એક મહિના પહેલા આ ઘરમાં થયા હતા લગ્ન અને હવે યુવાન દીકરાની નીકળી અર્થી, દેશની સેવા કરતા થયો શહિદ.

પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં શહીદ થયા જવાન, છેલ્લા શ્વાસ સુધી પાકિસ્તાન સૈનિકો ઉપર તાકેલા ગોળા, દુશ્મનના ૪ સૈનિકોને ઈજાગ્રસ્ત કરી લીધા છેલ્લા શ્વાસ.

પાકિસ્તાન તરફથી રવિવારે કરવામાં આવેલ સિઝફાયરના ઉલ્લંઘનમાં આપણા દેશના એક જવાન શહીદ થઈ ગયા છે. કહેવામાં આવે છે કે પૂછના શાહપુરા સેક્ટરમાં જે સમયે હરી ભાકર પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન પાકિસ્તાન તરફથી સતત 28 બોમ્બ ફેંકવામાં આવ્યા. જેના કારણે હરી ભાકર શહીદ થઇ ગયા.

હરિ ભાકર જો કે રાજસ્થાન રાજ્યના રહેવાસી હતા. તેમની ઉંમર ફક્ત 21 વર્ષની હતી અને એટલી જ નાની ઉંમરમાં તેઓ આપણા દેશનું રક્ષણ કરી રહ્યા હતા. તાજેતરમાં હરિ ભાકરના ઘરેથી તેમનાં બહેનના લગ્નની જાન નીકળી હતી અને હવે તેમના ઘરમાં માતમનું વાતાવરણ બની ગયું છે.

છેલ્લા શ્વાસ સુધી આપવામાં આવ્યો દુશ્મનોને જવાબ

હરિ ભાકર જે સ્થળ ઉપર ફરજ બજાવી રહ્યા હતા. તે સ્થળ ઉપર સતત પાકિસ્તાન તરફથી બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા અને આ બૉમ્બના કારણે તેઓ ઘાયલ થયા હતા. સતત પાકિસ્તાન તરફથી ફેંકવામાં આવી રહેલા ગોળા વચ્ચે પણ હરી ભાકરે પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો.

કહેવામાં આવે છે કે બૉમ્બથી ઘાયલ થઈને હરી ભાકરનો એક ઘૂંટણ ભાંગી ગયો. પરંતુ તેઓએ તેમના ઘૂંટણની પરવા કર્યા વગર પાકિસ્તાનની સરહદ ઉપર ગોળા તાક્યા અને પાકિસ્તાનના ચાર સૈનિકોને ખરાબ રીતે ઘાયલ કરી દીધા. ફક્ત 21 વર્ષના હરી ભાકરે પોતાના છેલ્લા શ્વાસ સુધી પાકિસ્તાનનો સામનો અડગ રહીને કર્યો.

ફેબ્રુઆરીમાં થયા હતા બહેનના લગ્ન :-

હરી ભાકરના ઘરમાં હાલમાં જ તેમની બહેનના લગ્ન થયા હતા અને તેમનું કુટુંબમાં આનંદનું વાતાવરણ હતું. પરંતુ હવે તેમના ઘરમાં માતમનું વાતાવરણ થઇ ગયું અને જે ઘરમાં 9 ફેબ્રુઆરીએ લગ્ન થયા હતા, બરાબર એક મહિના, પાંચ દિવસ પછી તે ઘર માંથી હવે હરિ ભાકરની અર્થી ઉઠાવવામાં આવી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે પોતાની બહેનના લગ્ન કરાવ્યાના માત્ર ચાર દિવસ પછી જ હરિએ પોતાની ફરજ માટે પૂછ જવા માટે રવાના થઇ ગયા હતા અને પોતાના ઘરમાં લગ્નનું વાતાવરણ છોડીને સરહદ ઉપર ઉભા રહીને આપણા દેશનું રક્ષણ દુશ્મનોથી કરી રહ્યા હતા.

પાકિસ્તાને ફેંક્યા ૨૮ ગોળા :-

પાકિસ્તાન તરફથી રવિવારે કરવામાં આવેલ સિઝફાયરના ઉલ્લંઘન વિશે માહિતી આપતા નાયબ સુબેદાર ચેનારામએ કહ્યું કે શનિવારની સાંજથી જ પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો. ત્યાર પછી ભારતીય સેનાએ પણ આ ગોળીબારનો જવાબ આપ્યો. પાકિસ્તાનએ એક જ સ્થળ ઉપર નિશાન બનાવતા લગભગ 28 ગોળાઓ ફેંક્યા અને તેમાંથી એક ગોળો દિવાલ સાથે અથડાઈને હરીના પગ સાથે અથડાયો.

જેણે કારણે તે ઘાયલ થઇ ગયા. ત્યાં જ ઘાયલ થયા પછી હરિએ પોતાનું રોકેટ લૉંચર છોડ્યું અને પાકિસ્તાનની સરહદ ઉપર ગોળા છોડ્યા જેનાથી દુશ્મનોના ચાર જવાન ઘાયલ કરી દીધા. ગોળા ફેંકતા ફેંકતા હરી બેભાન થઇ ગયો અને ઈલાજ દરમિયાન તેની અવસાન થઇ ગયું.

હરિ મકરાના તહસીલના જુસુરી ગામના રહેવાસી હતા અને તેમના અવસાન પછી સેનાએ તેમના પાર્થિવ શરીરને ગામમાં પહોંચાડી.દીધું જોકે, સૌ પ્રથમ તેમના પાર્થિવ શરીરને આદર સાથે જયપુર લાવવામાં આવ્યુ હતું અને ત્યાં તેને સેના દ્વારા સન્માન આપવામાં આવ્યું હતું. ત્યાર પછી તેમના પાર્થિવ શરીરને તેમના ગામમાં મોકલી દેવામાં આવ્યુ અને સોમવાર એ સૈનિક સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું.

ફક્ત 17 વર્ષની ઉંમરમાં થયા હતા સેનામાં ભરતી :-

શહીદ થયેલા હરિના બાળપણના મિત્ર ઋષિરાજ સિંહ અનુસાર તેમના મિત્ર બાળપણથી જ સેનામાં જોડાવા ઇચ્છતા હતા અને તે જ્યારે 17 વર્ષ 6 મહિના 11 દિવસના થયા હતા, ત્યારે તેમણે સેનામાં ભરતી થવા માટે ટેસ્ટ આપી હતી. આ ટેસ્ટને હરી એ ખૂબ જ સરળતાથી પાસ પણ કરી લીધી અને વર્ષ 2016 થી તે સેનામાં જોડાઈ ગયા હતા.

ત્યાં તેઓની તાલીમ પૂર્ણ થયા પછી સૌથી પહેલી પોસ્ટિંગ પૂછના કે શાહપુરા સેક્ટરમાં જ મળી હતી અને આ સ્થળે ઉપર તે શહીદ થઇ ગયા છે. હરિની જેમ જ તેમના જોડિયા ભાઇને પણ સેનામાં જોડાવાનો ઉત્સાહ હતો અને તે પણ હાલમાં જ સેનામાં જોડાયા છે. તે ઉપરાંત હરીના બનેવી પણ એયર ફોર્સમાં પોતાની સેવા આપી રહ્યા છે.