જેટલો સમય ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરવામાં લાગે છે, એનાથી ઓછા સમયમાં ઘરે બનશે આ 10 દેશી ડીસ

આજકાલના વ્યસ્ત જીવનને કારણે કોઈપણ વ્યક્તિ પાસે ખાવાનું બનાવવાનો વધુ સમય નથી હોતો. કે ક્યારે ક્યારે એવું પણ થાય છે કે ઘરે અચાનક મહેમાન આવી જાય છે, અને આપણને સમજાતું નથી કે શું બનાવવામાં આવે જે જલ્દી બની જાય?

તમારી આ સમસ્યાનો ઉકેલ અમે શોધી કાઢ્યો છે. એનો સીધો અર્થ છે કે તમને એવી રેસીપી વિષે જણાવવાં જઈ રહ્યા છીએ, જેને તમે ઝડપથી એટલે ૧૫ થી ૨૦ મિનીટમાં તૈયાર કરીને કોઈને પણ ખુશ કરી શકો છો. તેની સાથે વધુ ભૂખ લાગે તો તમારું પેટ પણ ભરી શકો છો.

૧. તવા રાઈસ : ઘણી વખત રાત્રે બનાવેલા ભાત વધતા હોય છે. બીજા દિવસે સવારે ઓફીસ જવા માટે મોડું થઇ રહ્યું હોય છે, તો તવા રાઈસ બનાવીને કામ ચલાવી શકો છો.

કેવી રીતે બનાવવા?

સૌથી પહેલા કાપેલા ગાજર અને વટાણાને પાણીમાં ઉકળવા માટે મુકી દો. અને બીજી તરફ ડુંગળી, ટમેટા, લીલા મરચા, લસણ અને આદુની પેસ્ટ બનાવી લો. હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને સુકા લાલ મરચા નાખો. પછી કાપેલી ડુંગળી, લીલા મરચા, આદુ લસણની પેસ્ટ નાખીને થોડી મિનીટ સુધી હલાવો, હવે તેમાં ગાજર અને વટાણા ભેળવીને સારી રીતે શેકી લો. થોડી વાર પછી તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા અને મીઠું નાખો. હવે રાતના વધેલા ભાતને મસાલા સાથે સારી રીતે ભેળવી અને તેને ફ્રાય કરો. ત્યાર પછી તેમાં લીલા ધાણા અને લીંબુ ભેળવીને સર્વ કરો.

૨. પનીર ટીક્કા : જો અચાનકથી ઓચિંતા કોઈ મહેમાનો ઘરે આવી જાય છે, અને તમને ખબર નથી પડતી કે શું બનાવવું, તો તે વખતે વધુ વિચાર્યા વગર પનીર ટીક્કા ટ્રાય કરી શકો છો.

કેવી રીતે બનાવવા?

પનીર ટીક્કા બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણ, આદુની પેસ્ટ સાથે જ ટમેટાનું કેચઅપ, શિમલા મરચું, લાલ મરચું અને મીઠું નાખો. મસાલા થોડી વાર શેકાયા પછી તેમાં પનીરના ટુકડા ભેળવીને થોડી મિનીટ માટે ઢાંકીને મૂકી દો. અને થોડી જ વારમાં તમારા પનીર ટીક્કા બનીને તૈયાર.

૩. ચીની નુડલ્સ : નુડલ્સ બનાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને બનાવવામાં ન તો વધુ મહેનત કરવી પડે છે, અને ન તો વધુ સમય આપવો પડે છે.

કેવી રીતે બનાવવું?

સૌથી પહેલા પાણીમાં મીઠું અને એક ચમચી તેલ નાખી નુડલ્સને ઉકાળી લો. ત્યારબાદ કડાઈ કે પેનમાં તેલ ગરમ કરી લસણ, ડુંગળી અને શાકભાજીને શેકી લો. પાંચ મિનીટ સુધી બધી વસ્તુઓ શેક્યા પછી તેમાં નુડલ્સ, સિરકા અને સોસ નાખીને ૧ મિનીટ સુધી પકાવો. ત્યાર પછી તેને હોંશથી ખાઈ શકો છો.

૪. બ્રેડ ઢોકળા : બ્રેડ કોઈના પણ ફ્રીઝમાં મળી જાય છે. એટલા માટે ઉતાવળમાં જો કાંઈ બનાવવા માટે નથી, તો બ્રેડ ઢોકળા બનાવી શકો છો.

કેવી રીતે બનાવવા?

બ્રેડ ઢોકળા બનાવવા માટે કિનારી કાપીને અલગ કરી લો. ત્યાર પછી બ્રેડની એક સાઈડ ઉપર લીલી ચટણી લગાવો અને તેની ઉપર ઝીણું કાપેલું ગાજર નાખી દો. હવે બ્રેડને ફોલ્ડ કરી તેની ઉપર દહીં લગાવો અને પછી તેની ઉપર મીઠું મરચું છાંટી દો. ત્યાર પછી તેની ઉપર સરસવનો તડકો લગાવીને સર્વ કરો.

