તમે પણ છો કબજિયાતથી પરેશાન, રોજ થઈ રહી છે શૌચની સમસ્યા, તો અજમાવો આ કારગર ઘરેલું નુસખા

કબજિયાતનો અસરદાર ઘરેલું ઈલાજ ભાગ 4 :

1. અળસી : અળસીના પાનનું શાક બનાવીને તેનું સેવન કરવાથી પેટનો ગેસ ઓછો થાય છે. રાત્રે સુતા સમયે 1 થી 2 ચમચી અળસીના બીજ તાજા પાણી સાથે ગળી લો. આંતરડાની ચીકાશ દુર થઈને મળ સાફ થશે. અળસીનું તેલ એક ચમચીના પ્રમાણમાં સૂવાના સમયે પીવાથી ફાયદો થાય છે.

2. સિરસ : સિરસ(એક ઝાડ-શિરીષ) ના બીજનું ચૂર્ણ 10 ગ્રામ, હરડેનું ચૂર્ણ 5 ગ્રામ, સિંધવ મીઠું 2 ચપટી વાટીને ચૂર્ણ બનાવી લો. તેમાંથી 1 ચમચી ચૂર્ણ રોજ ભોજન કર્યા પછી રાત્રે સેવન કરો. તેનાથી કબજિયાત દુર થઇ જાય છે.

3. જીરું : શેકેલુ જીરું 120 ગ્રામ, શેકેલા ધાણા 80 ગ્રામ, કાળા મરી 40 ગ્રામ, મીઠું 100 ગ્રામ, તજ 15 ગ્રામ, 15 ગ્રામ લીંબુનો રસ, દેશી ખાંડ 200 ગ્રામ વગેરે બારીક વાટીને ચૂર્ણ બનાવી લો. તેમાંથી 2 ગ્રામનો ડોઝ બનાવીને સવાર સાંજ સેવન કરવાથી કબજિયાત દુર થશે અને ભૂખ વધે છે.

25 ગ્રામ કાળું અને સફેદ શેકેલુ જીરું, પીપર 25 ગ્રામ, સુંઠ 25 ગ્રામ, કાળા મરી 25 ગ્રામ અને સિંધવ મીઠું 25 ગ્રામ ભેળવીને રાખી લો, પછી 10 ગ્રામ શેકેલી હીંગને વાટીને ભેળવી લો. ત્યારબાદ આ ચૂર્ણમાં લીંબુનો રસ ભેળવીને નાની નાની ગોળીઓ બનાવી લો. ભોજન કર્યા પછી રોજની બે ગોળીઓ લેવાથી કબજિયાતમાં જરૂર રાહત મળશે.

4. ગૌમૂત્ર : 2 ચમચી ગૌમૂત્ર રોજ પીવાથી કબજિયાતમાં લાભ થાય છે.

5. નારંગી : સવારે નાસ્તામાં નારંગીનો રસ થોડા દિવસો સુધી પીવાથી મળ કુદરતી રીતે આવવાનું શરૂ થાય છે. તે પાચન શક્તિ વધારે છે. ભોજન કર્યા પછી સુતા પહેલા નારંગીનું સેવન કરવું ફાયદાકારક છે. લીવરના રોગો નારંગીના સેવનથી મટે છે. ગેસના કારણે કે કોઈ પણ કારણે જેનું પેટ ફૂલે છે, ભારે રહે છે, અપચો હોય, તેમના માટે આ ફાયદાકારક છે. સવારે નારંગીના રસનો એક ગ્લાસ પીશો તો આંતરડા સાફ થઈ જાય છે, જેથી કબજિયાત રહેશે નહીં. નારંગીનો રસ ઘણા દિવસો સુધી પીવાથી પાચન શક્તિ મજબૂત બને છે અને પેટ સાફ થાય છે.

6. મેથી : મેથીના પાંદડાનું શાક ખાવાથી કબજિયાત દુર થાય છે. ભોજન કર્યા પછી 2 ચમચી મેથીના દાણા ફાંકી દ્વારા લેવાથી પેટનો દુઃખાવો ઠીક થાય છે અને ભૂખ લાગવા લાગે છે. ભોજનમાં મેથીનું શાક સવાર-સાંજ ખાવાથી કબજિયાત દુર થઇ જાય છે. સૂવાના સમયે 1 ચમચી આખા મેથીના દાણા પાણી સાથે પીવાથી કબજિયાત મટે છે. પેટમાં કબજિયાત થાય છે ત્યારે મેથીના પાનનું શાક ખાવાથી ફાયદો થશે.

1-1 ચમચી બરછટ મેથી દાણા, ઇસબગુલ અને ખાંડ નાખીને રાત્રે ગરમ દૂધ સાથે પીવાથી કબજિયાત દુર થઇ જાય છે. મેથીના કુણા પાનનું શાક બનાવીને ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે, લોહી શુદ્ધ થાય છે, શક્તિ વધે છે અને હરસમાં રાહત મળે છે.

