દુશ્મનોની તમામ ચાલ નિષ્ફળ કરી દેશે હનુમાનજીના આ ઉપાય

જયારે કોઈ માણસ પ્રગતી કરે છે, જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે અને ખુશ રહે છે, તો તેમના દુશ્મનોની સંખ્યા વધવા લાગે છે. આ દુનિયામાં ઘણા એવા લોકો હોય છે, જેમનાથી બીજાની સફળતા અને ખુશીઓ જોઈ નથી શકાતી. તે લોકો તમારી પ્રગતીની ઈર્ષા કરવા લાગે છે. એટલે કે તમારા જીવનમાં દુ:ખ વધારવા માટે ઘણી ચાલ પણ ચાલે છે. લગભગ દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ દુશ્મન જરૂર હોય છે.

તે દુશ્મન હંમેશા તમને કોઈ પણ રીતે નુકશાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. અમુક બાબતમાં તો તે તમારા જ સંબંધી કે મિત્ર તરીકે છુપાયેલા હોય છે. તમને કદાચ તેની માહિતી નહિ હોય અને પણ તેઓ તમારી ઘણી ઈર્ષા કરતા હોય છે. એટલા માટે જાણે અજાણે તે તમને દુ:ખ પણ પહોંચાડવા માંગે છે.

એ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને બજરંગબલીનો એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને કર્યા પછી દુશ્મન તમારો વાળ પણ વાંકો નથી કરી શકતા. હનુમાનજીને હંમેશા લોકોના દુ:ખને દુર કરવા માટે ઓળખવામાં આવે છે. ખાસ કરીને ખરાબ શક્તિઓ અને દુશ્મનોને સીધા કરવા માટે બજરંગબલી હંમેશા તૈયાર હોય છે. તો આવો આ ઉપાયો ઉપર એક નજર નાખી લઈએ.

પહેલો ઉપાય :

મંગળવાર કે શનિવારના દિવસે બજાર માંથી એક સફેદ દોરો કે નાડાછડી લઇ આવો. હવે હનુમાનજીની મૂર્તિ આગળ એક તેલનો દીવડો પ્રગટાવો. ત્યાર બાદ એક થાળીમાં થોડું નારંગી સિંદુર લો. અને તેમાં પાણીના થોડા ટીપા ભેળવી દો. હવે આ સફેદ દોરાને આ સિંદુરમાં સંપૂર્ણ રીતે રંગી દો. ત્યાર પછી તે થાળીમાં રહેલી વસ્તુઓને સુકાવા માટે મૂકી દો. ત્યાં સુધી તમે હનુમાન ચાલીસાના પાઠ કરો, અને પછી હનુમાનજીની આરતી પણ કરો.

હવે બજરંગબલી સામે હાથ જોડો અને માથું નમાવીને દુશ્મનો સામે રક્ષણની વિનંતી કરો. ત્યાર બાદ જયારે તમારો દોરો સુકાઈ જાય, તો તેને તમારા હાથ ઉપર બાંધી દો. તે તમારૂ ખરાબ શક્તિઓ અને દુશ્મનોથી રક્ષણ કરશે. આમ તો તમે ધારો તો તે દોરાને તમારા પર્સ કે ખિસ્સામાં પણ રાખી શકો છો.

બીજો ઉપાય :

આ ઉપાયનો ઉપયોગ તમે ત્યારે કરો, જયારે તમને તમારા દુશ્મનનું નામ ખબર હોય. તેના માટે પીપળાનું એક પાંદડું લઇ આવો. હવે હનુમાનજીની મૂર્તિ સામે બેસી આ પીપળાના પાંદડા ઉપર તમારા દુશ્મનનું નામ લખો. નામ લખવા માટે તમે અગરબત્તીની સળીને હળદરમાં ડુબાડીને એનો પેનની જેમ ઉપયોગ કરો. હવે આ નામ લખેલા પીપળાના પાંદડા ઉપર તેલનો દીવડો મૂકી દો. ત્યાર પછી હનુમાનજીની આરાધના કરો. તેમાં તમારે આરતી અને હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે.

છેલ્લે જે પીપળાના પાંદડા ઉપર તમે તમારા દુશ્મનનું નામ લખ્યું હતું, તેને દીવડાની જ્યોતથી સળગાવી દો. અને એ સળગેલા પાંદડાની રાખને ઘરની બહાર ક્યાંક જમીનમાં દાટી દો. આ ઉપાયથી તમારા દુશ્મનોની દરેક ચાલ કે ષડ્યંત્ર નિષ્ફળ થઇ જશે. આવી રીતે તે તમારો વાળ પણ વાંકો નહિ કરી શકે. એટલું જ નહિ તે તમને નુકશાન પહોંચાડવાનો પ્રયત્ન પણ કરશે તો તેને જ નુકશાન થશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.