ફક્ત એક ભૂલે પકડાવ્યો ડોક્ટર ગરિમાના ખૂનીને, વ્હોટસઅપ વાપરવું પડ્યું ભારે

દિલ્હીના રંજીત નગર કોલોનીમાં થોડા દિવસ આગાઉ થયેલી ડોક્ટર ગરિમાની હત્યાના કેસમાં પોલીસે આરોપી ડોક્ટર મિત્ર ચંદ્ર પ્રકાશની ધરપકડ કરી લીધી છે. આમ તો જેટલો જલ્દી તે પકડાયો તે તેની જ એક ભૂલ હતી. નહિ તો પોલીસ માટે એને પકડવો એટલું સરળ કામ ન હતું. કારણ કે કદાચ તે અત્યાર સુધીમાં આત્મહત્યા કરી ચુક્યો હોત.

ગરિમાની હત્યા કર્યા પછી આરોપીએ પોતાનો મોબાઈલતો બંધ કરી દીધો, પરંતુ વારંવાર મોબાઈલ ઓન કરી વ્હોટસઅપ ચેક કરવા અને કુટુંબી સાથે વાતચીત કરવાની માથાકૂટમાં તેણે પોતાના લોકેશનની ભાળ પોલીસને આપી દીધી. બુધવારના રોજ સવારે ચંદ્ર પ્રકાશે જેવી જ પોતાની માતા સાથે વાતચીત કરી, તે સમયે પોલીસને તેની ઉતરાખંડમાં હોવાની જાણ થઇ ગઈ.

ત્યાર પછી આરોપી સતત હરિદ્વાર, ક્યારેક ઋષિકેશ તો ક્યારેક રૂડકીમાં પોતાનું લોકેશન બદલતો રહ્યો. પરંતુ વારંવાર તેનો મોબાઈલ ઓન કરવાથી પોલીસને તેના લોકેશનની જાણ થતી રહી, અને પોલીસ શુક્રવારના રોજ તેના સુધી પહોંચી ગઈ. પોલીસને ઋષિકેશની એ હોટલના સીસીટીવી કુટેજ પણ મળી ગયા, જ્યાં ચંદ્ર પ્રકાશ રોકાયો હતો.

ધુર્સકે ધ્રુસકે રડવા લાગ્યો આરોપી :

શુક્રવારે જયારે પોલીસે આરોપીને પકડ્યો, તો તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપીને હવે પોતાના આ અપકૃત્ય પર પસતાવો થઇ રહ્યો છે. તે પોલીસના કબ્જામાં આવીને પોતાના પરિવારને દુ:ખી કરવા માંગતો ન હતો. ચંદ્ર પ્રકાશનું કહેવું છે કે, જો તે આત્મહત્યા કરી લેત તો તેના પરિવારને તેનાથી છુટકારો મળી જાત, પરંતુ પોલીસે તે પહેલા જ તેને પકડી લીધો.

આ છે બાબત :

દિલ્હીના રંજીત નગરમાં ગોરખપુરની ડૉ. ગરિમાની હત્યા કરી દેવામાં આવી હતી. ગયા મંગળવારની રાત્રે ૧૧ વાગ્યે ગરિમાએ ફોન ન ઉપાડતા દિલ્હીના શેખ સરાયમાં રહેતા એની ફઈબાનો દીકરો શિવેન્દ્ર પાંડેય એના ફ્લેટ ઉપર પહોંચ્યો હતો. ત્યાં ગરિમાનું લોહીથી લથપથ શબ જોઈને તેણે પોલીસને જાણ કરી હતી. પછી પોલીસે આરોપી ચંદ્ર પ્રકાશ પર શંકાના આધાર પર એની શોધ ખોળ શરુ કરી અને એને પકડી પાડ્યો. અને તેણે પોતાનો ગુનો કબુલી લીધો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.