૫. મગ દાળ અને ભાત : આ એક એવી ડીશ છે, જેને સૌથી ઝડપી અને સરળતાથી બનાવી શકાય છે.

કેવી રીતે બનાવવી?

સૌથી પહેલા લીલા મગની દાળ અને ભાતને સુકા અને સોનેરી થવા સુધી શેકો. ત્યારબાદ તેલ ગરમ કરી તેમાં સરસવ નાખો, સાથે જ ડુંગળી, આદુ અને લસણને શેકી લો. બધી વસ્તુ કોરી થઇ ગયા પછી તેમાં શેકેલી દાળ અને ભાત નાખો, તેની સાથે જ તેમાં થોડું લાલ મરચું (પાવડર) અને હળદર ભેળવી દો. ત્યાર પછી જરૂર મુજબ પાણી અને મીઠું ભેળવીને કુકરની બે સીટી વગાડો. હવે તમે કુકર ઠંડુ થાય એટલે તેને ચટણી સાથે ખાઈ શકો છો.

૬. દાળ પરોઠા : રાતની વધેલી દાળ માંથી તમે દાળ પરોઠા બનાવીને પોતાના દિવસની શરુઆત કરી શકો છો.

કેવી રીતે બનાવવી?

દાળ પરોઠા બનાવવા માટે તમે એક પેનમાં તેલ ગરમ કરી, તેમાં આદુ અને લીલા મરચા નાખીને ફ્રાઈ કરો. હવે તેમાં વધેલી દાળ નાખીને તેને ત્યાં સુધી શેકો જ્યાં સુધી તે સુકી ન થઇ જાય. મસાલા સુકાયા પછી તેમાં લીલા ધાણા ભેળવીને સ્વાદિષ્ઠ પરોઠા બનાવી શકો છો.

૭. સેન્ડવીચ : જો દુનિયામાં કાંઈ બનાવવું સૌથી સરળ છે, તો તે સેન્ડવીચ છે.

કેવી રીતે બનાવવી?

સેન્ડવીચ બનાવવા માટે બાફેલા બટેટાનો છૂંદો કરી, તેમાં લીલા મરચા, મીઠું અને ધાણા ભેળવો. ત્યાર પછી આ મિશ્રણને બ્રેડ ઉપર લગાવીને તેને ટોસ્ટર કે તાવડી ઉપર શેકી લો. અને લો બની ગઈ તમારી સેન્ડવીચ.

૮. સત્તુના પરોઠા (સાથવો): કદાચ તમને ખબર હોય કે સત્તુ (સાથવો) ના પરોઠા આરોગ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે.

કેવી રીતે બનાવવા?

તેને બનાવવા માટે એક પેનમાં ઘી નાખી તેમાં વરીયાળી, ગરમ મસાલો, આમચુર પાવડર, મીઠું અને લાલ મરચા નાખો. ત્યાર પછી સત્તુ ભેળવીને તેને થોડા શેકો અને પાણી ભેળવો. ત્યાર પછી તમે તેને લોટમાં ભેળવીને તેના પરોઠા બનાવી શકો છો.

૯. આમલેટ : આ કામ બેચલરથી લઇને પરણિત સુધી, દરેક વ્યક્તિ કરી શકે છે.

કેવી રીતે બનાવવી?

દુનિયાના દરેક માણસને ખબર છે કે આમલેટ બનાવવી કેટલી સહેલી છે. પછી જો નથી ખબર તો જણાવી દઈએ. ઈંડાને ફોડી તેમાં કાપેલા ટમેટા અને ડુંગળી મિક્સ કરી લો. તેની સાથે જ મરચા અને મીઠું ભેળવવાનું ન ભૂલો. હવે પેનમાં તે ઘોળને નાખીને તમે આમલેટ બનાવી શકો છો.

૧૦. નમકીન સેવ : ઘણી જગ્યાએ મીઠી સેવ ખાવામાં આવે છે. પણ આ વખતે તમે નમકીન સેવ ખાઈને જુવો સારું લાગશે.

કેવી રીતે બનાવવી?

કડાઈમાં તેલ નાખીને તેમાં રાઈ અને મીઠો લીમડો શેકો. ત્યાર પછી તેમાં આદુ અને લસણ નાખીને હલાવો, પછી તેમાં ડુંગળી અને બટાકા ફ્રાઈ કરો. ધ્યાન રાખો આદુનો રંગ ભૂરો થવા સુધી તેને શેકતા રહો, અને ત્યાર પછી તેમાં મગફળીના દાણા ભેળવો. હવે તમે મીઠું ભેળવીને તેમાં ઉકાળેલી સેવ નાખો અને તૈયાર છે તમારી નમકીન સેવ.