ડોલી, કિટ્ટીની મિડિલ ક્લાસ દુનિયા અને અધૂરા સપનાઓના બોઝ, વાંચો પૂરું રીવ્યુ.

“ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે” શું છે તેમાં વિશેષ, જાણો ગુજરાતી રીવ્યુ.

ડોલી તેના લગ્નજીવનથી અસંતુષ્ટ નથી. તેના માટે તે પોતાને જ જવાબદાર સમજતી રહી છે, જ્યાં સુધી કે ડીલીવરી બોય ઉસ્માન સાથે તેનું… ‘લીપસ્ટીક અંડર માય બુર્કા’ પછી અલંકૃતા શ્રીવાસ્તવ ‘ડોલી કિટ્ટી અને વો ચમકતે સિતારે’ લઈને આવી છે. ફિલ્મ 18 સપ્ટેમ્બરના રોજ નેટફ્લીક્સ ઉપર રીલીઝ થઇ ગઈ. લીપસ્ટીક અંડર માય બુર્કા દ્વારા અલંકૃતાએ મહિલા સશક્તિકરણને એક મજબુત સંદેશો આપ્યો હતો. ફિલ્મ અમુક દ્રશ્યો માટે વિવાદોમાં પણ રહી હતી.

ડોલી કિટ્ટી એવા જ સંદેશાઓનું વિસ્તૃતીકરણ છે, પરંતુ કહાની કહેવાનો અંદાઝ આ વખતે હળવો એવો રહ્યો છે. મુદ્દો તે જ છે. જે પુરુષો માટે સારું હોઈ શકે છે, તે મહિલાઓ માટે કેમ નહિ? અધુરી ઇચ્છાઓનો બોજ મહિલા ઉપર જ કેમ રહે? ‘ડોલી કિટ્ટી ઓર વો ચમકતે સિતારે’ બે પિતરાઈ બહેનો ડોલી અને કિટ્ટીની કહાની છે. મધ્યમ વર્ગીય પહેરવેશ અને માન્યતાઓમાં ઉછરેલી બંને બહેનો પોત-પોતાનું જીવન જીવી રહી છે. ડોલી નોયડામાં પોતાના કુટુંબ સાથે રહે છે. પતિ અને બે બાળકો છે. તે પોતે જોબ કરે છે.

dolly Kitty Aur Woh Chamakte Sitare
dolly Kitty Aur Woh Chamakte Sitare movie

ડોલી પોતાના લગ્નજીવનથી સંતુષ્ટ નથી. તેના માટે તે પોતાને જ જવાબદાર સમજતી રહી છે, જ્યાં સુધી કે ડીલીવરી બોય ઉસ્માન સાથે તેનો પ્રેમ સંબંધ શરુ નથી થતો. ઉસ્માન સાથે સમય પસાર કરવાથી તેને અહેસાસ થાય છે કે દોષ તેનામાં નથી. ત્યાં ઓછું ભણેલી કિટ્ટી પીજીમાં રહે છે. એક ડેટિંગ એપમાં કામ કરે છે અને ફોન ઉપર લોકો સાથે રોમાન્ટિક વાતો કરીને તેને સંતુષ્ટ કરે છે. કિટ્ટી જે પહેરવેશમાં આવે છે, તેમાં આ પ્રકારના કામમાં સારી રીતે જોવા મળતી નથી.

આમ તો તેણે તેની જોબ વિષે કોઈને નથી જણાવ્યું. એટલે કે પોતાનું સામાજિક સન્માન જાળવવા માટે ખોટું બોલીને મોટી મોટી વાતો જરૂર કરે છે. કિટ્ટી એક ગ્રાહક પ્રદીપને પસંદ કરવા લાગી છે. પાછળથી ખબર પડી કે પ્રદીપ દગો દઈ રહ્યો છે.  ડોલીના પતિ પોતાની સંતુષ્ટિ માટે ડેટિંગ એપમાં ફોન કરે છે. અનાયાસે તેની વાત કિટ્ટી સાથે થાય છે. કિટ્ટી તે વાત ડોલીને જણાવે છે અને આવી રીતે બંનેની પોલ ખુલી જાય છે, શારીરિક સંબંધોને લઈને પતિની માનસિક અવસ્થા અને કિટ્ટીના કામની. આમ તો કિટ્ટીને પોતાના કામને લઈને કોઈ શરમ નથી.

