જો રૂમમાં એકલા છો? તો ન વાંચશો, રૂવાંડા ઉભા ન થયા તો પૈસા પાછા, દુનિયાની સૌથી બિહામણા સ્થળોના ભૂતોની કહાનીઓ

ભૂત પ્રેત એક એવો વિષય છે, જેની ઉપર લોકોના અલગ અલગ વિચાર હોય છે. કોઈ ભૂત-પ્રેત અને આત્માઓ અને અલૌકિક શક્તિઓ ઉપર વિશ્વાસ કરે છે, તો ઘણા લોકો તેમાં બિલકુલ વિશ્વાસ નથી કરતા. જે આ વાતોને માને છે તેનો તર્ક એ હોય છે કે જો ભગવાન છે, તો ભૂત-પ્રેત કેમ ન હોઈ શકે.

ઘણા લોકોએ “હકીકતમાં ભૂત-પ્રેત અને આત્માઓ હોય છે” એ વાતને સાચી સાબિત કરવા માટેના ઘણા ઉદાહરણ પણ આપ્યા છે. પણ એ વાત ઉપર વિજ્ઞાનનું હજુ કોઈ ચોક્કસ પ્રમાણ નથી આવ્યું. વિજ્ઞાન તેમાં નથી માનતું. એટલા માટે તેના વિષે વાત કરવા ઉપર હજુ સુધી એ સાબિત નથી થઇ શક્યું કે ભૂત હોય છે કે નહિ. હવે તેમાં કેટલું સત્ય છે એ તો કોઈ નથી જણાવી શકતું.

પરંતુ આજે અમે તમારા માટે દુનિયાના પાંચ સૌથી બિહામણા સ્થળોનું બિહામણા હોવા પાછળની સાચી સ્ટોરી લઈને આવ્યા છીએ. જે વાંચ્યા પછી તમારા રૂંવાડા ઉભા થઇ જશે. આ એ સ્થળ છે જેના માત્ર નામ સાંભળતા જ લોકોમાં ભય ફેલાય જાય છે.

૧. Kisiljevo, Serbia :

દુનિયાની સૌથી બિહામણી જગ્યાઓમાં પહેલા નંબર ઉપર આવે છે સર્બિઆનું ખંડેર થઇ ગયેલું ગામ Kisiljevo. આ સુમસામ ગામ ૮૦૦ થી ઓછા રહેવાસી અને એક પીશાચ (ભૂતપ્રેતની એક યોનિ)ની બિહામણી સ્ટોરીનું ઘર છે. થોડા પીશાચો માટે કહેવામાં આવેલી સ્ટોરીઓ હકીકતમાં સાચી છે. બસ એવા જ આ ગામના ભૂતની સ્ટોરી પણ સાચી છે.

આ વાત ૧૭૨૫ ની છે. જયારે Petar Plogojowitz નામના એક વ્યક્તિનું અચાનક મૃત્યુ થઇ ગયું હતું, અને તેના મૃત્યુના ૮ દિવસ સુધીમાં ૯ બીજા લોકોના મૃત્યુ થઇ ગયા. એ પણ એવા લોકો જે સંપૂર્ણ સ્વસ્થ હતા. કહેવામાં આવે છે કે આ તમામ ૯ લોકોને Petar Plogojowitz ની લાશે ગળું દબાવીને માર્યા હતા.

જયારે તેનું કારણ જાણવા માટે પુજારી અને અધિકારી Kisiljevo પહોચ્યા, અને Petar Plogojowitz ના મૃત્યુના લગભગ ૪૦ દિવસો પછી તેમણે Plogojowitz ના શરીરને કબર માંથી કાઢ્યું, ત્યારે તેમણે જોયું કે આશ્ચર્યજનક રીતે Plogojowitz ની દાઢી અને નખ હજુ પણ વધી રહ્યા હતા. અને તેના શરીર ઉપર નવી ત્વચા આવવાના સંકેત મળી રહ્યા હતા.

ત્યાર પછી એ પણ જણાવવામાં આવ્યું હતું કે તેના કાન અને મોઢા માંથી તાજું લોહી વહી રહ્યું હતું, અને એક ભયાનક ચીસ સંભળાઈ હતી અને પછી તેની સ્કીન કાળી થઇ ગઈ. ત્યાર પછીથી ત્યાં હત્યાઓ થવાનું બંધ થઇ ગયું.

૨. Forbidden City, China :

ચીનના બીજિંગ શહેરમાં Forbidden City છે, જે લગભગ ૧૮૦ એકર જમીન ઉપર ફેલાયેલું છે. અને અહિયાં ૯૮૦ ઘણી જ સુંદર બિલ્ડીંગો છે. તેને ચીનનું સૌથી સુંદર અને પ્રસિદ્ધ સ્થળ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે ૧૫ મી સદીથી લઇને ૨૦ મી સદી સુધી ચીનના રાજા અહિયાં રહેતા હતા. પરંતુ હવે તેના વિષે કહેવામાં આવે છે કે અહિયાં ભૂતોનો વાસ છે.

