ખુશખબરી : સરકારે આપી દિવાળીની ભેટ આ બધી વસ્તુઓ થઈ ગઈ સસ્તી, જાણો બધી જ વિગતો

મિત્રો, આ દિવાળી પહેલા સરકારે દેશના નાગરિકોને સારી દિવાળી ભેટ આપી છે. અને એ ભેટ રૂપે કેટલીક વસ્તુઓમાં જીએસટી ઓછો થતા એના ભાવમાં ઘટાડો થયો છે. આજે અમે તમને એના વિષે જ જાણકારી આપવાના છીએ. તો આવો જાણીએ આજના લેખમાં શું ખાસ છે?

જણાવી દઈએ કે, હાલમાં જ જીએસટી કાઉન્સિલે જીએસટી દરોમાં ફેરફાર કર્યા છે. એ અંતર્ગત અમુક વસ્તુઓ સસ્તી થઇ છે તો અમુક મોંઘી થઇ છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ વખતે અગત્યનાં નિર્ણય લેવામાં આવ્યા છે. એ અનુસાર 7500 રૂપિયાથી ઓછા હોટલ રૂમનાં ભાડા પર 12 % GST ની મંજૂરી આપી છે. અને 7500 રૂપિયાથી વધારેનાં ભાડા પરનો જીએસટી 28 % થી ઘટાડીને 18 % કરવામાં આવ્યો છે. તો એવું પણ જાણવા મળ્યું છે કે, 1000 રૂપિયા સુધીના ભાડા પર કોઇ જીએસટી નહીં લાગે. એટલે વેકેશનમાં ફરવા જનારા માટે હોટલના ભાડા સસ્તા થશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, જીએસટી કાઉન્સિલે પોતાની 37 મી બેઠકમાં એક્સપોર્ટ અને હોટલ જેવા ઉદ્યોગો માટે ભેટોની જાહેરાત કરી છે. અને સાથે સાથે ખાસ ક્ષમતાનાં વાહનો પર પણ જીએસટી રેટમાં કાપ મુક્યો છે. એ મુજબ 13 સીટો સુધીનાં 1,200 cc પેટ્રોલ વાહનો અને 1,500 cc ના ડીઝલ વાહનો પર જીએસટી ઘટાડીને 12 % કરી દેવામાં આવ્યો છે. જેનો ફાયદો સામાન્ય નાગરિકને થશે.

તેમજ મિત્રો, ખાસ વાત એ પણ છે કે, તહેવારો પહેલા એલઈડી ટીવી સસ્તા થવાની વાત સ્પષ્ટ થઈ છે. કારણ કે સરકારે ઓપન સેલ ટીવી પેનલની આયાત પર 5 % જીએસટી હટાવી દીધો છે. એટલે હવે ઓપન સેલ ટીવી પેનલ પર કોઈ ટેક્સ નહિ લાગે. જણાવી દઈએ કે, આ પેનલનો ઉપયોગ એલઈડી અને એલસીડી ટીવી બનાવવા માટે થાય છે.

સરકારના આ નિર્ણયથી ટીવી પેનલની કિંમતમાં લગભગ 3 % ઘટાડો થશે. ઓપન સેલ ટીવી પેનલ ટીવી નિર્માણમાં મહત્વનો ભાગ હોય છે, એનો ટીવી બનાવવાના ખર્ચમાં અડધાથી વધારે ભાગ હોય છે. નાણાં મંત્રાલયે મંગળવારે મોડી રાત્રે આપેલા નોટિફિકેશનમાં કહ્યું હતું કે, એલસીડી અને એલઈડી ટીવીના નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવતા ઓપન સેલ ટીવી પેનલ (15.6 ઈંચ અને એની ઉપર) પર કોઈ જીએસટી નહિ લાગે.

એ સિવાય પેકિંગમાં ઉપયોગમાં થનારા પૉલીપ્રોપેલીનની થેલીઓ અને ગુણ(બોરીઓ) પર 12 % જીએસટી, અને ભારતમાં થનારા ફીફા અંડર-17 વર્લ્ડ કપ માટે ફીફાને સપ્લાઇ કરવામાં આવનારા ગુડ્સ એન્ડ સર્વિસમાં જીએસટીની છૂટ આપવામાં આવી છે. ભારતમાં નથી બનતા એવા કેટલાક વિશેષ રક્ષા ઉત્પાદનોને જીએસટીમાંથી છૂટ આપવામાં આવી છે. એ સિવાય કપાયેલા અને પોલિસ કરેલા થોડા કિંમતી એવા સેમી પ્રીસિયસ પથ્થરો પર જીએસટી દર 3 % થી ઘટાડીને 0.25 % કરી દેવામાં આવ્યો છે. તો વિદેશમાંથી થતી જ્વેલરીની આયાત પર કોઈ જીએસટી નહીં આપવો પડે.

એ સિવાય સ્લાઇડ ફાસ્ટનર પર જીએસટી 18 % થી ઘટીને 12 % થયો છે, એન દરિયાઈ ઇંધણ પર 18 % થી ઘટીને 5 % થયો છે. પથ્થરવાળા ગ્રાઇંડર પર જીએસટી 12 % થી ઘટીને 5 % અને સુકી આમલી પર જીએસટી 5 % થી ઘટાડીને 0 (શૂન્ય) કરી દેવામાં આવ્યો છે.

આપણે ત્યાં હીરાઓ પર કરવામાં આવતા કામ સાથે જોડાયેલી સેવાઓ પર જીએસટી 5 % થી ઘટાડીને 1.5 % કરી દેવામાં આવ્યો છે. અને એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવતા મશીન જૉબ વર્ક્સ પર જીએસટી 18 % થી ઘટાડીને 12 % કરી દેવામાં આવ્યો છે. પણ બસ બૉડી બિલ્ડિંગ વર્ક્સ પર 18 ટકા જીએસટી લાગતો રહેશે. ગૃહ મંત્રાલય અંતર્ગત આવનારી પાર્લામેન્ટ્રી ફૉર્સેઝની ગ્રુપ ઇન્શ્યોરન્સ સ્કીમ્સને જીએસટીથી મુક્ત કરી દેવામાં આવી છે.

બીજી તરફ તો રેલવે વૈગન અને કૉચ પર જીએસટી દર 5 % હતો તે વધારીને 12 % કરી દીધો છે. અને કૈફિનેટેડ ડ્રિંક્સ પર જીએસટી 18 % હતો એ વધારીને 28 % કરી દેવામાં આવ્યો છે. (કૈફિનેટેડ ડ્રિંક્સ એટલે એવા ડ્રિંક્સ જેમાં કેફીનની માત્રા હોય, જેમ કે ચા, કોફી, એનર્જી ડ્રિંક્સ વગેરે.)