26 એપ્રિલ અખાત્રીજના દિવસે કરી લો આ ખાસ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી જીવનની સમસ્યાઓ થશે દૂર.

અખાત્રીજના દિવસે માં લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા કરો આ ઉપાય, માતા તમારા જીવનનની સમસ્યાઓનો કરશે અંત

માણસ તેના જીવનની મુશ્કેલીઓને દૂર કરવા માટે હંમેશા ભગવાનની ભક્તિ કરે છે, આમ તો જોવામાં આવે તો દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ પ્રકારની મુશ્કેલીઓ ઉભી થતી રહે છે, તેમાંથી છૂટકારો મેળવવા માટે, વ્યક્તિ ભગવાનની ભક્તિમાં વ્યસ્ત રહે છે. એવું કહેવામાં આવે છે કે ભગવાનની ઉપાસના કરવાથી જીવનની સમસ્યા ઓછી થાય છે.

જો કોઈ વ્યક્તિની ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે, તો જીવન આનંદમય બને છે, આ દુનિયામાં એવી ઘણી શક્તિઓ છે. જેને આપણે ભગવાન તરીકે માનીએ છીએ, લોકો દેવી-દેવતાઓને ખુશ કરવા માટે મંત્રોના જાપ, પૂજા પાઠ, દાન પૂણ્ય જેવા કાર્યો કરે છે, જો તમારી સાચી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તેનાથી દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે અને અશક્ય કાર્યો પણ શક્ય થઇ જાય છે.

આપને જણાવી દઈએ કે 26 એપ્રિલ 2020 ના રોજ અક્ષય તૃતીયાની ઉજવણી થવા જઇ રહી છે, જો તમે આ દિવસે કેટલાક સરળ એવા ઉપાય કરો છો, તો તમને અનેક પ્રકારનાં ફાયદાઓ મળી શકે છે, શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે આ દિવસે દાન,પૂજા, તંત્ર-મંત્ર, સિદ્ધિથી લાભ પ્રાપ્ત કરી શકાય છે, આજે અમે તમને કેટલાક સરળ ઉપાયો જણાવી રહ્યા છીએ. જેને અક્ષય તૃતીયા ઉપર કરીને દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકાય છે અને તમારા જીવનની ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઇ જશે.

ચાલો જાણીએ અક્ષય તૃતીયા ઉપર કયા ઉપાય કરવા જોઈએ

હંમેશાં જોવામાં આવ્યું છે કે વ્યક્તિને તેના કુટુંબમાં કેટલીક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે, ઘરમાં ગરીબીનો વાસ રહે છે અને તે ઘરમાં બરકત નથી થઇ શકતી, તે ઉપરાંત રોજગાર સંબંધિત ઘણી સમસ્યાઓ ઉભી થઇ રહી છે, જો તમે અક્ષય તૃતીયાના દિવસે “ॐ नमो भाग्य लक्ष्म्यै च विद्महे अष्ट लक्ष्म्यै च धीमहि तन्नौ लक्ष्मी प्रचोदयात्।।” ના જાપ 51 માળા કરો, ત્યાર પછી પણ એક માળા જ્યાં સુધી કાર્ય ન થાય ત્યાં સુધી કરો.

જો તમે આ મંત્રનો જાપ સવા લાખ વખત કરીને દશાંશ, હવન, તર્પણ, કન્યા-બ્રાહ્મણ ભોજન કરાવો છો, તેનાથી તમને સુખ-સમૃદ્ધી અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે, જો કોઈ વ્યક્તિને આ મુશ્કેલ મંત્રનો પાઠ કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવી રહી છે, તો તે વખતે તમે લક્ષ્મી એકાક્ષરી મંત્ર “શ્રી” નો જાપ કરી શકો, જો તમે તેને 12 લાખ વખત તેના પાઠ કરો છો. તો લક્ષ્મીજી પ્રસન્ન થઇ જાય છે.

વ્યક્તિને ધંધા, દુકાન, ફેક્ટરી સાથે સંબંધિત કોઈને કોઈ મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે, આ સિવાય જો પરિવારમાં કોઈ પ્રકારના વાદ-વિવાદ થતા રહે છે, તો તેવામાં તમે અક્ષય તૃતીયાને ચાંદીની ડબ્બીમાં શુદ્ધ સિંદુર રાખીને, 11 ગોમતી ચક્ર રાખ્યા પછી, તમે ઉપરોક્ત આપવામાં આવેલા મંત્રના જાપ કરીને પૂજા કરો, આ ડબ્બીને તમે તમારી ધન રાખવાની જગ્યાએ અથવા તિજોરીમાં રાખી શકો છો, તેનાથી તમને ફાયદો થશે.

અક્ષય તૃતીયાના દિવસે, ચાંદી અથવા તાંબાના વાસણમાં કમળ ગટ્ટા(કમળ કાકડી) ભરી લો અને તેની ઉપર મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો, ત્યાર પછી તમે કેસરથી ચોખા રંગી શકો છો અને યંત્ર દીઠ એક કે બે દાણા અર્પણ કરો અને આ બધા ચોખાના દાણા એકઠા કર્યા પછી, ખીર બનાવી લો અને કન્યાઓને ખવડાવી શકો છો, તેનાથી દેવી લક્ષ્મીની કૃપા વરસશે.

આ માહિતી હિંદુ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.