૧૪૨૧ માં અહિયાં એક સમ્રાટ, Yongle એ પોતાના જનાનાગૃહની લગભગ ૩૦૦૦ મહિલાઓને ઝેર આપીને મારવાનો આદેશ આપ્યો હતો. તેમને શંકા હતી કે તેમાંથી કોઈ એક મહિલાએ તેની પ્રિય મહિલાને મારી નાખી હતી. આ બધી મહિલાઓ Forbidden City ની જ હતી, અને તેને બળજબરી પૂર્વક કેદ કરીને રાખવામાં આવી હતી.

પરંતુ જયારે તે મરી ગયો તો તે માંથી બચેલી બીજી ૧૬ મહિલાઓને પણ સફેદ સિલ્કની સાડી સાથે સુળી ઉપર લટકાવી દેવામાં આવી હતી. આજે પણ Forbidden City માં લોકો દ્વારા હંમેશા કાળા વાળ વાળી એક મહિલાને સૈનિકથી બચવા માટે ભાગતી જોવા મળે છે. ચીસો પાડતા અને રડવાના અવાજો, તલવારો આથડાવાના અવાજો પણ સંભળાય છે.

એટલું જ નહિ ત્યાં માંસના ટુકડા, લોહીનું તળાવ, અને રેશમના કપડાના ટુકડા પણ અચાનકથી પડેલા જોવા મળે છે. આમ તો આ સ્થળને તેની સુંદરતાને કારણે જ યુનેસ્કો તરફથી વિશ્વનું રમણીય સ્થળ માનવામાં આવ્યુ છે. અને આ સ્થળ લોકો માટે પણ ખુલ્લું મુકવામાં આવ્યું છે, પરંતુ અહિયાં રાત્રે જવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છે.

૩. Glamis Castle, Scotland :

આ મહેલને સૌથી પહેલા ૧૪ મી શતાબ્દીમાં બનાવરાવવામાં આવ્યો હતો. અને તે એ જગ્યા છે જ્યાં રાજમાતાથી લઇને સ્વર્ગીય મહારાણી એલીજાબેથ દ્વિતીય સુધીની હસ્તીઓ મોટી થઇ હતી. તે ઉપરાંત આ સ્થળ ભૂતોની રાણી સહીત Grey Lady કે Lady of Glamis, જેને Lady Janet Douglas પણ કહેવામાં આવે છે તેના ઘરના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.

આ મહિલા ઉપર પોતાના જ પતિને ઝેર આપીને મારવાનો આરોપ હતો. સાથે જ આ મહિલા ઉપર સ્કોટલેંડના King James V (પાંચમાં) ઉપર કાળો જાદુ કરીને તેને નીચે પાડવાનો પણ આરોપ હતો. ૧૫૩૭ માં એડીનવર્ગમાં Grey Lady ને સળગાવી દેવામાં આવી હતી. કહેવામાં આવે છે કે તેનું ભૂત આજે પણ કલોક ટાવરની સીડીઓ ઉપર દોડે છે અને પોતાની પાછળ રાખના નિશાન છોડી જાય છે. અને કહેવામાં આવે છે કે એક જીભ વગરની મહિલા મહેલની બાજુના બગીચામાં ફરતી પણ જોવા મળે છે.

અને ૧૮ મી સદીના એક છોકરા, જેની સાથે અહિયાં ઘણું ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. તેનું ભૂત પણ ઘણી વખત જોવા મળ્યું હતું. તે ભૂત રાણીના રૂમની પાસે એક ખુરશી ઉપર બેસી રહેતું હતું. પરંતુ જે ભૂતની અહિયાં સૌથી વધુ વાત થાય છે, તે Earl Beardie નું છે. તેના વિષે કહેવામાં આવે છે કે આ મહાન વ્યક્તિએ ૧૫ મી સદીમાં આ મહેલમાં પ્રવાસ કર્યો હતો.

એક દિવસ દારુના નશામાં તે મહેલ આવ્યો અને બોલવા લાગ્યો કોઈ મારી સાથે તાશ(ગંજીફો) રમો. પરંતુ જયારે કોઈ તેની સાથે તાશ રમવા ન આવ્યું, તો તેણે નશામાં બોલી નાખ્યું કે હું પોતે એકલો ભૂતો સાથે તાશ રમીશ. ત્યાર પછી કાળા રંગની એક હુડ વાળું જેકેટ પહેરેલા એક રહસ્યમયી માણસે તેની સાથે રમવાની તૈયારી દર્શાવી. બીજા દિવસે સવારે Earl ત્યાં ન હતો. અને મહેલમાં આવવા વાળાએ એ વાતની જાણકારી આપી કે તેમણે રાત્રે કોઈના સોગંધ લેવાના, ચીસો પાડવાના, રડવાના, કાચ તુટવાના બિહામણા અવાજો સાંભળ્યા હતા.

