દિલ દહેલાવી દે તેવી ઘટના 5 વર્ષના જોડિયા ભાઈઓનું મર્ડર, 20 લાખ ખંડણીની રકમ આપી હતી તો પણ…

૫ વર્ષના જોડકા ભાઈઓની હત્યા, સ્કૂલ બસ ને રોકીને ગન પોઇન્ટ પર ઉઠાવ્યા હતા અને ૨૦ લાખની ખંડણી પણ અપાઈ હતી, છત્તા પણ એ માસૂમ બાળકોને તડપાવી તડપાવી ને મારી નાખ્યા

સતના : અહીંથી ૧૨ ફેબ્રુઆરીના દિવસે અપહરણ કરવામાં આવ્યા બે જોડકા બાળકો શ્રેયાંશ અને પ્રિયાંશ અને એમની હત્યા કરી દીધી. બંનેના સબ ઉત્તરપ્રદેશમાં બાંદા નદીની પાસે મળ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અપહરણકર્તાઓ એ ૨૦ લાખની ખંડણી માંગી હતી અને એ મળ્યા પછી પણ બંને બાળકોની હત્યા કરી દીધી.

બંને બાળકોની ઉંમર ૫ વર્ષ હતી. એ રજાઓ પછી ચિત્રકુટની સ્કૂલ થી સતના પાછા આવી રહ્યા હતા. આ સમયે બદમાશોએ સ્કૂલ બસ રોકી તેમાંથી બાળકોને અપહરણ કરી લીધા. આ પુરી ઘટના બસમાં લાગેલા સીસીટીવી માં રેકોર્ડ થયેલી છે. ફુટેજમાં બદમાશ રિવોલ્વર બતાવીને બાળકોને અપહરણ કરતો હોય એવું નજરે પડે છે. પોલીસના મત મુજબ બદમાશોએ પહેલાં બંદૂક બતાવીને બસને ઉભી રખાવી અને પછી બંને બાળકોને બસથી ઉઠાવીને લઈ ગયા. બાળકો ચિત્રકૂટના સદગુરુ ટ્રસ્ટના એસપીએસ સ્કૂલમાં ભણતા હતા.

પોલિસે ૫૦ હજારનું ઇનામ આપવાનું જાહેર કર્યું હતું

આ ઘટનાના આગલા દિવસે જ પોલીસે આરોપીઓ ની માહિતી આપવાવાળા ને ૫૦ હજાર નું ઇનામ આપવાનું જાહેર કર્યું હતું.આ કિસ્સામાં અમુક શક ના ઘેરામાં રહેલા લોકોને પકડવામાં આવ્યા છે.

બાળકોને બાઇક પર બેસાડીને ભાગી ગયા હતા

નજરે જોનાર લોકોએ આપેલ માહિતી મુજબ, બદમાશોએ પહેલાં બસને ઉભી રખાવી પછી હથિયાર હલાવતા એક નકાબ પહેરેલ માણસ બસમાં ચડ્યો અને બંને બાળકોને ઉઠાવીને લઈ ગયો પછી બાઇક પર બાળકોને બેસાડી બદમાશો ભાગી ગયા. ઘટના સમયે બસમાં અન્ય બાળકો , ડ્રાઇવર અને કંડકટર પણ હતા. પરંતુ બદમાશો પાસે હથિયાર હોવાથી કોઈએ આ ઘટનાનો વિરોધ કર્યો નહીં.

વ્યાપારી છે પિતા

બાળકોના પિતાનું નામ બૃજેસ રાવત છે. તે તેલના વ્યવસાયી છે. પોલીસે બાળકોની શોધ માટે ટીમ બનાવી હતી. એવું પણ કહ્યું હતું કે જેને આ કૃત્ય કર્યું છે એના પરથી એ નક્કી છે કે એ બંને બાળકોને સારી રીતે ઓળખતા હતા.