ગુગલ પર ભૂલથી પણ સર્ચ ન કરો આ 5 વસ્તુઓ, ચકિત કરવા વાળા છે એના કારણ

ઈન્ટરનેટ પર કોઈ પણ વસ્તુ સર્ચ કરવા માટે લોકો સૌથી વધુ ગુગલનો ઉપયોગ કરે છે. લોકોને વિશ્વાસ છે કે, જે ક્યાંય નહિ મળે, તે ગુગલ ઉપર મળશે. પરંતુ શું તમે સર્ચ કરતી વખતે થોડું વિચારો છો કે તમે શું સર્ચ કરવાના છો?

ગુગલ ઉપર સર્ચ કરતા પહેલા તમે જાણી લો કે, શું સર્ચ કરવું છે અને શું નહિ? અને એમ કરવું સારું રહેશે કે તમે ગુગલ ઉપર આ પાંચ વસ્તુ સર્ચ ન કરો. ભૂલથી પણ જો તમે આ પાંચ વસ્તુ સર્ચ કરી તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આવો જણાવીએ કઈ છે એ પાંચ વસ્તુ?

ઓળખાણ :

ગુગલ ઉપર સર્ચ કરતી વખતે ભૂલથી પણ પોતાની ઓળખ જાણવા માટે સર્ચ ન કરો. કેમ કે ગુગલ પાસે તમારી સર્ચ હિસ્ટ્રીનો સંપૂર્ણ ડેટાબેઝ હોય છે. અને વારંવાર સર્ચ કરવાથી તેનું લીક થવાનું જોખમ રહે છે. હેકર્સ એની રાહ જોતા હોય છે કે, કઈ વસ્તુ તેને સરળતાથી હેક કરવા માટે મળી જાય.

શંકાસ્પદ વસ્તુ :

હંમેશા ગુગલ ઉપર લોકો કાંઈક એવી વસ્તુ સર્ચ કરે છે, જેની સાથે તેને કોઈ લેવા દેવા નથી હોતું. તેઓ માત્ર જોવા માટે એવું સર્ચ કરી લે છે. તમે એવી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ સર્ચ ન કરો. કેમ કે સાયબર સેલની નજર હંમેશા એવા લોકો ઉપર જ હોય છે, જે લોકો કાંઈક શંકાસ્પદ સર્ચ કરવાનો પ્રયત્ન કરે છે. તે વખતે તમે મુશ્કેલીમાં પડી શકો છો. સાયબર સેલની બાબતોમાં જેલની સજા સુધીની જોગવાઈ છે.

ઈ-મેલ :

પર્સનલ ઈ-મેલ લોગ ઈનને ગુગલ ઉપર સર્ચ કરવામાં પણ કાળજી રાખજો. એમ કરવાથી તમારું એકાઉન્ટ હેક અને પાસવર્ડ લીક થઇ શકે છે. એક અભ્યાસ મુજબ, દુનિયાભરમાં સૌથી વધુ હેકિંગની બાબતો ઈ-મેલ હેક થવાની છે. તેની ઘણી ફરિયાદો સાયબર સેલમાં પણ નોંધાયેલી છે.

દવા :

જો તમે બીમારી કે મેડીસીન વિષે ગુગલ ઉપર સર્ચ કરો છો, તો તેનાથી પણ તમારે દુર રહેવું જોઈએ. કેમ કે સર્ચનો ડેટા થર્ડ પાર્ટીને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. ત્યાર પછી તમને સતત તે બીમારી અને તેની સારવાર સંબંધિત જાહેરાત દેખાડવામાં આવે છે.

જાહેરાત :

ગુગલ ઉપર ક્યારે પણ અસુરક્ષા સાથે જોડાયેલી કોઈ પણ જાણકારી સર્ચ ન કરવી જોઈએ. જો તમે એમ કરો છો તો તમને તેના સંબંધિત જાહેરાત આવવા લાગે છે. જેનાથી તમે એ જાણી શકો છો કે, કોઈ તમને ઈન્ટરનેટ ઉપર ફોલો કરી રહ્યું છે. જો તમે ઈચ્છો છો કે અસુરક્ષા સાથે જોડાયેલી જાહેરાત તમને હેરાન ન કરે તો તમે તે સર્ચ કરવાથી દુર રહો.

ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.