મેથીને 3-3 ગ્રામના પ્રમાણમાં વાટેલા પાઉડરને સવાર સાંજ ગોળ અથવા પાણી ભેળવીને થોડા દિવસો સુધી પીવાથી કબજિયાત દુર થઇ જાય છે અને યકૃત મજબૂત બને છે. પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિ જો મેથીના દાણાનું શાક ખાય છે, તો ઝાડા સાફ આવે છે.

100 ગ્રામ મેથીના દાણા વાટીને તેમાં 50 ગ્રામ શેકેલી હરડે વાટીને ભેળવી લો. એક ચમચી સવારે અને એક ચમચી સાંજે પાણી સાથે સેવન કરવાથી કબજિયાત અને પેટના દુઃખાવામાં રાહત થાય છે. જો આંતરડાની નબળાઇને કારણે કબજિયાત થાય છે, તો સવાર સાંજ મેથીના દાણાનું ચૂર્ણ પાણી સાથે થોડા દિવસ સુધી લેવાથી આંતરડા અને યકૃતને શક્તિ મળે છે અને કબજિયાત દૂર થાય છે.

આંતરડાની નબળાઇને કારણે પેટમાં કબજિયાત બને છે, તેથી આંતરડાને મજબૂત કરવા અને રોગથી છુટકારો મેળવવા માટે, 1-1 ચમચી મેથીનો પાઉડર પાણી સાથે થોડા દિવસો સુધી સતત સેવન કરો. તેનાથી કબજિયાતમાં રાહત મળે છે. કબજિયાત, પેટમાં અલ્સર હોય તો એક કપ મેથીના પાન ઉકાળીને મધમાં ભેળવીને સવાર સાંજ પીવું જોઈએ.

7. ઘઉં : ઘઉંના છોડનો રસ પીવાથી કબજિયાત દુર થાય છે.

8. ગોળ : 2 થી 4 ગ્રામ ગોળ સાથે હરડેનું ચૂર્ણ સવાર સાંજ સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે.

9. હિંગ : લગભગ 1 ગ્રામના ચોથા ભાગે લગભગ 1 ગ્રામ દેશી ઘી માં શેકેલી હિંગને અજમા અને સિંધા મીઠાના પાવડર સાથે પાણીમાં ઓગાળીને રોજ દિવસ અને રાત સેવન કરવાથી પેટના ગેસમાંથી છુટકારો મળે છે.

શેકેલી હીંગને શાકમાં નાખીને સેવન કરવાથી પેટનો ગેસ દૂર થઇ જાય છે.

10. કુટકી : કુટકી(કટકી, ચીણો – કાંગ અનાજ) નું ચૂર્ણ 3 થી 4 ગ્રામ સુધીના પ્રમાણમાં સવાર સાંજ લેવાથી પેટ સાફ થાય છે.

11. કરુ : કરુ (કુટકીનો એક ભેદ) 3 થી 4 ગ્રામ સવાર સાંજ લેવાથી કબજિયાતની તકલીફ દુર થાય છે.

12. રાસ્ના : રાસ્ના (એક ઔષધિ) ના પાંદડાને વાટીને પાણી સાથે પીવાથી કબજિયાતમાં રાહત મળે છે.

13. ઈસબગુલ : ઈસબગુલની ડાળીના પાંદડાને વાટીને પેટ ઉપર લેપ કરવાથી લાભ થાય છે.

14. કેસર : કેસરના દાણાની પેસ્ટ આપવાથી પેટનો ગેસ ઠીક થઇ જાય છે.

15. સુગંધબાલા : સુગંધબાલાના દ્રાવણનું સેવન સવાર સાંજ કરવાથી કબજિયાતમાં રાહત મળે છે.

16. બેલ : બીલી (બેલ) નું સરબત પાણીમાં બનાવીને થોડા દિવસ સુધી સવાર સાંજ સેવન કરવાથી કબજિયાતમાંથી રાહત મળે છે. બીલીનો માવો અને ગોળ ભેળવીને રોજ સવારે અને સાંજે સેવન કરવાથી મળ અવરોધને ઠીક કરે છે. બીલીના પાનના 7 મિ.લી. રસમાં કાળા મરી ભેળવીને સવાર સાંજ પીવાથી પેટના ગેસમાં રાહત મળે છે.

બીલીના 20 થી 40 મિલીલીટર સરબતમાં ઈચ્છામુજબ પાણી ઉમેરીને દરરોજ 2-3 વાર આપવાથી જૂની કબજિયાતથી રાહત આપે છે. તે ઝાડા અને લોહિયાળ ઝાડામાં પણ ફાયદાકારક છે.

17. થોર : થોરના દૂધમાં કાળા મરી, લવિંગ અથવા પીપર પલાળીને સુકવી લો. કબજિયાતથી પીડાતા વ્યક્તિને કાળા મરી અથવા લવિંગ ખવરાવી દેવાથી પેટ એકદમ સાફ થઈ જાય છે.

