EPF માંથી પૈસા ઉપાડવા માટે જરૂર નથી આ ડોક્યુમેન્ટ્સની, ઘણા સરળતાથી નીકળી જશે તમારા પૈસા.

આ ડોક્યુમેન્ટ્સ વગર પણ ઉપાડી શકશો ઈપીએફમાંથી પૈસા, હવે ઘણા સરળતાથી ઉપાડી શકશો તમારા પૈસા

EPFOએ એક ટ્વિટમાં કહ્યું છે કે, રોગચાળો-કોવિડ 19ના પ્રકોપના સંબંધમાં ઉપાડનો દાવો રજુ કરવા માટે ઇપીએફ સભ્યને કોઈ પ્રમાણપત્ર અથવા દસ્તાવેજ આપવાની જરૂર નથી …

નોકરી કરનારા લોકો માટે સારા સમાચાર છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) અનુસાર, ઇપીએફ સભ્યએ કોવિડ -19 ના પ્રકોપના સંબંધમાં ઉપાડનો દાવો રજુ કરવા માટે કોઈ પ્રમાણપત્ર અથવા દસ્તાવેજ રજૂ કરવાની જરૂર રહેશે નહીં. આવી સ્થિતિમાં, જો તમને કોરોના રોગચાળામાં રોકડની જરૂર હોય તો તમે સરળતાથી પીએફમાંથી પૈસા ઉપાડી શકો છો.

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનએ એક ટવીટમાં જણાવ્યું છે કે મહામારી-કોવિડ 19ના પ્રકોપના સંબંધમાં ઉપાડનો દાવો રજુ કરવા માટે ઇપીએફ સભ્યને કોઈ પ્રમાણપત્ર અથવા દસ્તાવેજ આપવાની જરૂર નથી. આ ઉપરાંત, EPFOએ તમામ સબ્સ્ક્રાઇબર્સને સોશિયલ મીડિયા ઉપર EPFOના કોઈ ખોટા હેન્ડલ્સ સબ્સ્ક્રાઇબ ન કરવાની સલાહ આપી છે. કોવિડ -19 રોગચાળાને ધ્યાનમાં રાખીને સરકારે ઇપીએફ સભ્યોને તેમના પીએફમાંથી 3 મહિનાના પગારની રકમ ઉપાડવાની મંજૂરી આપી દીધી છે.

ઓનલાઇન EPF ટ્રાન્સફર કરો

તમે EPFOના પૈસા ઓનલાઇન પણ ટ્રાન્સફર કરી શકો છો. યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ના આવ્યા પછી, કર્મચારીના બધા ખાતા એક જ જગ્યાએ રહે છે, પરંતુ પૈસા અલગ અલગ ખાતાઓમાં રહે છે. તેથી પહેલા નવી કંપનીને તમારો યુએએન જણાવવો જરૂરી છે. ત્યાર બાર તમે જૂના ખાતાના પૈસા તમારા નવા ખાતામાં ટ્રાન્સફર કરી લો.

શું છે રીત

સૌપ્રથમ EPFOના યુનિફાઇડ મેમ્બર પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov. in/memberinterface/ ની મુલાકાત લો. અહી યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગીન કરો.

લોગીન કર્યા પછી, Online Servicesમાં જાઓ અને Member-One EPF Account Transfer Requestના વિકલ્પ ઉપર ક્લિક કરો.

તમારી વર્તમાન એપોઇન્ટમેન્ટની વ્યક્તિગત માહિતી અને પીએફ એકાઉન્ટની ચકાસણી કરો.

Get Details વિકલ્પ ઉપર ક્લિક કરો. પાછલી એપોઇન્ટમેન્ટના પીએફ ખાતાની વિગત સ્ક્રીન ઉપર દેખાશે.

તમારી પાસે તમારા ઓનલાઇન ક્લેમ ફોર્મને પ્રમાણિત કરવા માટે પાછલા એમ્પ્લોયર અને વર્તમાન એમ્પ્લોયરમાંથી એકની પસંદગી કરવાનો વિકલ્પ હશે. તમે તેની ઓથોરાઇઝ્ડ સિગ્નેટરી હોલ્ડિંગ DSCની ઉપલબ્ધતાના આધારે પસંદગી કરો. બે એમ્પ્લોયરમાંથી કોઈપણ એક પસંદ કરીને મેમ્બર આઈડી અથવા UAN દાખલ કરો.

સૌથી છેલ્લે Get OTP વિકલ્પ ઉપર ક્લિક કરો. તમારા નોંધાયેલા મોબાઇલ નંબર ઉપર ઓટીપી આવશે. પછી તે ઓટીપી દાખલ કરીને સબમિટ વિકલ્પ ઉપર ક્લિક કરો.

ઓટીપી વેરીફાઈ થયા પછી કંપનીને ઓનલાઇન મની ટ્રાન્સફરની પ્રક્રિયા માટે રીક્વેસ્ટ મળી જશે.

આ પ્રક્રિયા આગામી ત્રણ દિવસોમાં પૂરી થઇ જશે. પહેલા કંપની તેને ટ્રાન્સફર કરશે.

ત્યારબાદ EPFOનો ફીલ્ડ અધિકારી તેની ચકાસણી કરશે.

EPFO અધિકારીની ચકાસણી કર્યા પછી જ તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.