માર્કેટમાં આવેલા ‘નકલી શક્તિમાન’ ને જોઈને ભડક્યા મુકેશ ખન્ના, કહ્યું : ‘મારી પાસે કોપીરાઈટ છે, એક્શન લઈશ’

જેમનું બાળપણ 90 ના દશક સાથે જોડાયેલું છે, એ લોકો માટે શક્તિમાનને ભૂલી જવું આજે પણ મુશ્કેલ હશે. જી હા, શક્તિમાનની એક ઝલક જોવા માટે બાળકો દર રવિવારે ટીવી સ્ક્રીનની સામે બેસી જતા હતા, અને ત્યાં સુધી ઉઠતા ન હતા જ્યાં સુધી શો પૂરો ન થઈ જાય. શક્તિમાન જેવો લુક ધારણ કરવો અથવા એમના જેવી હરકતો કરવી એ દિવસોમાં બાળકો માટે સામાન્ય વાત હતી.

બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો માટે શક્તિમાન કોઈ અજુબાથી ઓછો ન હતો. એને જોવા માટે લોકો એક દિવસ પહેલા જ તૈયારી કરતા હતા. પરંતુ આજકાલ માર્કેટમાં એક નકલી શક્તિમાન ફરી રહ્યો છે, જેના કારણે અસલી શક્તિમાન એટલે કે મુકેશે એને ઠપકો આપ્યો છે.

એ દિવસોમાં જ્યારે શક્તિમાન આવતું હતું, ત્યારે બાળકો પોતાનું બધું કામકાજ ભૂલીને ફક્ત ટીવી સ્ક્રીનની સામે બેસી જતા હતા. હકીકતમાં શક્તિમાનથી સિરિયલથી ન ફક્ત બાળકોનું મનોરંજન થતું હતું, પણ એમને રોજ નવી શીખ પણ મળતી હતી, જેનું પાલન પણ એ દિવસોમાં બાળકો ઘણા પ્રેમથી કરતા હતા. જી હા, એ દિવસોમાં શક્તિમાનનો ઘણો ક્રેઝ હતો, એના માટે શબ્દ ઓછા પડી જશે, પણ આ દિવસોમાં એકવાર ફરી શક્તિમાન ચર્ચામાં છે, જેમાં અસલી અને નકલીને લઈને જંગ છેડાઈ ગઈ છે.

કોણ છે નકલી શક્તિમાન?

શક્તિમાન સિરિયલમાં શક્તિમાનનો રોલ મુકેશ ખન્નાએ ભજવ્યો હતો, પણ આ દિવસોમાં માર્કેટમાં એક નવો શક્તિમાન ફરી રહ્યો છે, જેના કારણે મુકેશે નારાજગી વ્યક્ત કરી છે. હકીકતમાં એક મલયાલી નિર્દેશકે શક્તિમાનનો લુક અને કોસ્ટ્યૂમનો ઉપયોગ પોતાની ફિલ્મમાં કર્યો છે, જે મુકેશ ખન્નાને પસંદ નહિ આવ્યું. અને મુકેશ ખન્નાએ તરત જ એને ચેતવણી આપતા કાયદાનો સહારો લેવાની વાત સુદ્ધા કરી દીધી. હકીકતમાં શક્તિમાનના લુક પર મુકેશ ખન્ના પાસે કોપીરાઈટ છે, અને એમની પરવાનગી વગર બીજું કોઈ એ લૂકને વાપરી નથી શકતું.

મુકેશ ખન્નાએ આપી લીગલ એક્શનની ચેતવણી આપી :

સોશિયલ મીડિયા પર નિર્દેશક ઓમાર લુલુએ પોતાની ફિલ્મનો એક લુક શેયર કર્યો, જેમાં એમનો હીરો શક્તિમાનના ગેટઅપમાં જોવા મળી રહ્યો છે, જેને લઈને તકરાર શરૂ થઇ ગઈ છે. આની જાણકારી જેવી જ મુકેશ ખન્નાને મળી, તો એમણે તરત જ નિર્દેશકને લીગલ એક્શનની ચેતવણી આપી દીધી. મુકેશ ખન્નાએ કહ્યું કે, શક્તિમાનનું કોપીરાઈટ મારી પાસે છે, એવામાં હું કાયદાકીય કાર્યવાહી કરીશ. એટલું જ નહિ, મુકેશ ખન્નાએ કહ્યું કે, મારી પાસે પાત્ર, કૉસ્ટ્યુમ, થીમ, મ્યુઝિક અને બાકી વસ્તુઓનું કોપીરાઈટ છે.

ડાયરેક્ટરે માંગી માફી :

શક્તિમાનના લુકને લઈને જયારે મામલો વધવા લાગ્યો છે, તો ડાયરેક્ટરે એની માફી માંગી લીધી છે. હકીકતમાં, મુકેશ ખન્ના પાસે પાત્ર, કૉસ્ટ્યુમ, થીમ, મ્યુઝિક અને શક્તિમાન સાથે જોડાયેલી અન્ય વસ્તુઓના કોપીરાઈટ છે. એવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રૂપમાં એમની પરવાનગી વગર એનો ઉપયોગ નથી કરી શકતા. જો કોઈએ એનો ઉપયોગ કર્યો છે, તો કોપીરાઈટ અંતર્ગત એની પર મુકદમો ચલાવી શકાય છે, જેમાં એને ત્રણ વર્ષની સજા અથવા દંડ અથવા બંને થઈ શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.