હેમા માલિની સાથે લગ્ન કરવા જઈ રહ્યા હતા જીતેન્દ્ર, ધર્મેદ્રએ આ રીતે અટકાવ્યા હતા લગ્ન.

હેમા માલિની અને જીતેન્દ્રના થવાના હતા લગ્ન, પણ ધર્મન્દ્રએ આવી રીતે અટકાવ્યા તેમના લગ્ન

બોલિવૂડ એક્ટર જીતેન્દ્ર 78 વર્ષના થઈ ગયા છે. 7 એપ્રિલ 1942 એ અમૃતસરમાં જન્મેલા જિતેન્દ્રને બાળપણથી જ ફિલ્મો પસંદ હતી. જમ્પિંગ જેકના નામથી પ્રખ્યાત જિતેન્દ્રે એક-બે નહિ પણ ત્રણ દશક સુધી દર્શકોને પોતાની ફિલ્મોથી ઇન્ટરટેન કર્યું. જીતેન્દ્ર ફક્ત પોતાના ડાન્સ જ નહિ પણ પોતાની એક્ટિંગ માટે પણ ઓળખાય છે. ફિલ્મી કરિયર સિવાય જીતેન્દ્ર પોતાની ખાનગી જીવન અને ઘણી એક્ટ્રેસ સાથે પોતાના નામ જોડાવવાને લઈને પણ ચર્ચામાં આવ્યા હતા.

ફિલ્મી કરિયર

તેમના પિતા આર્ટીફિશીયર દાગીના બનાવવાનું કામ કરતા અને તેમની ફિલ્મ નિર્માતા-નિર્દેશક વી શાંતારામ સાથે સારી ઓળખાણ હતી. જીતેન્દ્રના બાળપણનો શોખને જોઈને ઘણી વખત તેમના પિતા શાંતારામને તેમને કામ આપવાની ભલામણ કરતા હતા. એક દિવસે વી શાંતારામની ભેટ જીતેન્દ્ર સાથે થઇ અને તેમણે ફિલ્મમાં એક નાનકડો રોલ ઓફર પણ કર્યો. પરંતુ આનાથી વાત બની નહિ અને જીતેન્દ્રને ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખાણ બનાવવા માટે લગભગ 5 વર્ષ સુધી સ્ટ્રેંગલ પણ કરવું પડ્યું. લાંબા સ્ટ્રગલ પછી જીતેન્દ્રના હાથ ફિલ્મ ‘નવરંગ’ લાગી જેમાં તે લીડ રોલમાં દેખાયા હતા. ફિલ્મે તેમને એક અલગ ઓળખાણ અપાવી. પોતાના ફિલ્મી કરિયરમાં જિતેન્દ્રે લગભગ 250 થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાંથી ઘણી સુપરહિટ સાબિત થઇ.

હેમા માલિની સાથે કરવા માંગતા હતા લગ્ન

બોલિવૂડની ડ્રિમ ગર્લ હેમા માલિની માટે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સુપરસ્ટાર્સનાં દિલ ધડકતા હતા અને તેમાં જીતેન્દ્રનું નામ પણ આવે છે. હેમા માલિની પર એક્ટર સંજીવ કપૂરનું દિલ ધડકતું હતું અને તેમણે પોતાનો પ્રેમનો ઇજહાર કરવા માટે જિતેન્દ્રને હેમા માલિની પાસે મોકલ્યા. પરંતુ જિતેન્દ્રે ત્યાં સંજીવ કપૂર નહિ પણ પોતાના દિલની વાત જણાવીને આવ્યા. એટલામાં જ આ દરમિયાન ધર્મેન્દ્ર પણ હેમા સાથે લગ્ન કરવા માંગતા હતા. જીતેન્દ્ર હેમા માલિનીને લઈને ચેન્નાઇ જતા રહ્યા હતા અને ત્યાં તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ આ લગ્નને રોકવા માટે ધર્મેન્દ્ર, જિતેન્દ્રએ તાત્કાલિક તેમની ગર્લફ્રેન્ડ શોભાને લઈને ત્યાં પહુંચી ગયો અને લગ્ન રોકી દીધા.

શોભાને કરતા હતા પ્રેમ

જીતેન્દ્ર અને શોભાના લગ્ન ખુબ સુંદર રહ્યા છે અને એટલું સુંદર કે જણાવવામાં આવે છે કે શોભા 16 વર્ષની ઉંમરથી જ જિતેન્દ્રને પ્રેમમાં હતી. તે સમયે જીતેન્દ્ર સુપરસ્ટાર બન્યા નહોતા. પણ તે સ્ટ્રગલ કરી રહ્યા હતા. શોભા તે સમયે બ્રિટિશ એયરવેજમાં કામ કરતી હતી. જેના ચાલતા બંનેનું મળવાનું ખુબ મુશ્કેલથી થતું હતું. જે સમયે જીતેન્દ્ર શોભાને ડેટ કરી રહ્યા હતા. તે સમયે તે સતત હેમા માલિનીને પણ અપ્રોચ કરી રહ્યા હતા. પરંતુ આ બધું થવા છતાં તેમણે જીતેન્દ્રનો સાથ છોડ્યો નહિ.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.