આ ડોકટરે નાનકડા ગામના આ સરકારી દવાખાનાને 8 વર્ષ સેવા આપી કરી દીધું સુવિધા સજ્જ. જ્યારે વિદાય થવાનું થયું ત્યારે…

આજથી 8 વર્ષ પહેલા ડો. કિશોર ચરણ દાસ ઓડિસાના એક પછાત વિસ્તાર ટેંટુલખુંન્તિના CHC (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) માં કાર્યરત થયા હતા. ત્યારે એ હોસ્પિટલની સ્થિતિ એવી હતી કે, ત્યાં હોસ્પિટલના નામ પર ફક્ત ઔપચારિકતા જ હતી. 80% ડોક્ટરોની ખુરશી ખાલી હતી, કારણ કે કોઈ પણ ડોક્ટરને ચાર્જ આપવામાં આવ્યો ન હતો. સુવિધાઓ શૂન્ય હતી અને હાલ એકદમ બેહાલ હતા. સ્થિતિ એટલી ખરાબ હતી કે, સ્થાનિક નિવાસી મૂળભૂત સુવિધાઓના અભાવે દમ તોડી દેતા હતા.

અને ડો. દાસે પોતાના જોઈનીંગ પછી નિશ્ચય કરી લીધો હતો કે તે અહીંની સ્થિતિ બદલીને જ રહેશે. એમની લડાઈ સરકાર સામે હતી, જે સુવિધાઓના નામ પર અંગુઠો દેખાડી રહી હતી. અને ડો. દાસ પોતે એક સરકારી કર્મચારી હતા.

ડો. દાસે ત્યાંની બગડેલી સ્થિતિને સુધારવા માટે રાજ્ય અને કેન્દ્ર સ્તરે કામ કરતા ઓફિસરો અને નેતાઓ સાથે સંપર્ક સાધવાના શરુ કરી દીધા. ઈમેલ નાખ્યા, પણ જવાબ ન મળ્યો તો પોતે નેતાઓની ઓફિસ સામે પણ અડીખમ ઉભા રહ્યા. મોટા ઓફિસરો સામે ગામવાસીઓના હક માટે તે લડતા રહ્યા. નેતાઓ સામે પોતાનો વિરોધ પણ જાહેર કર્યો. એમના આ વ્યવહારથી ઘણા નેતાઓ નારાજ પણ થયા, પણ ડો. દાસે ન ક્યારેય પોતાની કે ન પોતાની નોકરીની ચિંતા કરી.

છેવટે એમનો વિદ્રોહ રંગ લાવ્યો. પોતાના બળ પર ડો. દાસે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક એયર કંડિશન વાળો ડિલિવરી રૂમ, એક ઓપરેશન થીએટર અને એક ઓક્સિજન કોન્સન્ટ્રેટરનું નિર્માણ કરાવ્યું. દવાઓની ખપત માટે દિવસ રાત સરકાર અને પ્રસાશન સામે લડ્યા પછી દવાઓ નિયમિત રીતે મળતી કરાવી.

ત્યાંની જનતાને એમનો નાયક મળી ગયો. સ્થાનિક કોમ્યુનિટી સેન્ટર હવે બેહાલ ન રહ્યું. એટલી સુવિધાઓ તો થઇ ગઈ કે ઓછા માં ઓછા એક દર્દીનો જીવ તો બચાવી જ શકાય. ડો. દાસનું અભિયાન અહીંયા પહોંચ્યા પછી પણ અટક્યું નહિ. એમણે પોતાનો નંબર ગ્રામ પંચાયતો અને તાલુકાઓમાં વહેંચી દીધો. દિવસના 24 કલાક દરમ્યાન કોઈ પણ સ્થાનિક નિવાસી ડો. દાસને ફોન કરીને મળવા માટે સ્વતંત્ર હતો.

એમણે દર્દીઓ માટે દિવસ રાત એક કરી દીધા, અને એક ચિકિત્સકના રૂપમાં એક દિવસમાં જેટલું કામ કરી શકતા હતા, એના કરતા વધારે કરવાનો પ્રયત્ન કર્યો. સ્થાનિક નિવાસી એમની પ્રશંસા કરતા જણાવે છે કે, ડો. દાસને પોતાને પણ યાદ નહિ હોય કે એમણે કેટલા લોકોને મૃત્યુના મોં માંથી બહાર કાઢ્યા છે. નર્સિંગ સ્ટાફના જણાવ્યા અનુસાર એવા ઘણા દિવસો વીત્યા છે, જયારે ડો. દાસ 24 કલાક માંથી 18 કલાક પોતાની ખુરશી પર રહીને દર્દીઓનો ઈલાજ કરતા હતા.

