દોઢ લાખનું મંગળસૂત્ર ગળી ગયો બળદ, 8 દિવસ સુધી છાણમાં શોધતો રહ્યો માલિક અને પછી જે થયું…

મહારાષ્ટ્ર સહીત ઘણા રાજ્યોમાં પોલા ફેસ્ટીવલ ઘણી ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે. આ ફેસ્ટીવલમાં બળદને શણગારીને ગલી ગલી ફેરવવાની પ્રથા છે અને પછી તેની વિધિ પૂર્વક પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. આ ફેસ્ટીવલનો ક્રેજ સૌથી વધુ મહારાષ્ટ્રમાં જોવા મળે છે.

પરંતુ એક વખત એક વિચિત્ર એવી ઘટના સામે આવી છે, જે જાણીને તમને નવાઈ થઇ શકે છે. મહારાષ્ટ્રમાં એક ખેડૂતે પોલાના દિવસે પોતાના બળદ સામે દોઢ લાખનું મંગળસૂત્ર થાળીમાં મુકી દીધું, જેને બળદ ગળી ગયો અને પછી જે થયું, તે નવાઈ કરી દે તેવું છે.

મહારાષ્ટ્રના અહમદનગરના એક ગામમાં એક ખેડૂતે પોલાના દિવસે પોતાના બળદને પોતાના બળદને શણગારીને તમામ ગલી મોહલ્લામાં વટથી ફેરવ્યો અને પછી ઘરે પૂજા પાઠ કર્યા. પૂજા કરવા માટે તેણે થાળીમાં બધી વસ્તુ મૂકી અને પછી પોતાની પત્નીનું મંગળસૂત્ર પણ મુક્યું.

ત્યાર પછી થાળીમાં મુકેલું મંગળસૂત્ર બળદ ગળી ગયો અને પછી તેના પેટમાંથી મંગળસૂત્ર કઢાવવા માટે તેનું ઓપરેશન સુધી કરવું પડ્યું. આ ઘટના ભલે થોડી વિચિત્ર લાગે, પરંતુ ઘટના સંપૂર્ણ સત્ય છે, જેના માટે ખેડૂતને ઘણી મહેનત કરવી પડી.

દોઢ લાખનું મંગળસૂત્ર ગળી ગયો બળદ

પોલાના દિવસે બળદની પૂજા અર્ચના કરવા માટે ખેડૂતે થાળીને ઘણી સારી રીતે શણગારી હતી, જેમા મીઠાઈ ઉપરાંત પોતાની પત્નીનું સોનાનું મંગળસૂત્ર પણ રાખ્યું હતું. જેવી જ પૂજા શરુ થઇ, તેવી જ લાઈટ જતી રહી અને તેની પત્ની મીણબત્તી લેવા માટે બહાર જતી રહી.

મીણબત્તી લઈને તે પાછી આવી, તો તેણે જોયું કે થાળીમાં મંગળસૂત્ર જ ન હતું. ખાસ કરીને અંધારામાં બળદ મીઠાઈ સાથે સાથે મંગળસૂત્ર પણ ગળી ગયો, ત્યાર પછી તેણે પોતાના પતિને જણાવ્યું તો તેણે મોઢામાં ચેક કર્યું. પરંતુ મંગળસૂત્ર ન મળ્યું.

છાણમાં શોધવામાં આવ્યું મંગળસૂત્ર

ગામ વાળાની સલાહ ઉપર ખેડૂતે આઠ દિવસ સુધી બળદના છાણમાં મંગળસૂત્ર મળવાની રાહ જોઈ, પરંતુ બળદના છાણમાંથી મંગળસૂત્ર ન નીકળ્યું, ત્યાર પછી ખેડૂત સહીત ગામ વાળાને નિરાશા થઇ. તે દરમિયાન ખેડૂત દરરોજ બળદના છાણમાં મંગળસૂત્રની શોધ કરતા રહ્યા, પરંતુ મંગળસૂત્ર બહાર ન આવ્યું, જેની જાણ ધીમે ધીમે આખા ગામમાં ફેલાઈ ગઈ અને દરેક બળદના છાણમાં દોઢ લાખના મંગળસૂત્રની રાહ જોઈ રહ્યા હતા.

ઓપરેશનથી કાઢવામાં આવ્યું મંગળસૂત્ર

રાહ જોયા પછી જયારે બળદના પેટમાંથી મંગળસૂત્ર ન નીકળ્યું, તો તેને ડોક્ટર પાસે લઇ જવામાં આવ્યો. ડોકટરે તેનું ઓપરેશન ૯ સપ્ટેમ્બરના રોજ કર્યું, ત્યાર પછી તેની સ્થિતિ સારી છે. ડોકટરે જણાવ્યું કે મંગળસૂત્ર બળદના રેટીકુલમમાં ફસાઈ ગયું હતું. જેને ઓપરેશન દ્વારા કાઢી નાખવામાં આવ્યું છે. આમ તો બળદને કોઈ ટાંકા પણ નથી આવ્યા, પરંતુ વહેલી તકે તેની હાલત ઠીક થઇ જશે અને તેની સારી રીતે કાળજી રાખવામાં આવી રહી છે અને ઠીક થવાની પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.