મસુદના ૩ આતંકવાદીઓને મારીને શહીદ થયા DSP અમન ઠાકુર, સૌએ વાંચવી જોઈએ તેમની વીરતાની કહાની

જમ્મુ કાશ્મીરના ફૂલગ્રામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એકાઉન્ટર ચાલી રહ્યું છે. જાણકારી મળ્યા મુજબ સુરક્ષા દળોના ત્રણ આતંકવાદીઓને મારી નાંખ્યા છે. તેમાંથી એકનું શબ મેળવી લેવામાં આવ્યું છે. આ એકાઉન્ટરમાં આતંકવાદીઓની ગોળીઓથી એસઓજીના ડીએસપી અમન કુમાર શહીદ થઇ ગયા છે.

અમન ઠાકુર ઉપરાંત તેના બોડીગાર્ડ પણ ઈજાગ્રસ્ત થઇ ગયા છે. જયારે એક મેજર અને એક જવાન પણ ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં ઓપરેશન ચાલુ છે. હજુ સુધી એક આતંકીનું શબ મળી આવ્યું છે. જણાવી દઈએ કે પુલાવામામાં થયેલા આતંકી હુમલા પછીથી જ સુરક્ષા દળોએ ઘાટીમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઝડપી કરી દીધું છે.

હાલમાં જ સુરક્ષા દળોએ મોટી સફળતા પાપ્ત કરતા જેશ એ મોહમ્મદના આતંકી ગાજી રશીદ ઉર્ફ કામરાનને મારી નાખ્યો હતો. જેશ આતંકી ગાજી ૧૪ ફેબ્રુઆરીના રોજ પુલાવામામાં થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.

ગાજી ઉપરાંત એક લોકલ જેશ-એ-મોહમ્મદ આતંકી હિલાલને પણ સુરક્ષા દળોએ મારી નાખ્યો હતો. આ એકાઉન્ટરમાં સેનાના ૪ જવાન શહીદ થઇ ગયા હતા. અને શુક્રવારના રોજ સોપોરમાં પણ સુરક્ષા દળોએ જેશ-એ-મોહમ્મદ ના બે આતંકીઓને મારી નાખ્યા હતા. સુરક્ષા દળોએ આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો કબજે કર્યા છે.

સેના ચલાવી રહી છે ઓપરેશન-૬૦ :

જણાવવામાં આવી રહ્યું છે, કે ઘાટીમાં લગભગ ૬૦ આતંકી સક્રિય છે. તેમાંથી ૩૫ પાકિસ્તાની આતંકીઓ વિરુદ્ધ સુરક્ષા દળોએ અભિયાન ચાલુ રાખ્યું છે. આ અભિયાનનું નામ ઓપરેશન ૬૦ રાખવામાં આવ્યું છે. એ પહેલા સેનાએ ઓપરેશન-૨૫ ચલાવ્યું હતું. તેની હેઠળ સુરક્ષા દળોએ આતંકી ગાજી રાશીદને મારી નાખ્યો હતો.

દેશ એ ૪૫ જવાનોને ગુમાવ્યા : એક તરફ જ્યાં સુરક્ષા દળો આતંકીઓને ઉડાડી રહ્યા છે. તો તેમાં છેલ્લા થોડા દિવસોમાં ૪૫ જવાન પણ શહીદ થયા છે. ૧૪ ફેબ્રુઆરીના રોજ પુલાવામા સીઆરએફની ટુકડી ઉપર થયેલા આતંકી હુમલામાં જ ૪૦ જવાન શહીદ થઇ ગયા હતા.

આ હુમલાના બરોબર બે દિવસ પછી એટલે ૧૬ ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના રજોરી જીલ્લામાં નિયંત્રણ રેખા ઉપર બારૂદી સુરંગના વિસ્ફોટમાં મેજર ચિત્રેશ સિંહ વિષ્ઠ શહીદ થઇ ગયા. તેના બે દિવસ પછી એટલે ૧૮ ફેબ્રુઆરીના રોજ પુલવામા પીંગલીનામાં એક એકાઉન્ટર દરમિયાન સેનાના એક મેજર સહીત જવાન શહીદ થઇ ગયા. એટલે છેલ્લા એક અઠવાડિયામાં આપણા ૪૫ જવાન શહીદ થઇ ગયા છે.

પણ આપણી સેનાએ એનો વળતો જવાબ આપ્યો છે. ભારતીય વાયુ સેનાએ ૨૬ ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં રહેલા આતંકી સંગઠનના ઠેકાણા પર મિરાજ વિમાન દ્વારા બોમ્બ ફેકીને હુમલો કર્યો હતો. જેમાં ૩૦૦ આતંકવાદીઓ માર્યા ગયા છે. અને ગુજરાત બોર્ડરમાં ઘુસેલા પાકિસ્તાની ડ્રોન પણ ભારતીય સેનાએ તોડી પાડ્યા છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.