પછી એક દિવસ ડો. દાસે નિર્ણય લીધો કે, એમણે આગળ ભણવા માટે ત્યાંથી જવું પડશે. એમણે આ વાત કોઈ પણ સ્થાનિક વ્યક્તિને જણાવી નહિ. પણ ક્યાંકથી જાણકારી મળ્યા પછી એમના જવાની વાત જંગલની આગની જેમ ફેલાઈ ગઈ.

જે દિવસે એમણે જવાનું હતું એ દિવસે લગભગ 1000 લોકોના સમૂહે એમને ઘેરી લીધા. દરેક લોકોએ એમને ત્યાંથી ન જવા માટે આગ્રહ કર્યો. એ ભીડમાં ન જાણે કેટલા વયસ્ક લોકો, મહિલાઓ, વૃદ્ધ અને બાળકો હતા જેમને ડો. દાસે જીવનદાન આપ્યું હતું. સ્થિતિ એવી થઇ ગઈ કે, સ્થાનિક નિવાસીઓના સમૂહને કારણે રસ્તો એક કલાક સુધી જામ રહ્યો. ત્યાંના નિવાસી જણાવે છે કે આ ક્ષણ એવી હતી જયારે હજારો લોકોની આંખો ભીની થઇ ગઈ હતી.

યુવાનો પોતાના નાયકને વિદાય આપતા સમયે એમની સાથે સેલ્ફી લઇ રહ્યા હતા. અને વૃદ્ધો એમને આશીર્વાદ આપી રહ્યા હતા. આ બધા વચ્ચે કઈંક એવું થયું જે અવિશ્વસનીય હતું. ડો. દાસ પોતે એક અબોધ બાળકની જેમ રડવા લાગ્યા. જે છોડને એમણે પોતાની 8 વર્ષની મહેનત અને કૌશલ્યથી એક વૃક્ષમાં ફેરવ્યું હતું, એને છોડીને જવાનો સમય આવી ગયો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે, સ્થાનિક નિવાસીઓએ ડો. દાસને એક વાયદા કરીને જવા દીધા છે. અને એ વાયદો એ છે કે, તે પોતાનું ભણતર પૂરું કરીને ફરી પાછા એ લોકોની વચ્ચે જ આવશે. એક જર્જરિત અને બેહાલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને ડો. દાસે હવે એક સુવિધાપૂર્ણ મીની હોસ્પિટલનું રૂપ આપી દીધું છે. જે વિસ્તારમાં ડિલિવરી દરમ્યાન મહિલાઓનો દમ તોડી દેવો એક સામાન્ય વાત હતી, એ વિસ્તારમાં હવે એક સુવિધાયુક્ત ડિલિવરી રૂમ છે.

ફોટામાં ડો. દાસ ભીની આંખો સાથે હાથ જોડીને એ બધા લોકોથી વિદાય લઇ રહ્યા છે, જેમની ઉન્નતિ માટે એમણે પોતાના દિવસ રાત એક કરી દીધા હતા. આ ભીડમાં દેખાતી જનતા કોઈ નેતાના સમ્માનમાં બોલાવેલી ભાડુતી જનતા નથી. આ લોકો એક સરકારી કર્મચારીની કર્તવ્યનિષ્ઠાને નમન કરવાં ભેગા થયા છે. આ ભીડમાં ન જાણે એવા કેટલા લોકો છે, જેમને ડો. દાસે નવજીવન આપ્યું છે.

આજમ ખાન જેવા નેતાને આ દ્રશ્ય દેખાડવું જોઈએ. અધિકારીઓ પાસે બુટ સાફ કરાવવાની વાત કરવાં વાળા આજમ ખાન જેવા નેતા ડો. દાસ જેવા કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ પાસેથી સીખી શકે છે કે, એક સડી ગયેલી સરકારી પ્રણાલીને કેવા આવેશ સાથે સાફ કરીને વ્યવસ્થિત કરી શકાય છે.