ભારતમાં છે એક ‘દિલદાર’ હોસ્પિટલ, જ્યાં મફતમાં થાય છે બાળકો ના હ્રદયનો ઈલાજ જાણો ક્યા છે

આ બિલ્ડીંગને જરા ધ્યાનથી જુવો… દિલ જેવા આકારની બનેલી આ બિલ્ડીંગ નું દિલ પણ ખુબ વિશાળ છે. ગરીબ માં-બાપ, જે પોતાના બાળકોના હ્રદયની બીમારીના ઈલાજ માટે લાખો રૂપિયા ખર્ચી નથી શકતા તેમના માટે તારણહાર છે આ હોસ્પિટલ.

આ હોસ્પીટલનું નામ શ્રી સત્ય સાઈ સંજીવની હોસ્પિટલ જે છતીસગઢ ના રાયપુરમાં છે. અહિયાં હ્રદયના દર્દી બાળકો ની મફતમાં સારવાર કરવામાં આવે છે, ખાસ વાત એ છે કે આ હોસ્પીટલમાં કેશ બારી સુદ્ધાં નથી. આ હોસ્પીટલમાં આખા દેશમાંથી દર્દીઓ ઉપરાંત ઘણા દેશોના દર્દીઓ પણ મફતમાં સારવાર કરાવવા આવતા હોય છે જેમાં પાકિસ્તાનનું નામ પણ જોડાયેલ છે.

30 એકરમાં બનેલ આ હોસ્પિટલનો પાયો 2012 માં નાખવામાં આવ્યો હતો. અહિયાં નવજાત બાળકોથી લઈને 18 વર્ષ સુધીના બાળકોની મફતમાં સારવાર કરવામાં આવે છે. દર્દીની સાથે અહિયાં તેમના એક સગાને પણ અહિયાં રહેવા-જમવાની મફત વ્યવસ્થા છે. અહિયાં રોજના ત્રણ ઓપરેશન કરવામાં આવે છે. તેમની આ કામગીરી માટે હોસ્પિટલને 2016 માં બેસ્ટ સિંગલ શ્પેશ્યાલિટી એવોર્ડ થી સત્કારવામાં આવેલ છે.

આ સન્માન એસોચૈમ એસોસીએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી ભારત હેલ્થ સર્વિસ તરફથી વિશેષ કાર્ય કરવા બદલ આપવામાં આવે છે. અહિયાં પહેલા આવો પહેલા મેળવો ની ભાવના ને ધ્યાનમાં રાખીને રોજ સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી 6 દર્દીઓના રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. આમ તો ઈમરજન્સી માં તાત્કાલિક ભરતી કરવાની વ્યવસ્થા છે.