એક છોકરો રેલવે પ્લેટફોર્મ પર પાણીની બોટલ વેચતો હતો, એક દિવસ ટ્રેનમાં બેઠેલા શેઠે તેને બોલાવ્યો અને પછી…

એક છોકરો રેલ્વે પ્લેટફોર્મ ઉપર પાણીની બોટલ વેચતો હતો, એક દિવસ ટ્રેનમાં બેઠેલા સેઠે તેને બોલાવ્યો અને બોટલના ભાવ પૂછ્યા, છોકરાએ કહ્યું – ૧૦ રૂપિયાની બોટલ, શેઠે કહ્યું – ૭ રૂપિયામાં આપીશ શું? શેઠની વાત સાંભળીને છોકરાએ શું કર્યું?…

જે સમજવા વિચારવામાં ફસાઈ રહે છે, ખાસ કરીને તે પોતાનું ધ્યેય મેળવવા જ નથી માંગતા

એક ૧૫ વર્ષનો છોકરો રેલ્વે પ્લેટફોર્મ ઉપર પાણી વેચતો હતો. તેમાંથી પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ તે પાણી વેચી રહ્યો હતો, ત્યારે ટ્રેનમાં બેઠેલા એક શેઠ એ તેને બોલાવ્યો અને પાસે આવવાનું કહ્યું.

છોકરો દોડીને શેઠ પાસે આવ્યો. છોકરાએ પાણીની બોટલ શેઠ તરફ આગળ વધારી તો શેઠે પૂછ્યું કેટલા પૈસા? છોકરા એ કહ્યું – ૧૦ રૂપિયાની ૧ બોટલ. શેઠે કહ્યું ૭ રૂપિયામાં આપીશ શું?

શેઠની વાત સાંભળીને છોકરો હળવું હસ્યો અને પાણીની બોટલ લઇને આગળ વધી ગયો. શેઠ પાસે એક સંત બેઠા હતા. તેમણે આ આખી ઘટના જોઈ. તેના મનમાં આવ્યું કે છોકરો હસ્યો કેમ? તેની પાછળ જરૂર કોઈ રહસ્ય હશે.

મહાત્મા ટ્રેન માંથી ઉતરી અને તે પાણી વેચવા વાળા છોકરાની પાછળ પાછળ ગયા, થોડે દુર જઈને તેમણે છોકરાને ઉભો રાખ્યો અને પૂછ્યું શેઠે જયારે પાણીના ભાવ તાલ કર્યા તો તું હસ્યો કેમ હતો?

તે છોકરાએ કહ્યું – મહારાજ મને હસવાનું એટલા માટે આવ્યું કે શેઠજીને તરસ તો લાગી જ ન હતી. તે તો માત્ર બોટલના ભાવ પૂછી રહ્યા હતા.

મહાત્માએ પૂછ્યું – છોકરા તને એવું કેમ લાગ્યું કે શેઠજીને તરસ લાગી જ ન હતી?
છોકરાએ જવાબ આપ્યો – મહારાજ જેને ખરેખર તરસ લાગી હોય તે ક્યારે પણ પાણીના ભાવ નથી પૂછતાં. તે તો બોટલ લઇને પહેલા પાણી પીવે છે. પછી પાછળથી પૂછે છે કે કેટલા પૈસા આપવાના છે?

પહેલા ભાવ પૂછવાનો અર્થ થયો કે તરસ લાગી જ નથી. સંતે પણ છોકરાની વાત સમજાઈ ગઈ અને તે ફરી જઈને ટ્રેનમાં બેસી ગયા.

દરેક વ્યક્તિ જીવનમાં કાંઈને કાંઈ મેળવવા માગતા હોય છે. ઘણા લોકો એવા હોય છે જે વગર તર્ક વિતર્ક પોતાના લક્ષ્યની પાછળ લાગી જાય છે અને તેને મેળવીને ઝંપે છે. ઘણા લોકો એવા હોય છે. જે દરેક વસ્તુમાં ખામી કાઢતા રહે છે કે સમજવા વિચારવામાં જ ફસાઈ રહે છે. ખાસ કરીને તે લક્ષ્યને મેળવવા જ નથી માંગતા, તે માત્ર વાતોમાં જ ફસાઈને રહી જાય છે.

કહેવાનો અર્થ એટલો જ છે કે જ્યાંરે મોટુ લક્ષ હાંસલ કરવું હોય તો નાના નાના બહાના કે ફરિયાદ કરતો વ્યક્તિ ક્યારે પણ મોટી સિદ્ધિ મેળવી શકતો નથી. અને જે કાર્ય કરતો રહે છે ધીરજ અને ચતુરાઈથી વિકટ પરિસ્થિતિનો માર્ગ શોધે છે તેને હંમેશા સફળતા મળે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.