એક એવો દેશ જ્યાં નથી એક પણ ગુનેગાર, ખાલી પડી છે જેલ, જેલરને મળે છે મફતનો પગાર.

અમે તમને કહીએ કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં ક્રાઇમ શૂન્ય છે, જ્યાં જેલ ખાલી પડી છે, તો તમને આ વાત કલ્પનિક લાગશે. પરંતુ તે સાચું છે. એક યુરોપિયન દેશ એવો પણ છે. જ્યાં હવે એક પણ ગુનેગાર એવો નથી રહ્યો, જેને જેલ મોકલી શકાય છે. કદાચ હજી પણ તમને ખાતરી ન થતી હોય તો જાણો પૃથ્વી પર એક દેશ એવો પણ રહેલો છે. જ્યાંની જેલો ખાલી પડી છે ને જેલરને મફતમાં પગાર આપવામાં આવે છે.

દુનિયાભરના દેશોની જેલોમાં ગુંડા અને ગુનેગારો વર્ષો સુધી જેલની સજા ભોગવી રહ્યા છે, પરંતુ પશ્ચિમી યુરોપના દેશ નેધરલેન્ડ્સમાં ઘટતા ગુનાના દર મુજબ, ત્યાં જ જેલ બંધ થવાની અણી ઉપર છે. નેધરલેન્ડ્સની વસતી 1 કરોડ 71 લાખ 32 હજાર કરતા વધારે છે. આશ્ચર્યજનક વાત છે કે નેધરલેન્ડ્સ પાસે સળીયાની પાછળ નાખવા માટે કોઈ ગુનેગાર નથી. 2013 માં ત્યાં માત્ર 19 કેદીઓ હતા. 2018 સુધીમાં આ દેશમાં કોઈ અપરાધી નથી રહ્યા.

2016માં ટેલીગ્રાફ યુકેમાં પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ, નેધરલેન્ડ્સના ન્યાય મંત્રાલયે સૂચવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં અહીં દર વર્ષે કુલ ગુનામાં 0.9 ટકાનો ઘટાડો થશે. જો કે નેધરલેન્ડસની જેલ બંધ થઈ જશે. તો બે રીતે મહત્વપૂર્ણ ફેરફારો થશે. સામાજિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો ઘટતા અપરાધ દર એટલે કે સુરક્ષિત દેશ. રોજગારના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો જેલમાં કામ કરનારાઓ બેરોજગાર થશે.

નેધરલેન્ડ્સ કે જેલ બંધ થવાનું અર્થ છે કે ત્યાંના લગભગ બે હજાર લોકો નોકરી ગુમાવશે. જેમાંથી માત્ર 700 લોકોને સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવી બાકી પડેલા સ્થાનો પર ટ્રાન્સફર કરવામાં આવશે. જો કે જેલ બંધ થવાનો અર્થ એ પણ છે કે નેધરલેન્ડ્સ એક દેશ, એક પ્રણાલી, એક સરકાર અને નાગરિકો તરીકે સફળ થયો છે.

ત્યાં ખાલી ખાલી જેલનો મુદ્દો એવા પોઈન્ટ પર પહોંચી ગયો હતો કે નેધરલેંડને પોતાની સુવિધા અને વ્યવસ્થા ચલાવવા માટે નોર્વે માંથી કેદીઓ મંગાવવા પડ્યા હતા. ત્યાં કેદીઓ માટે ઇલેક્ટ્રોનિક એન્કલ મોનિટરીંગ સિસ્ટમ છે.

ઇલેક્ટ્રોનિક એન્કલ મોનિટરિંગ સિસ્ટમમાં તેમના પગમાં એક એવું ઉપકરણ પહેરવામાં આવે છે, જેનાથી તેમના સ્થાનને ટ્રેસ કરી શકાય છે. ત્યાં કેદીઓને દિવસભર બંધ કરીને બેસાડવાને બદલે કામ કરવા અને સિસ્ટમમાં પાછા લાવવામાં માટે કહેવામાં આવે છે.

આ ઉપકરણ એક રેડિયો ફ્રીક્વન્સી સિગ્નલ મોકલે છે, જેમાં અપરાધીઓના સ્થાનની ખબર પડી શકે છે. જો કોઈ અપરાધી કોઈ નક્કી કરેલી સરહદની બહાર જાય છે, તો પોલીસને માહિતી મળી જાય છે. આ એંકલ મોનિટરીંગ સિસ્ટમ દેશમાં અપરાધી દર અડધા કરવા સક્ષમ રહી છે.

આજના સમયમાં પણ આવું સરસ ઉદાહરણ પૂરું પડનારો આ દેશ ખરેખર પ્રશંસાપાત્ર છે. શું ભારતમાં આ શક્ય છે તમારા વિચાર અવશ્ય કોમેન્ટમાં લખશો. લાઇક અને શેયર પણ કરી બીજા સુધી પહોચાડો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.