પ્રયત્નો કરવા છતાં પણ નથી થઈ રહ્યો ધન લાભ, તો બુધવારે કરો આ ઉપાય, ગણેશજી સુધારશે તમારું ભાગ્ય.

ગણપતિનું સ્મરણ કરી બુધવારે કરો આ સરળ ઉપાય, ધન સંબંધિત સમસ્યાઓ દૂર થવાની સાથે થશે ભાગ્યોદય.

બુધવારના દિવસને ભગવાન ગણેશજીની પૂજા અર્ચનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે લોકોની ઉપર ગણેશજીની કૃપા દ્રષ્ટિ જળવાઈ રહે છે, તે વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ઉભી થતી નથી. ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. તેમના આશીર્વાદથી જીવનની તમામ મુશ્કેલીઓ દુર થઇ જાય છે.

ગણેશજી દેવોમાં પ્રથમ પૂજનીય છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા તેમની પૂજા કરવામાં આવે છે. જો તમે ઈચ્છો છો કે, તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી તકલીફો ઉભી ન થાય અને તમને તમારી મહેનતનો ફાયદો મળે, તો તમે બુધવારના દિવસે ગણેશજીના વિશેષ ઉપાય કરી શકો છો. આ ઉપાયો કરવાથી તમારા ભાગ્યમાં સુધારો થશે, અને તરત જ ધન લાભ મળશે.

ganesh ganpati
ganesh ganpati

બુધવારના ઉપાય :

ધન લાભ પ્રાપ્ત કરવા માટે બુધવારના ઉપાય :

1. જો તમે ઈચ્છો છો કે તમને ધનની પ્રાપ્તિ થાય તો તેના માટે બુધવારના દિવસે ભગવાન શ્રી ગણેશજીનો અભિષેક કેસર વાળા દુધથી કરો.

2. પૈસા સાથે જોડાયેલી તકલીફોમાંથી છુટકારો મેળવવા માટે, તમે બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવરાવી શકો છો. આ ઉપાય કરવાથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દુર થાય છે, અને વેપારમાં પણ તમને પ્રગતી પ્રાપ્ત થશે.

3. ધન સંબંધિત સમસ્યાઓ દુર કરવા માટે તમે બુધવારના દિવસે શિવલિંગ ઉપર બીલીપત્ર અર્પણ કરો.

4. જો તમે અથાગ પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ તેમ છતાં પણ ધન લાભ નથી મળી શકતો તો તે વખતે તમે બુધવારના દિવસે આ ઉપાય જરૂર અપનાવો. તમે બુધવારના દિવસે 11 નારીયેલની માળા બનાવીને ભગવાન ગણેશજીને અર્પણ કરો. આ ઉપાય અપનાવવાથી ધન લાભ પ્રાપ્તિના યોગ ઉભા થાય છે.

5. જો તમે બુધવારના દિવસે આંકડાના થડને અભીમંત્રીત કરીને તમારા ધન રાખવાના સ્થાન ઉપર તેને રાખો છો, તો તેનાથી ધનમાં વૃદ્ધી થાય છે.

સમસ્ત પાપોનું શમન કરવા માટે :

જો તમે તમારા જીવન દરમિયાન જાણે-અજાણે કરેલા પાપોમાંથી મુક્તિ મેળવવા માંગો છો, તો તેના માટે બુધવારના દિવસે ગણેશ સહસ્ત્રનામના જાપ કરો.

વેપારમાં પ્રગતી મેળવવા માટે :

જો તમારા વેપારમાં કોઈ પ્રકારની અડચણ ઉભી થઇ રહી છે, કે વેપારમાં નુકશાન વેઠવું પડે છે, તો તે વખતે તમે બુધવારના દિવસે વેપારના સ્થળ ઉપર ગણેશજી અને શ્રીયંત્રની સ્થાપના કરો. આ ઉપાય અપનાવીને વેપાર સાથે જોડાયેલી તમામ તકલીફો દુર થઇ શકે છે, અને તમને વેપારમાં પ્રગતિ પ્રાપ્ત થશે.

moong dal
moong dal

બુધ ગ્રહને પ્રબળ બનાવવા માટે :

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધની સ્થિતિ ખરાબ હોવાને કારણે તકલીફોમાંથી પસાર થવું પડે છે, તો તે વખતે તમે બુધવારના દિવસે શિવલિંગ ઉપર લીલા મગ અર્પણ કરો. આ ઉપાય અપનાવવાથી બુધ ગ્રહ મજબુત થાય છે. તે ઉપરાંત જો તમે બુધવારના દિવસે રામાયણના કીસ્કીંધા કાંડનો પાઠ કરો છો, તો તેનાથી પણ બુધ ગ્રહને બળ મળે છે.

લગ્ન સાથે જોડાયેલી અડચણો દુર કરવા માટે :

જો લગ્નમાં કોઈ પ્રકારની અડચણ ઉભી થઇ રહી છે, તો તેના માટે બુધવારના દિવસે ભગવાન ગણેશજીને દુર્વાની 11 ગાંઠ હળદર લગાવીને અર્પણ કરો. આ ઉપાય અપનાવવાથી લગ્ન સંબંધીત અડચણો દુર થઇ જાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.