18. આંગળીયો થોર : આંગળીયા થોર (આંગળીઓ જેવા નાની ડાળી વાળું ઝાડ) ના બે ટીપાં, દૂધ, ચણાનો લોટ અને મધ સાથે નાની ગોળીઓ બનાવીને લેવાથી મળ સરળતાથી બહાર આવે છે.

19. સરગવો : સરગવાના કુણા પાંદડાનું શાક ખાવાથી ઝાડો સાફ આવે છે.

20. કચનાર : કચનારના ફૂલોને ખાંડ સાથે વાટીને શરબતની જેમ સવાર સાંજ પીવાથી શૌચ સાફ આવે છે. કચનારના ફૂલનું ગુલકંદ રાત્રે સુતા પહેલા 2 ચમચીના પ્રમાણમાં થોડા દિવસો સુધી નિયમિત લેવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.

21. જમાલગોટા : જમાલગોટાના દાણાના લગભગ 1 ગ્રામના ચોથા ભાગ અથવા તેલ અડધાથી એક ટીપું માખણમાં ભેળવીને ખાવાથી શૌચ પાતળુ આવે છે. ધ્યાન રાખો કે જ્યારે શૌચ બંધ થતો નથી તો આવી સ્થિતિમાં પાણીમાં કાથો વાટીને લીંબુનો રસ ભેળવીને સારી રીતે ઘોળીને પીવરાવતા રહો.

22. ભાકુરા : ભાકુરા (ઇન્દ્રાયણનો એક ભેદ) ના મૂળનું ચૂર્ણ 1 થી 3 ગ્રામ સુંઠ અને ગોળ સાથે ખાવાથી કબજિયાત દુર થાય છે. ધ્યાન રાખો કે પ્રમાણ વધારે ન હોવું જોઈએ, કારણ કે તે ઝેર બની જાય છે. ઝેર બની ગયા પછી પેટ સાફ કરીને દૂધ પીવરાવો.

23. વિધારા : વિધારાના મૂળ 3 થી 6 ગ્રામના પ્રમાણમાં સેવન કરવાથી કબજિયાત મટે છે.

24. કુંવારપાઠું : કુંવારપાઠુંનો રસ 10 થી 20 મિલીલીટર જેટલા પ્રમાણમાં હરડે સાથે ખાવાથી મળ અવરોધની સમસ્યા દૂર થાય છે. સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓને તેનું સેવન ન કરાવવું.

25. શ્વેત ગદપુરૈના : શ્વેત ગદપુરૈનાના મૂળના 5 થી 10 ગ્રામને સુંઠ સાથે ભેળવીને દિવસમાં 2-3 વખત આપવાથી શૌચ ખુલીને આવે છે.

26. ગંધ પ્રસારિણી : ગંધ પ્રસારિણીના પાંદડાને વાટીને મિશ્રણ બનાવીને રાખી લો. આ મિશ્રણ અથવા પાઉડરને નવશેકા પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.

27. અંતરવેલ (અમરવેલ) : અમરવેલનો રસ 10 મિલીમીટર સવાર સાંજ લેવાથી યકૃતની નબળાઇ અને કબજિયાત દુર કરે છે.

28. વિષ્ણુકાન્તા : વિષ્ણુકાન્તાના મૂળ 3 થી 6 ગ્રામ સવાર-સાંજ સેવન કરવાથી ઝાડા સાફ આવે છે.

29. શંખપૂષ્પી : શંખપૂષ્પીનો રસ 10 થી 20 મિલીલીટરના પ્રમાણમાં આપવાથી શૌચ શુદ્ધ આવે છે. શંખપૂષ્પીના મૂળ 3 થી 6 ગ્રામ સવાર સાંજ લો. તેનાથી કબજિયાત દુર થઇ જાય છે.

30. તિલકા : તિલકા (એક પ્રકારનું પ્રખ્યાત લાકડું) ની છાલ 5 થી 10 ગ્રામ વાટીને પીવાથી કબજિયાતમાં લાભ થાય છે.

કબજિયાતનો અસરદાર ઘરેલું ઈલાજ ભાગ 1 ની લીંક >>>>> મોટામાં મોટી કબજિયાતનો અસરદાર ઈલાજ, આ નુસખા અપનાવ્યા પછી કબજિયાત તમને પરેશાન નહિ કરે

કબજિયાતનો અસરદાર ઘરેલું ઈલાજ ભાગ 2 ની લીંક >>>>> આ રીતે લીમડો કરશે તમારી કબજિયાત દુર, જાણો કબજિયાતના બીજા અસરદાર ઘરેલું નુસખા

કબજિયાતનો અસરદાર ઘરેલું ઈલાજ ભાગ 3 ની લીંક >>>>> તમારી જૂની કબજિયાતને પણ દુર કરી શકે છે આ 30 અસરદાર ઘરેલું ઉપાય, આ રીતે કરો તેનો પ્રયોગ