દીકરી અને વહુમાં શું હોય છે અંતર? કરિનાની સાસુ શર્મિલાએ જણાવ્યું

કરીના કપૂર ખાન ફિલ્મોની સાથે સાથે પોતાના એક રેડિયો પોડકોસ્ટને લીધે પણ ચર્ચામાં છે. તે વ્હૉટ વુમેન વોન્ટની બીજી સીઝન શરુ કરી ચુકી છે. આ સીઝનના પહેલા એપિસોડમાં એમણે પોતાની સાસુ અને વીતેલા જમાનાની એક્ટ્રેસ શર્મિલા ટૈગોર સાથે વાત કરી. આ પોડકોસ્ટ દરમિયાન બેબોની સાસુએ જણાવ્યું કે, એક દીકરી અને વહુમાં શું અંતર હોય છે?

શર્મિલાએ કહ્યું, દીકરી તે હોય છે જેની સાથે તમે મોટા થઈ રહ્યા હોવ છો. તો ક્યાંકને ક્યાંક તમને એમના વિષે ખબર હોય છે. એમની સાથે કેવી રીતે ડીલ કરવી છે, એમને ગુસ્સો ક્યારે આવે છે પણ તમે વહુને જયારે મળો છો તો તે પહેલાથી જ એડલ્ટ હોય છે, અને તમને એના નેચર અને એના એટીટ્યુડ વિષે વધારે અંદાજો નથી હોતો, એટલે થોડો સમય લાગે છે. મને લાગે છે કે એક નવી છોકરી તમારા ઘરે આવે છે, તો તે તમારી જવાબદારી છે કે તમે એને કંફર્ટેબલ ફીલ કરાવો.

શર્મિલાના જન્મ દિવસ પર ન પહોંચી શકી કરીના :

એમણે એ પણ કહ્યું કે, તે જરૂરી છે કે સાસુ-સસરા કપલ વચ્ચે વધારે દખલ ન કરે, અને એમને આગળ વધવાની તક આપે. જણાવી દઈએ કે શર્મિલાએ 8 ડિસેમ્બરે પોતાનો 75 મો જન્મ દિવસ જયપુરમાં પરિવાર સાથે ઉજવ્યો હતો. જો કે કરીના આ પાર્ટીમાં પહોંચી શકી ન હતી. તેમજ કરિનાની વાત કરીએ તો તે પોતાની ફિલ્મ ગુડન્યુઝને લઈને હેડલાઈનમાં છે. તેમની આ ફિલ્મ આ મહિને રિલીઝ થવાની છે અને ફિલ્મમાં કરીના સિવાય અક્ષય કુમાર, કિયારા આડવાણી અને દિલજીત દોસાંઝ જેવા સ્ટાર જોવા મળશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.