કિટ્ટીની સ્પષ્ટતાને કારણે જ ડોલીનું કુટુંબ તૂટવા ઉપર આવી જાય છે. તેવામાં એવી ઘટના બને છે કે ડોલીનો પ્રેમી મરી જાય છે. ડોલી અફસોસ કરવાથી તેના પતિને સંબંધોની જાણ થઇ જાય છે. ડોલી પોતાના પતિથી અલગ થવાનો નિર્ણય કરે છે. ડોલી જે વાતને લઈને તેની માં સાથે નફરત કરતી હતી, તે કહાની હવે તેના જીવનમાં ફરીને આવી છે.
અલંકૃતાએ કથ્યને જેટલું બની શકે, સ્પષ્ટ રાખ્યું છે. તેના કારણે જ સંદેશમાં એક ગંભીરતાની ખામીનો અનુભવ થાય છે, થોડા સમય પછી કહાની કેન્દ્રીય પાત્રોની યૌન કુંઠાઓ અને ઇચ્છાઓ ઉપર આવીને કેન્દ્રિત થઇ જાય છે અને તે મુજબ જ ફિલ્મના દ્રશ્ય બોલ્ડ થતા જાય છે. નેફ્લીક્સે એટલા માટે તેને 18+ રેટિંગ આપ્યું છે.

dolly Kitty Aur Woh Chamakte Sitare
dolly Kitty Aur Woh Chamakte Sitare review

કોંકણા સેન શર્મા ઉત્તમ અભિનેત્રી છે અને મિડલ ક્લાસ ફેમીલીની માન્યતાઓની વાહક ડોલીની ઇચ્છાઓ અને અધૂરાપણાને સફળતા સાથે રજુ કર્યું છે. ભૂમિ પેડનેકરે કિટ્ટીના પાત્રને ઘણી સારી રીતે નિભાવ્યું છે. ભૂમિને એવા પાત્ર નિભાવવામાં કુશળતા પ્રાપ્ત થઇ ચુકી છે. દમ લગા કે હઈશા, શુભ મંગલ સાવધાન, પતિ પત્ની ઔર વો જેવી ફિલ્મો દ્વારા ભૂમિ એવા પાત્ર નિભાવવાથી ટેવાઈ ગઈ છે.

ડોલીના પતિના પાત્રમાં આમીર બશીર, તેના પ્રેમીના રોલમાં અમોલ પારાશર અને કિટ્ટીના પ્રેમીના રોલમાં વિક્રાંત મૈસીએ સારું કામ કર્યું છે. આમ તો વિક્રાંતના પાત્રને વધુ સમય નથી મળ્યો, જે થોડો પણ મહત્વનો છે. આ સાથી પાત્રોએ મુખ્ય પાત્રોને આગળ આવવામાં મદદ કરી છે.  ગ્રેટર નોયડાના ડીજે આર્ટીસ્ટના પાત્રમાં કરણ કુંદ્રા અને તેની ગર્લફ્રેન્ડના શાજીયા પાત્રમાં નીલિમા સૈત શાજીયાએ પોતાની ભૂમિકાથી ન્યાય આપ્યો છે. ડોલીની માં ના પાત્રમાં નીલિમા અઝીઝનું કૈમિયો સરપ્રાઈઝ છે. ‘ડોલી કરવામાં આવેલા કરારને લઈને ગુનાહિત બોધ માંથી મુક્ત થવાનો સીધો સંદેશ આપે છે.

નિર્દેશક – અલંકૃતા શ્રીવાસ્તવ

કલાકાર કોંકણા સેન શર્મા, ભૂમિ પેડનેકર, આમીર બશીર, વિક્રાંત મેસી, અમોલ પારાશર, કરણ કુંદ્રા, કુબ્રા સૈત વગેરે
નિર્માતા – એકતા કપૂર, શોભા કપૂર.

પ્લેટફોર્મ – નેટફ્લીક્સ

સ્ટાર – * (ત્રણ સ્ટાર)

સમય – 2 કલાક

આ માહિતી જાગરણ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.