શરુ થઇ ગયો છે ધનુર્માસનો મહિનો, જાણો આ મહિનામાં કેમ નથી થતા શુભ કાર્યો

હિંદુ ધર્મમાં પરંપરાઓનું વિશેષ મહત્વ છે. અહિયાં દરેક કામ માટે એક મુહુર્ત હોય છે. મુહુર્તના હિસાબે જ દરેક કામ કરવામાં આવે છે. ગ્રહોની ચાલના હિસાબે જ વસ્તુ નક્કી થાય છે. હિંદુ ધર્મ મુજબ, હવે એક મહિના સુધી કોઈ શુભ કામ કરવું અશુભ છે. ૧૬ ડીસેમ્બરથી ખરમાસ શરુ થઇ ગયો છે, જેને સામાન્ય ભાષામાં ધનુર્માસ પણ કહે છે. તે પ્રમાણે હવે એક મહિના સુધી કોઈપણ શુભ કામ નહિ થાય. એટલે તે દરમિયાન કોઈ મંગળ કાર્ય કરવાથી અમંગળ થવાની શક્યતા વધી જાય છે. આવો જાણીએ તેના વિષે વિગતવાર.

હિંદુ પરંપરા મુજબ જ્યાં એક તરફ થોડો સમય એવો હોય છે, જેમાં શુભ કામ કરવામાં આવે છે, તો તે થોડો સમય એવો નક્કી હોય છે, જેમાં શુભ કાર્ય થઇ નથી શકતા, અને તેને ખરમાસ કે ધનુર્માસ કહે છે. ઘણા બધા લોકો ખરમાસથી માહિતગાર હશે.આ વખતે ધનુર્માસ ૧૬ ડીસેમ્બરથી ૧૪ જાન્યુઆરી ૨૦૧૯ સુધી હશે. ૧૫ જાન્યુઆરી, ૨૦૧૯ થી નવો મહિનો અને શુભ મહિનો શરુ થઇ જશે અને ત્યારે તમે કોઈ પણ શુભ કામ કરી શકો છો. આવો જાણીએ ખરેખર ખરમાસ કે ધનુર્માસ શું હોય છે?

શું હોય છે ધનુર્માસ?

જયારે સૂર્યદેવ મીન અને ધન રાશીમાં પ્રવેશ કરે છે, તો તેને મીન અને ધન સંક્રાતિ કહે છે. આમ તો સૂર્ય કોઈપણ રાશીમાં એક મહિના સુધી રહે છે, પરંતુ મીન અને ધન રાશીમાં જયારે પ્રવેશ કરે છે, તો તેને અધિક માસ તરીકે ઓળખવામાં આવે છે અને તેને ધનુર્માસ કહે છે. આ મહિનામાં તમામ શુભ કાર્ય બંધ હોય છે. જેમાં લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ, નવું ખરીદવું કે કોઈ બીજા શુભ કાર્ય રહેલા છે. એટલું જ નહિ આ મહિનામાં કોઈ વ્રત શરુ નથી કરતા અને ન તો કોઈ વ્રત પુરા કરે છે.

ધનુર્માસમાં શું કરવું જોઈએ?

આમ તો ધનુર્માસમાં તમામ શુભ કાર્ય બંધ હોય છે. પરંતુ તે સમયે જો જપ તપ કરવામાં આવે તો વ્યક્તિને અભય શક્તિ પ્રદાન થાય છે. ધનુર્માસમાં જપ, તપ, તિથ, કથા, શ્રવણ અને દાન પુણ્યનું વિશેષ મહત્વ હોય છે. એટલા માટે આખો મહિનો વ્યક્તિએ પોતાનું ધ્યાન ઈશ્વર પ્રત્યે લગાવવું જોઈએ. માન્યતા છે કે આ મહિનામાં જે પણ દાન પુણ્ય કરે છે, તે આખું વર્ષ સુખી રહે છે, કેમ કે આ મહિનો દાન પુણ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે.

ધનુર્માસમાં કેમ ન કરવા જોઈએ શુભ કામ?

હિંદુ ધર્મમાં પ્રચલિત માન્યતાઓ મુજબ, આ મહિનામાં કરવામાં આવેલા શુભ કામ અશુભ ફળ આપે છે. એટલા માટે આ મહીને કોઈ શુભ કામ ન કરવા જોઈએ. એટલું જ નહિ, માનવામાં આવે છે કે જયારે સૂર્ય બૃહસ્પતી (ગુરુ) ની રાશીમાં પ્રવેશ કરે છે, તો વ્યક્તિને શુભ કામ કરવાથી દુર રહેવું જોઈએ. ઉત્તર ભારતમાં તો લોકો નવા કપડા પણ નથી ખરીદતા, કેમ કે ત્યાં આ બાબતનું ઘણું મહત્વ છે. તેવામાં આ સમયે દરેક વ્યક્તિએ ઈશ્વરની ભક્તિમાં લીન થઇ જવું જોઈએ.