ધોનીએ કહ્યું – ક્રિકેટ માંથી નિવૃત્તિ પછી મજા નહિ કરું, આર્મીમાં જઈને દેશની સેવા કરીશ

આપણા દેશ ભારતમાં ક્રિકેટનો ઘણો જ ક્રેઝ છે, અને નાના બાળકથી માંડીને મોટા તમામ લોકો ક્રિકેટમાં ઘણો જ શોખ ધરાવતા હોય છે. આજે અમે ક્રિકેટ સાથે જોડાયેલા એક ખેલાડી વિષે થોડી જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

એમ એસ ધોની ટીમ ઇન્ડિયાનો એ સ્ટાર છે. જેમણે ભારતીય ક્રિકેટને ઘણું બધું આપ્યું છે. ધોની જેટલો સારો ખેલાડી છે એટલો જ સારો અને શાંત સ્વભાવનો માણસ પણ છે. ભારતીય ક્રિકેટમાં ૧૩ વર્ષની તેની અત્યાર સુધીની સફર ઘણી જ સારી રહી. હાલમાં જ રમાયેલી ઓસ્ટ્રેલીયા સામેની વનડે સીરીઝમાં એમણે ત્રણેય મેચમાં અર્ધ શતક લગાવીને જાહેર કરી દીધું છે કે તે વર્લ્ડ કપ માટે તૈયાર છે.

હવે જયારે તે કેપ્ટન પદ છોડી ચુક્યા છે. તે વખતે સમય સમયે એ અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે, કે ધોની ક્રિકેટ માંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. હવે ભલે આ જાહેરાત જ્યારે પણ થાય, પણ મોટી વાત એ છે કે ત્યારે ધોની કરશે શું?

નિવૃત્તિ પછી આ કરશે ધોની : ધોનીને ઇન્ડિયન ટેરીટોરીઅલ આર્મીમાં નવેમ્બર ૨૦૧૧ માં લેફટીનેંટ કર્નલનો રેન્ક આપવામાં આવ્યો હતો. ત્યાર પછી તેમણે કહ્યું હતું કે તે આ જવાબદારી ભવિષ્યમાં નિભાવવા માટે સંપૂર્ણ તૈયાર છે. તેના દ્વારા તેનું આર્મીમાં કામ કરવાનું સપનું પૂરું થશે.

બાળપણથી સેનામાં જવાનું સપનું છે : ધોનીએ ટીમ ઇન્ડિયાને ક્રિકેટના દરેક ફોરમેટને ઊંચાઈઓ સુધી પહોચાડ્યું છે. પરંતુ રાંચીનો આ છોકરો ક્રિકેટર નહિ, કાંઈક બીજું બનવા માંગતો હતો. ધોનીએ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું, કે તે બાળપણથી જ ફોજી બનવા માંગતો હતો. તે રાંચીના કેંટ એરિયામાં હંમેશા ફરવા જતો રહેતો હતો, પરંતુ નસીબને કાંઈક બીજું મંજુર હતું. તે ફોજનો ઓફિસર ન બની શક્યો અને ક્રિકેટર બની ગયો.

શું છે ટેરીટોરીયલ આર્મી : ટેરીટોરીયલ આર્મી નિયમિત સેનાનો જ એક ભાગ છે. તેનું કાર્ય સેનાને સ્થિર સેવાથી મુક્ત કરવું અને કુદરતી આપત્તિ જેવી સ્થિતિમાં પ્રશાસનની મદદ કરવાનું હોય છે.

જે રીતે એમણે ક્રિકેટમાં પોતાનું યોગદાન આપી દેશનું નામ રોશન કર્યુ છે, એ જ રીતે તેઓ ટેરીટોરીયલ આર્મીમાં પણ પોતાનું સંપૂર્ણ યોગદાન આપે એવો લોકોને વિશ્વાસ છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ, કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.