૪. Cumae Archaeological Park, Italy :

જો અમેરિકાની સૌથી ભૂતિયા જગ્યા તમને બિહામણી નથી લાગતી, તો Cumae નામનું આ પ્રાચીન શહેર તમને જરૂર ડરાવશે. આ પ્રાચીન શહેર ઇટલીના દક્ષીણ પશ્ચિમ કાંઠે આવેલું છે, અને તેને ૮ મી સદી પહેલા વસાવવામાં આવ્યું હતું. Cumae ઇટલીની જમીન ઉપર વસાવવામાં આવેલું પહેલું ગ્રીક ઉપનિવેશ હતું. Cumaean ને Cumaean sibyl, કે ભવિષ્ય બતાવવા વાળી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે.

Cumae પ્રાચીનકાળમાં ખુબ જ મોટો રક્તપાતનો સાક્ષી બની ગયો છે. પહેલી સદીમાં ગોથીક યુદ્ધો દરમિયાન અહિયાં ઘણી ભયંકર લડાઈઓ થઇ હતી. અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મનના સૈનિકોએ આ સ્થળનો એક ભાગ બંકર અને બંધુક પ્રતિસ્થાપન માટે ઉપયોગ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આજે પણ અહિયાં આવવા જવા વાળા લોકો અંધારી ગુફાઓ કે ગર્ભની જેમ ઊંડી સુરંગોને પાર કરવા માટે, આજે પણ Sibyl ની મદદ લઇ શકે છે. અને તેના પરામર્શથી પોતાનું નસીબ અજમાવી શકે છે.

૫. Monte Cristo homestead, Australia :

આ ઘરને ઓસ્ટ્રેલીયાનું સૌથી બિહામણું અને ભૂતિયા ઘર કહેવામાં આવે છે. આ ઘર શહેરથી ઘણું દુર આવેલું છે. તેને ૧૮૮૪ માં ખેડૂત ક્રીસ્ટોફર ક્રોલી દ્વારા ન્યુ સાઉથમાં એક પહાડ ઉપર બનાવવામાં આવ્યું હતું. ૧૯૨૦ માં એ ખેડૂતના મૃત્યુ પછી તેની પત્ની એલીઝાબેથ એક બાઈબલ ઈમરસદ રીક્લુસ (Bible-immersed recluse) બની ગઈ. અને મરતા પહેલા બે વખત એ ઘર છોડીને જતી રહી હતી. લોકોનું કહેવું છે કે તેનું ભૂત આજે પણ રૂમમાં ચાલતું રહેતું જોવા મળે છે.

નજરે જોનારાઓએ એ જણાવ્યું કે જયારે પણ તે દેખાઈ છે, તો ઘણી જ વધુ ઠંડક થઇ જાય છે, અને ક્યારે ક્યારે તેના હાથમાં ચાંદીનું એક ક્રોસ હોય છે. તેની પાસે આત્માઓનું એક આખું ગ્રુપ છે, જેમાં તેની એક નોકરાણી પણ છે, જે આ ઘરની બાલ્કની માંથી કુદી ગઈ હતી અને તેનું મૃત્યુ થઇ ગયું હતું.

તેમજ એક છોકરો જેને તેના માલિકે સળગાવી દીધો હતો અને એક માનસિક રીતે અપંગ વ્યક્તિ પણ છે. જેને ૪૦ વર્ષ સુધી દેખરેખ કરવા માટે કેયરટેકરની ઝુપડીમાં બાંધીને રાખવામાં આવ્યો હતો. અને હવે તેનું ભૂત પોતાની હાજરી દર્શાવવા માટે ચેનને વગાડે છે. પરંતુ કેટલું સત્ય છે તેનો કોઈ પુરાવો નથી.

પરંતુ આ વાર્તાને વાંચ્યા પછી કદાચ તમને થોડો ડર તો જરૂર લાગ્યો હશે. આમ તો ભૂત, પ્રેત, આત્માઓનું અસ્તિત્વ દરેક યુગ, દરેક સભ્યતા અને દરેક દેશમાં રહે છે. એ કારણ છે કે આ સંસારના દરેક ભાગમાં થોડા ભૂતિયા સ્થળ રહેલા છે, અને તેની સ્ટોરીની પણ સ્થાનિક લોકોને ખબર હોય છે.

પણ શું સાચું કે શું નહિ તેનો કોઈ દાવો નથી કરી શકતા. જો તમને પણ આવા સ્થળ અને તેની સ્ટોરીની ખબર હોય તો અમને શેર કરશો. અને હા એવા સ્થળો ઉપર એકલા ન જશો શું ખબર કોઈ ત્યાં તમારી રાહ જોઈ રહ્યા હોય.