ધો 12 નાપાસ યુવકે ‘પોતાના’ આવકવેરા વિભાગમાં 80 લોકોને આપી નોકરી, ‘ઓફિસરોને’ મળ્યો નહીં પગાર તો

અક્ષય કુમારની ફિલ્મ સ્પેશ્યલ ૨૬ ની વાર્તા તો તમને યાદ જ હશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, અજય સિંહનો કિરદાર નિભાવે છે. જે નકલી આયકર વિભાગની ટીમનો ચીફ ઓફિસર હોય છે. પછી બહુ જ ચતુરાઈથી લોકોના પ્રતિષ્ઠાનો પર છાપા મારે છે અને એમને કંગાળ કરી દે છે. બસ એવી જ રીતે રીત પર મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ એક યુવક એવુ ખોટું કામ કરી રહ્યો હતો, જે સ્પેશ્યલ ૨૬ નો અજય સિંહની જેમ જ કામ કરતો હતો.

420 નું કામ કરવું હોય તો લોકો પાસે ઘણા આઈડિયા હોય છે પણ સાચું મહેનતનું કામ કરતા લોકોને જોર પડે છે તમારું શું કહેવું છે? આ બાબતમાં કોમેન્ટમાં જણાવજો.

ઇન્દોરમાં ૧૨ મુ નાપાસ દેવેન્દ્ર ડાબરે પોતાનું આયકર વિભાગ બનાવી દીધું હતું. ૭૦-૮૦ યુવકોની ભરતી કરી તે છેલ્લા પાંચ વર્ષથી ચલાવી રહ્યો હતો. તે પોતાને આયકર વિભાગનો મુખ્ય અધિકારી બતાવતો હતો. મોટી રકમ લઈ તે પોતાના વિભાગમાં યુવકોની ભરતી કરતો હતો, પછી એમને પદ અને ગોપનીયતાના શપથ આપતો. એના પછી ભારત સરકારના લોકો સાથે પરિચય પત્ર પણ આપતો હતો.

યુવકોને આપતો હતો ટ્રેનિંગ :-

બેરોજગાર યુવકોને નોકરી આપ્યા બાદ તે એમને ટ્રેનિંગ પણ આપતો હતો. શપથ પત્રમાં નોકરી કરવાવાળા યુવકો માટે શરત રહેતી કે જે વિભાગની ગોપનીયતા ભંગ કરશે તેને આયકરના નિયમ મુજબ ૫૦ હજાર રૂપિયાનો દંડ અને એક વર્ષની જેલની સજા થશે. આ કારણે યુવકો ડરી ડરીને રહેતા. આરોપી દેવેન્દ્ર ડાબરે આયકર વિભાગની ચોપડીઓ વાંચી હતી, આના દ્વારા જ નોકરી પર રાખ્યા બાદ પણ એમને ટ્રેનિંગ પણ આપતો હતો.

ઘણા શહેરોમાં કરાવ્યો સર્વે :-

આરોપીએ ગિરફતાર થયા બાદ પોલીસને જણાવ્યું કે એને કુક્ષી, મનાવર, ખંડવા, દેવાસ, ખરગોન, અલીરાજપુર, ધાર, ઝાબુઆ, ઉદયનગર, બુરહાનપૂરમાં ઘણા લોકોને ઘરે જઇને સર્વે પણ કરાવ્યો. પોલીસને એના ઓફીસ માંથી આશરે ૨ બોરી ભરીને ફાઈલો મળી.

નોકરીના નામે કરતો હતો ઠગાઈ :-

મંગળવારે ઇન્દોર પોલિસે સિલિકોન સીટીના એક મકાનમાં છાપો મારી આ ફરજીવાડને પર્દાફાશ કર્યો. એસએસપી રુચિ વર્ધન મિશ્ર મુજબ, રિટાયર્ડ તહસીલદારના દીકરા દેવેન્દ્ર ડાબરને વિભાગમાં નોકરી આપવાના નામ પર ઘણા યુવકો પાસે થી ૬૦-૭૦ લાખ રૂપિયા ઠગ્યા. ત્યાં જ મુખ્ય આરોપી આશરે ૩૦ લોકોનો સર્વે કર્યો હતો અને ત્યાં ખોટી રેડની તૈયારી હતી.

આવી રીતે ખુલી પોલ :-

દેવેન્દ્રની ટિમમાં શુભમ નામના યુવકને ૨૫ હજાર આપી નોકરી આપી. શુભમને ફિલ્ડ ઓફિસરનું પદ આપ્યું, પરંતુ વેતન એક જ વાર આપ્યું. આનાથી નારાજ થઈને શુભમેં દેવેન્દ્રનો સાથ છોડી દીધો. શુભમને શંકા થતા તેને પોલીસને સૂચના આપી. પોલિસે મુખ્ય આરોપી દેવેદ્રની સાથે સુનિલ મન્ડલોઈ, રવિ સોલંકી, દુરગેશ ગેહલોત અને સતીશ ગાવડે છે.

ઓફિસમાં કરતો હતો ધ્વજવંદન :-

આરોપી રાષ્ટ્રીય તહેવાર ઉપર ઓફિસમાં ધ્વજવંદન પણ કરતો હતો, જેથી ટીમમાં જોડાયેલા સાથીઓને શંકાના થાય. ઘણી વાર તે એમને લઈને આયકર વિભાગના મથકે પણ ગયો, પોતાના સહયોગીઓ કાર્યાલયની બહાર ઉભા રાખી પોતે અંદર જતો રહેતો હતો, જેનાથી સાથીઓને શંકા ના થાય.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.