પ્રત્યે સજાગ રહેવું પડશે. તમારુ અને તમારા પરિવારના તમામ લોકોનું આરોગ્ય સારું રહેશે. જુલાઈથી ઓગસ્ટ વચ્ચે માનસિક આરોગ્ય બગડી શકે છે. આંખોમાં તકલીફ થઇ શકે છે. હ્રદયની સમસ્યા દુ:ખી કરી શકે છે. ઋતુની બીમારીઓથી ક્યારે ક્યારે સ્વાસ્થ્ય નરમ ગરમ રહી શકે છે. સૂર્યોદય પહેલા ઉઠવાની ટેવ પાડો.

ધન રાશી ૨૦૧૯ પારિવારિક જીવન :

યોગ્ય સમયે તમારા દ્વારા કરવામાં આવેલી મદદ કોઈ પરિવારને મોટી તકલીફ માંથી બચાવી શકે છે. મકાન બનાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયત્ન સફળ થશે. તમારા પરિવાર સાથે સમય પસાર કરો, જેથી તેમને એ અનુભવ થાય કે તમે તેની કેટલી કાળજી રાખો છો. દાંપત્ય જીવન  એક બીજા સાથે સહકારનું વાતાવરણ ઉભું થશે. માર્ચમાં તમારે પરિવાર સાથે કોઈ ધાર્મિક પ્રવાસ ઉપર પણ જવાની તક મળી શકે છે. જો તમે તમારી વાણી ઉપર કાબુ નહિ રાખો તો તમારી પ્રતિષ્ઠાને નુકશાન થઇ શકે છે. બાળકો સાથે પસાર કરેલા સમયમાં શાંતિ મળશે.

ધન રાશી ૨૦૧૯ પ્રેમ જીવન :

પ્રેમ સંબંધો માટે આ વર્ષ સારું છે. તમારા જીવનમાં સાચા પ્રેમનું આગમન થશે. જીવનસાથી સાથે ચાલી રહેલો અણબનાવ ઓછો થશે. લાઈફ પાર્ટનર સાથે તમારા સંબંધ વધુ સારા થશે, પરંતુ તમારા પાર્ટનરને કોઈ પ્રકારે ધ્યાન બહાર કરવાની ભૂલ ન કરો. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રેમ સંબંધમાં થોડી કડવાશ ઉભી થશે. જે નવા પ્રેમી જોડકા છે તે પોતાના પ્રિય સાથે પ્રેમનો પ્રસ્તાવ જરૂર કરે.

ધન રાશી ૨૦૧૯ કેરિયર :

તમારી યોગ્યતા, ક્ષમતા, અને મિત્ર તમને સંપર્ક ક્ષેત્રમાં તમને પ્રગતી અપાવશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને લગ્નની પ્રશંસા મળશે અને તમને પ્રમોશન પણ થઇ શકે છે. સિનિયર્સ તમારી મદદ માટે તૈયાર રહેશે. જે લોકો એન્જીનીયરીંગ ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે તેમને વધુ સફળતા મળવાના યોગ છે. નોકરી કરવા વાળા માટે એપ્રિલ મહિનામાં સ્થાન ફેરફારના યોગ ઉભા થઇ રહ્યા છે. જો તમે પ્રાઈવેટ ક્ષેત્રમાં કેરિયર બનાવવાનું વિચારી રહ્યા છો, તો તેમાં તમારે ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે.

ધન રાશીના વ્યક્તિઓ માટે વૈદિક ઉપાય :

દરરોજ મંદિરે જાવ અને કાગડા, ગાય અને કુતરાને રોટલી ખવરાવો તો પુણ્ય મળશે. કાળા કુતરાને શનિવારે સરસીયાનું તેલ લગાવેલી રોટલી ખવરાવો અને પીપળાના ઝાડની નીચે ઘી નો દીવો પ્રગટાવો, ધનની પ્રાપ્તિ થશે. ગરીબ જરૂરિયાતમંદ લોકોની મદદ જરૂર કરો.

ધન રાશી ૨૦૧૯ માં શુભ મહિનો અને શુભ રંગ :

આ વર્ષે ધન રાશીના વ્યક્તિઓ માટે ઓક્ટોમ્બર અને નવેમ્બરનો મહિનો શુભ રહેશે. મકાન સંબંધી કાર્યોની શરૂઆત માટે આ મહિનો શુભ છે. રંગોમાં ગુલાબી રંગ તમારા માટે ઘણો લકી સાબિત થશે. ગુલાબી રંગના કપડા પહેરવાથી તમારું ભાગ્ય મજબુત બનશે.